how to properly clean non stick pan
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અમે નોન-સ્ટીક પેન સાફ કરવા માટે અલગ અલગ ઉપાયો કરીએ છીએ તેમ છતાં જોઈતી તેવી સ્વચ્છતા મળતી નથી. કોઈપણ રીતે નોન-સ્ટીક પેનને સાફ કરવું એ ખૂબ જ કંટાળાજનક કામ છે. આપણે ખોરાકને આરોગ્યપ્રદ રીતે રાંધવા માટે નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરીએ છીએ.

પરંતુ કેટલીકવાર નોન-સ્ટીક પેનનું કોટિંગ થોડા સમય પછી જ બહાર આવવા લાગે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે આવું કેમ થાય છે, હકીકતમાં તે એટલા માટે છે કારણ કે તેનો યોગ્ય અને કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં આવતો નથી. તો ચાલો જાણીએ નોન-સ્ટીક પેનને સાફ કરવા અને ચમકતા રાખવાની ટિપ્સ.

ડીશ વોશિંગ લીકવીડથી સાફ કરો : જો નોન-સ્ટીક પેનમાં વધારે ડાઘ ન પડયા હોય તો તેને સ્પોન્જ અને ડીશ વોશિંગ લીકવીડથી સરળતાથી સાફ કરી શકાય છે.

બ્લીચિંગ પાવડર વડે સાફ કરો : પેનને સાફ કરવા માટે તમે બ્લીચિંગ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને તેના માટે ગરમ પાણીમાં બ્લીચિંગ પાવડર મિક્સ કરો અને પછી તેનાથી પેન સાફ કરો. બ્લીચિંગ પાઉડર તમારા પેનની ચમક કાયમ માટે રહેશે.

એલ્યુમિનિયમ ફોઇલથી સાફ કરો : નોન-સ્ટીક પેનને સાફ કરવા માટે તમે એલ્યુમિનિયમ ફોઇલને બોલની જેમ લપેટીને અને તેને ડીશવોશિંગ પાવડર સાથે મિક્સ કરીને સાફ કરી શકો છો, તેનાથી પેન પર પડેલા ડાઘ દૂર થઇ જશે. પરંતુ ખાસ કોટિંગવાળી પેન પર આ ટીપનો ઉપયોગ ના કરશો.

ખાવાના સોડાથી સાફ કરો : પેન પરના ડાઘ દૂર કરવા માટે બેકિંગ સોડામાં મીઠું અને વિનેગર મિક્સ કરીને તેનાથી પેનને સ્ક્રબ કરો અને પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો. તેનાથી પેન સારી રીતે સાફ થઈ જશે.

વિનેગરથી સાફ કરો: ગેસ પર નોન-સ્ટીક પેન મૂકો અને ગેસ ચાલુ કરો. હવે તેમાં અડધો કપ વિનેગર અને અડધો કપ પાણી ઉમેરો. હવે તેમાં ડીટરજન્ટ પાવડર ઉમેરો અને જ્યારે પાણી બરાબર ઉકળે ત્યારે તેને લાકડાના ચમચા વડે હલાવો જેથી બધી ચીકણાઈ નીકળી જાય. હવે ગેસ બંધ કરો અને પાણી નાંખો. પછી ડીશવોશિંગ જેલના બે ટીપાં ઉમેરીને હળવા હાથે સ્ક્રબરથી સાફ કરો. હવે તેને પાણીથી ધોઈ લો. તમારું નોનસ્ટીક પેન ચમકશે.

ડુંગળી ઉકાળો અને સાફ કરો : એલ્યુમિનિયમના બળી ગયેલી પેનને સાફ કરવા, તે પેનમાં ડુંગળી નાખીને સારી રીતે ઉકાળો. પછી વાસણ ધોવાના પાવડરથી સાફ કરો, તેનાથી પેનમાં ચમક આવશે.

હાર્ડ ખુરબચરાં પેડ્સથી સફાઈ કરવાનું ટાળો : નૉન-સ્ટીક પૅનને ક્યારેય પણ હાર્ડ ક્લીન્સર વડે સાફ કરશો નહીં, કારણ કે આ પૅનની કોટિંગને બગાડે છે. હંમેશા સોફ્ટ સ્પોન્જથી જ પેન સાફ કરો. પેનમાં લાગેલા ખોરાકને થોડીવાર માટે પલાળી રાખો, પછી તેને થોડું ગરમ ​​પાણી, હળવા સાબુ અને નરમ કપડાથી સાફ કરો.

આ બાબતો પણ ધ્યાનમાં રાખો: ઊંચા તાપમાને ખોરાક રાંધશો નહીં : મોટાભાગના નોન-સ્ટીક કુકવેર ઓછી થી મધ્યમ ગરમી માટે બનાવવામાં આવે છે. તેથી જ્યારે ફૂલ ગેસ પર રાંધવામાં આવે છે ત્યારે પેન વાંકાચૂંકા થઇ શકે છે. તમારા પૅનનું આયુષ્ય વધારવા માટે તેના પર લખેલી સૂચનાઓને અનુસરો.

પાણીના તાપમાન પર નજર રાખો : ઠંડા અથવા હૂંફાળા પાણીથી ગરમ નૉન-સ્ટીક પૅનને સાફ કરો, નહીં તો તમારી પેન વાંકાચૂકી થઈ શકે છે. આવા બગડેલા પેનમાં બરાબર ગરમીનું વિતરણ થતું નથી અને રસોઈ રાંધી શકાતી નથી. નોન-સ્ટીક પેનને ધોતા પહેલા તેને ઠંડુ થવા દો.

મેટલની ચમચી અને કડછીનો ઉપયોગ ના કરો : નોન-સ્ટીક પેનમાં હલાવવા માટે મેટલ ચમચા અથવા કડછીનો ઉપયોગ કરશો નહીં. આ માટે ફક્ત લાકડાના, પ્લાસ્ટિક અથવા સિલિકોન ચમચીનો ઉપયોગ કરો.

રાખવાની ખોટી રીત : બીજા વાસણોના ભેગા નોન-સ્ટીક પેન ના મુકો. જેના કારણે પેનમાં સ્ક્રેચ પડવાનો ભય રહે છે. નોન-સ્ટીક પેનને હંમેશા બાજુ પર રાખો. આ સિવાય નોન-સ્ટીક પેનને બીજા વાસણોની ભેગા પણ ના ધોવો. તેને હંમેશા ધોઈને સૂકવીને જ તેની જગ્યાએ રાખો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “નોન-સ્ટીક પેનને સાફ કરવા અને તેની ચમક જાળવી રાખવા માટેની કેટલીક સરળ ટિપ્સ”

Comments are closed.