ઉનાળાની ગરમીમાં ચહેરો ફીકો પડી ગયો હોય તો સૂતા પહેલા ચહેરા પર લગાવી લો આ 3 વસ્તુઓ, રાતોરાત આવશે અનોખો ગ્લો

instant face glow tips at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચહેરાની ત્વચાને ચમકદાર બનાવવા માટે તમને બજારમાં ઘણી પ્રોડક્ટ્સ મળી જશે. પરંતુ તેનો ઉપયોગ કરીને તમે ઇન્સ્ટન્ટ ગ્લો મેળવી શકો છો તેની કોઈ ગેરંટી નથી હોતી. આવી સ્થિતિમાં, જો તમે ચહેરા પર રાતોરાત ગ્લોઇંગ ત્વચા મેળવવા માંગો છો તો તમારે ઘરના રસોડામાં રહેલી વસ્તુઓથી જ મેળવી શકો છો.

તમને ઘરના રસોડામાં ઘણી એવી સામગ્રીઓ મળી જશે, જેનો ઉપયોગ કરીને, જો તમે ચહેરા પર લગાવીને રાત્રે સૂઈ જશો તો સવાર સુધીમાં તમારો ચહેરો સાફ થઈને ચમકદાર દેખાશે. આપણે બધા જાણીયે છીએ કે આપણું શરીર રાત્રે સૂતી વખતે જ રિપેર થાય છે.

એવી જ રીતે સ્કિન રિપેર કરનારા કોષો રાત્રે સૂતી વખતે જ સારી રીતે કામ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે રાત્રે ત્વચાને થોડી એવી ટ્રીટમેન્ટ આપો છો, જે તમારી ત્વચાના સ્વાસ્થ્ય માટે સારી છે, તો ત્વચાના કોષોને વધુ સારી રીતે કામ કરવાની તક મળે છે અને જયારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારી ત્વચા તેજસ્વી દેખાવા લાગે છે.

(1) 1 ચમચી એલોવેરા જેલ, 1 નાની ચમચી ગુલાબજળ અને 5 ટીપાં લીંબુનો રસ. વિધિ : એક બાઉલમાં એલોવેરા જેલ, ગુલાબજળ અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને કોટન બોલથી ચહેરા પર લગાવો અને આ મિશ્રણને ચહેરા પર લગાવેલું રહેવા દો.

એલોવેરા જેલમાં વિટામિન સી હોય છે. વિટામીન-સી ત્વચાના રંગને નીખારવાનું કામ કરે છે અને તેને ચમકદાર પણ બનાવે છે. આ સિવાય, ત્વચા પર વિટામિન-સીના પરિણામો માટે તમારે તેનો ઉપયોગ ફક્ત રાત્રે જ કરવો જોઈએ, કારણ કે વિટામિન-સી સૂર્યપ્રકાશમાં સારી રીતે કામ કરતું નથી.

(2) 1 મોટી ચમચી કાકડીનો રસ, વિટામિન-ઇ ઓઈલના 5 ટીપાં અને એક ચપટી હળદર. વિધિ : એક બાઉલમાં કાકડીનો રસ લો અને તેમાં વિટામિન-ઈ તેલ અને એક ચપટી હળદર ઉમેરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરતા જાઓ. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવેલું રાખીને સૂઈ જાઓ.

જ્યારે તમે સવારે ચહેરો સાફ કરશો તો તમને ચહેરા પર એક અનોખી ચમક જોવા મળશે. કાકડીના રસમાં વિટામિન-સી પણ હોય છે, તેની સાથે કાકડીમાં ત્વચાને નિખારવાની શક્તિ રહેલી છે અને ત્વચાને બ્લીચ કરવાની શક્તિ પણ હોય છે. આવી સ્થિતિમાં, તમને કાકડીમાંથી 3 ફાયદા મળશે.

(3) 1 કપ પાણી, 4-5 કેસરના દોરા અને એક ચપટી હળદર. વિધિ : એક કટોરી પાણીમાં કેસરના દોરાને બોળીને રાખો. આ પાણીને આખી રાત માટે ઢાંકીને રહેવા દો. બીજા દિવસે સવારે આ પાણીમાં હળદર મિક્સ કરી લેવું. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી દો. હવે આ પાણીને રાત્રે ચહેરા પર છાંટીને સૂઈ જાઓ. સવારે તમારા ચહેરા પર એક અનોખી ચમક અને નિખાર જોશો.

તમે પણ ઉપરોક્ત ટિપ્સથી ઝટપટ ચમક મેળવી શકો છો. આ ટિપ્સ ચોક્કસપણે તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે અને તમે કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર કુદરતી રીતે તમારી ત્વચા પર ગ્લો મેળવી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.