ચટણીનું નામ સાંભળતા જ, દરેક વ્યક્તિના ચહેરા પર સ્મિત આવી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે ચટણી, આપણા ઘરે બનાવેલા સાદા ખોરાકમાં પણ સ્વાદ લાવવાનું કામ કરે છે. શું તમે પણ ચટણી ખાવાના શોખીન છો? તેથી, તમે પણ જમતી વખતે બાજુમાં ચટણી લઈને જ બેસો છો.
ઉનાળાની ઋતુ ખતમ થવા આવી છે. આ સિઝનમાં બજારમાં કેરી ખૂબ મળે છે. તમે પણ કાચી કેરીની ચટણીનો સ્વાદ ચાખ્યો જ હશે? કેરીની ચટણી દરેક ઘરમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય શેકેલી કેરીની ચટણી ખાધી છે ખરા? જો નહીં, તો આજે આ લેખમાં અમે તમને બે રીતે શેકેલી કેરીની ચટણીની રેસિપી જણાવવા જઈ રહયા છીએ.
લસણ સાથે ચટણી બનાવો
કાચી કેરી સાથે લસણનું મિશ્રણ જબરદસ્ત લાગે છે. એટલા માટે તમે કેરી સાથે લસણ શેકીને ચટણી બનાવી શકો છો. આ ચટણી બનાવવામાં તમારે થોડી મહેનત કરવી પડશે, પરંતુ મારા પર વિશ્વાસ કરો ચટણીનો સ્વાદ ચટાકેદાર હશે.
સામગ્રી :
- કોથમીરના પાન
- ફુદીના ના પાન
- 1 કાચી કેરી
- 1 લસણ
- 4-5 લીલા મરચાં
- ½ ચમચી કાળું મીઠું
- ½ ચમચી જીરું પાવડર
- સ્વાદ અનુસાર મીઠું
શુ કરવુ?
- સૌથી પહેલા કોથમીર અને ફુદીનાના પાંદડાને સારી રીતે ધોઈ લો, જેથી પાંદડામાં રહેલી ગંદકી અને ધૂળ સાફ થઈ શકે.
- હવે ગેસ પર વાયર સ્ટેન્ડ રાખીને કેરીને અડધી શેકી લો.
- કેરી પછી, મરચાં અને લસણને પણ હલકું શેકી લો.
- ધ્યાન રાખો કે મરચું અને લસણ બળવું ન જોઈએ.
- હવે લસણ, મરચા અને કેરીની છાલ કાઢીને બંને વસ્તુઓને મિક્સ કરી લો.
- આ પેસ્ટમાં કાળું મીઠું, જીરું પાવડર, મીઠું, કોથમીર અને ફુદીનાના પાંદડા ઉમેરીને ખાંડણીમાં સારી રીતે પીસી લો.
- તમારી શેકેલી કેરીની ચટણી તૈયાર છે.
આ પણ વાંચો : કાચી કેરી ની બનાવો આ સ્વાદિષ્ટ 3 રેસિપી, બાળકોને પણ ખુબ ગમશે
આ સ્ટાઇલ પણ બનાવો
જો તમે ઓછી મહેનતે સ્વાદિષ્ટ ચટણી બનાવવા માંગતા હોય તો તમે તેને મિક્સીમાં પીસીને પણ ચટણી બનાવી શકો છો.
સામગ્રી
- 1 કેરી
- 3-4 લીલા મરચાં
- સ્વાદ અનુસાર મીઠું
- લાલ મરચું
આ પણ વાંચો : શાકને પણ ભૂલાવીદે એવી 4 પ્રકારની કાચી કેરીની ચટણીઓ
શુ કરવુ?
- સૌથી પહેલા રીને ગેસ પર રાખો અને કેરીને ચારે બાજુથી શેકી લો.
- કેરીને સમયાંતરે કેરીને ફેરવતા રહો, જેથી તેનો કોઈપણ ભાગ પર વધુ બળી ન જાય.
- કેરી પછી મરચાને પણ શેકી લો.
- હવે આ બંને વસ્તુઓને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.
- છેલ્લે 3-4 લીલા મરચા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને ફરી પીસી લો.
- તૈયાર છે તમારી શેકેલી કેરીની ચટણી.
આ બાબતો ધ્યાનમાં રાખો
ચટણી બનાવતી વખતે તમારે મીઠાનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો મીઠું વધારે હશે તો ચટણીનો સ્વાદ બગડી શકે છે. કેરીની ચટણી બનાવવા માટે પાકેલી કેરી ન ખરીદો. આના કારણે ચટણીનો સ્વાદ તો મીઠો થઈ જશે, પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખો કે કાચી કેરી પણ ન લેવી.
જો તમે ઈચ્છો તો કેરીની ચામડી ઉતાર્યા વગર ચટણી બનાવી શકો છો. આ ચટણીના સ્વાદને વધારે અસર કરતું નથી. ચટણીમાં લીલા મરચાંનો ઉપયોગ કરવો વધુ સારું છે. લાલ મરચું પાવડર અમુક અંશે ચટણીના સ્વાદને ખરાબ કરી શકે છે.
અમને આશા છે કે તમને આજની આ રેસિપી ગમી હશે. જો તમે પણ આવી અવનકી રેસિપી ઘરે બેઠા જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. ફેસબૂક અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Comments are closed.