how to remove bad smell from clothes after washing
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મમ્મી, તમે મારો આ શર્ટ ધોયો નથી કે શું? મામી બોલી, કેમ દીકરા શું થયું? દીકરો : મમ્મી, કપડામાંથી હજુ પણ દુર્ગંધ આવે છે. શું તમારી સાથે પણ આવું ક્યારેય તો બન્યું જ હશે ? ઘણીવાર એવું જોવા મળે છે કે કપડાં ધોયા પછી પણ તેમાંથી દુર્ગંધ આવે છે. તેનું કારણ એ છે કે તમે કપડાં બરાબર ધોતા નથી.

જો તમને પણ આવી જ સમસ્યા થાય છે તો તમારે કેટલાક ઘરેલું ઉપાય અપનાવવા જોઈએ. તમે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓની મદદથી કપડાંમાંથી આવતી દુર્ગંધને સરળતાથી દૂર કરી શકો છો. શું તમે જાણવા માંગતા હોય કે કપડાંમાંથી દુર્ગંધને કેવી રીતે દૂર કરવી? તો આ લેખ તમારા માટે છે.

વિનેગર કામ કરશે : સામાન્ય રીતે સફેદ વિનેગરનો ઉપયોગ કોઈ પણ વસ્તુની સફાઈ માટે થાય છે. આવી સ્થિતિમાં તેની મદદથી તમે કપડામાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે ઠંડા પાણીમાં સફેદ વિનેગર મિક્સ કરવાનું છે.

પછી મેલા અથવા પરસેવાવાળા કપડાને આ પાણીના મિશ્રણમાં પલાળી દેવાના છે. કાપડને લગભગ 15-30 મિનિટ સુધી પલાળી રાખો. પછી તેમાંથી કાઢીએ વોશિંગ મશીનમાં ધોઈ લો. તેનાથી કપડાંમાંથી આવતી દુર્ગંધ સંપૂર્ણપણે દૂર થઈ જશે.

બહાર સૂકાવો : જો કપડા ધોયા પછી પણ દુર્ગંધ આવે છે તો તમારે તેને બહાર સુકાવવા જોઈએ. સૂર્યપ્રકાશ અને તાજી હવા, દુર્ગંધથી છુટકારો મેળવવાનો કુદરતી રસ્તો છે. દરરોજ કપડાં ધોતા હોય તે રીતે કપડાં ધોઈને બહાર સુકાવો. સૂર્યના કિરણો કપડાંમાંથી ગંધ દૂર કરવામાં મદદ કરશે.

ખાવાનો સોડા વાપરો : ખાવાનો સોડા એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં જરૂર હોય છે. બેકિંગ સોડાનો ઉપયોગ મોટેભાગે સફાઈ માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં બેકિંગ સોડાની મદદથી તમે કપડામાંથી આવતી દુર્ગંધથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.

ખાવાનો સોડા એસિડિક હોય છે જે પરસેવાની દુર્ગંધને સરળતાથી દૂર કરે છે. બેકિંગ સોડા જેના કારણે કપડાંમાં દુર્ગંધ આવે છે એ તેલને શોષી લે છે. વોશિંગ મશીનમાં એક કપ બેકિંગ સોડા નાખીને કપડાં ધોઈ લો. તમે જોશો કે કપડાંમાંથી દુર્ગંધ દૂર થઈ ગઈ હશે.

તરત જ ધોઈ લો : ઘણીવાર લોકો એક અઠવાડિયા સુધી કપડા નથી ધોતા. જેના કારણે કપડામાં પરસેવાની વાસ આવે છે અને તમે તેને ધોયા પછી પણ કપડામાંથી દુર્ગંધ આવે છે. એટલા માટે તમારે તાત્કાલિક અને દરરોજ કપડાં ધોવા ધોવાની ટેવ પાડવી જોઈએ. આમ કરવાથી તમારા ધોયેલા કપડામાંથી ક્યારેય દુર્ગંધ નહીં આવે.

લીંબુનો રસ : જો કપડા ધોયા પછી પણ દુર્ગંધ આવતી હોય તો લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુનો ઉપયોગ માત્ર ખાવા માટે જ નહીં પરંતુ સફાઈ માટે પણ કરવામાં આવે છે. તમારે ફક્ત વોશિંગ મશીનમાં એક મોટા લીંબુનો રસ નિચોડવાનો છે.

લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડ ઓઈલને તોડી નાખે છે, જેનાથી કપડા બેક્ટેરિયા અને ગંધ મુક્ત રહે છે. જો કે લીંબુના રસનો વધુ પડતો ઉપયોગ ના કરવો જોઈએ, તેનાથી કપડાં પર સફેદ ડાઘ પડી શકે છે, જેનાથી કપડાં ખૂબ જ ગંદા લાગે છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો : જો તમે ઇચ્છો છો કે કપડાં ધોયા પછી દુર્ગંધ ન આવે, તો આ માટે માત્ર હળવા ડીટરજન્ટનો ઉપયોગ કરો. તમારે અઠવાડિયાના બદલે દર બીજા દિવસે લોન્ડ્રી કરવી જોઈએ. કપડાંમાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમારે હાઈડ્રોજન પેરોક્સાઇડ અને વિનેગર જેવી ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

કપડાં ધોયા પછી તેને તડકામાં સારી રીતે સૂકવવાનું ભૂલશો નહીં. આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે અને જો તમે આવા જ વધુ લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “કપડાં ધોયા પછી પણ જો કપડામાંથી દુર્ગંધ આવે છે તો કરી લો આટલું કામ, કપડાંમાથી દુર્ગંધ સંપૂર્ણપણે દૂર થઇ જશે”

Comments are closed.