આપણે ઘરની સ્વચ્છતાનું ખુબ ધ્યાન રાખીએ છીએ પરંતુ કેટલીકવાર ઘરની મહત્વપૂર્ણ વસ્તુઓને સાફ કરવાનું ભૂલી જઈએ છીએ. તેમાંથી એક છે કાંસકો. ગંદો કાંસકો ઉપયોગ કરવાથી વાળમાં ગંદકી અને ઇન્ફેક્શન થઇ શકે છે.
કદાચ તમે ક્યાંક નોંધ્યું નહીં હોય, પરંતુ ઘણા લોકોના કાંસકો ખૂબ જ ગંદા હોય છે અને તેઓ તેને સાફ કરવાનો પણ પ્રયાસ કરતા નથી. ગંદા કાંસકાનો ઉપયોગ કરવાથી માથાની ચામડીમાં ચેપ, વાળમાં ડેન્ડ્રફ, વાળ ખરવા વગેરે સમસ્યાઓ થાય છે.
ઘણા લોકોને આળશ આવે છે એટલે તેમના કાંસકોને સાફ કરતા નથી અને તેમને લાગે છે કે તેમાં ઘણો સમય લાગશે, પરંતુ શું તમે જાણો છો કે તેને સાફ કરવાની એક સરળ રીત છે? આજે અમે તમને કાંસકો સાફ કરવાની કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.
કાંસકો કેવી રીતે સાફ કરવો? કાંસકો સાફ કરવા માટે આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીશું તે આપણા ઘરમાં જ સરળતાથી મળી જશે. જેમ કે જરૂર મુજબ ગરમ પાણી, 2 ચમચી ડીટરજન્ટ પાવડર અને 1 ચમચી ખાવાનો સોડા.
કાંસકો સાફ કરવા માટે સૌપ્રથમ પ્લાસ્ટિકના ટબમાં ગરમ પાણી લો. ગરમ પાણીમાં 2 ચમચી ડિટર્જન્ટ અને 1 ચમચી ખાવાનો સોડા ઉમેરો. ધ્યાન રાખો કે વધારે પાણી ઉમેરવાનું નથી. હવે તેમાં ગંદા કાંસકો નાખો. તમે એકથી વધારે પણ કાંસકાઓ ધોઈ શકો છો.
10 મિનિટ પછી કાંસકાને ટૂથબ્રશ અથવા લોન્ડ્રી બ્રશથી સાફ કરો. જો કે માત્ર આ મિશ્રણમાં કાંસકાને ઉમેરવાથી તે નવા જેમ ચમકવા લાગશે અને તેમાં રહેલો મેલ ફૂલીને નીકળી જશે. પછી ઠંડા ચોખ્ખા પાણીથી ધોઈ લો.
આ પણ વાંચો: તમારા વાળ પર કયા પ્રકારનો કાંસકો વાપરવો જોઈએ, જાણો તેના 5 ફાયદા
વાળથી પ્રેક્સિમ છે તો આ વાતોનું પણ ખાસ ધ્યાન રાખો
અમે તમને કાંસકો કેવી રીતે સાફ કરવો તે જણાવ્યું છે, પરંતુ જો તમે આ રીતે કાંસકાને સાફ નથી કરવા માંગતા તો તેને સામાન્ય શેમ્પૂના દ્રાવણમાં 1 કલાક માટે પલાળીને રાખો. પછી બ્રશથી સાફ કરો.
અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત કાંસકો જરૂર સાફ કરવો જોઈએ. આપણામાંથી મોટા ભાગના લોકો કાંસકોને સોય કે અન્ય કોઈ વસ્તુથી સાફ કરતા હોય છે, પરંતુ તેનાથી તેલ દૂર થતું નથી અને તેનાથી વાળ ગંદા થઈ જાય છે. એટલે તમારે તેને અઠવાડિયામાં એકવાર પાણીથી સારી રીતે ધોવા જોઈએ.
ઘરના બીજા વ્યક્તિના કાંસકાનો ઉપયોગ બિલકુલ કરશો નહીં. ઘરમાં દરેકનો કાંસકો અલગ-અલગ રાખવો જોઈએ જેનાથી તમારા માથામાં કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનનો ખતરો ઓછો ના રહે.
કાંસકામાંથી બેક્ટેરિયા દૂર કરવા માટે શેમ્પૂ અથવા ડિટર્જન્ટથી ધોઈ લો. અમે તમને જે ટિપ્સ જણાવી છે તે ખૂબ જ સરળ છે અને શક્ય તેટલી ઝડપથી તમારા કાંસકોને સાફ કરશે. જો તમે આવી કોઈ વસ્તુ વિશે જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.