લીંબુ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે સફાઈ માટે પણ કરી શકાય છે. ઘણીવાર તમે કપડા પરના ડાઘ સાફ કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે જંતુનાશક સ્પ્રે બનાવવા માટે લીંબુના પાનનો ઉપયોગ કરી શકાય છે.
કદાચ તમે જાણતા નહિ હોય પણ તમે ઘર અને બગીચામાંથી જંતુઓ અને જીવાતોને દૂર કરવા માટે ખાટા પદાર્થોનો ઉપયોગ કરી શકો છો. જી હા, આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહયા છીએ કે લીંબુના પાનનો ઉપયોગ કરીને જંતુનાશક સ્પ્રે કેવી રીતે બનાવી શકાય.
આજકાલ બગીચામાંથી જીવાતોને દૂર કરવા માટે ઘણા પ્રકારના જંતુનાશક સ્પ્રે બજારમાં મળે છે પરંતુ આ સ્પ્રેથી જંતુઓ ભાગતા નથી અને છોડને ચોક્કસ નુકસાન થાય છે. ક્યારેક કેમિકલ આધારિત જંતુનાશકોના છંટકાવને કારણે છોડ પણ મરી જાય છે.
આવી સ્થિતિમાં કેમિકલ ફ્રી એટલે કે કુદરતી સ્પ્રે એક સારો વિકલ્પ છે. તો લીંબુના પાનમાંથી તૈયાર કરવામાં આવેલ જંતુનાશક સ્પ્રે જંતુઓને તો ભગાડે છે પણ તેની સાથે છોડને પણ નુકસાન થતું નથી.
જંતુનાશક સ્પ્રે બનાવવા માટે સામગ્રી : લીંબુના પાન 2 કપ, ખાવાનો સોડા 2 ચમચી, પાણી 1 લિટર, હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રવાહી 2 ચમચી અને સ્પ્રે બોટલ
સ્પ્રે બનાવવાની રીત : સૌથી પહેલા લીંબુના પાનને સાફ કરીને મિક્સરમાં નાખો અને પછી તેમાં બેકિંગ સોડા અને બે કપ પાણી ઉમેરીને સારી રીતે પીસી લો. હવે તેને ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લો, પછી હવે તેમાં વિનેગર અને હાઇડ્રોજન પેરોક્સાઇડ લિક્વિડ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ પછી વધેલું પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
સ્પ્રે બનાવવાની બીજી રીત : સૌથી પહેલા એક પેનમાં બે કપ પાણીમાં લીંબુના પાન નાખીને સારી રીતે ઉકાળી લો. આ પછી, પાણી ઠંડું થયા પછી તેને ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે બોટલમાં બીજી સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
ઉપયોગ કેવી રીતે કરવો : જો તમે માખીઓ, મચ્છર, ભમરો, કીડીઓ વગેરે જેવા જંતુઓથી પરેશાન હોય તો તમે ઉપયોગ કરી શકો છો. છોડના પાંદડા અને તેના આસપાસના વિસ્તારમાં જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરો. તેની તીવ્ર ગંધને કારણે જંતુઓ ત્યાં ક્યારેય આવશે નહીં. તમે તેનો ઉપયોગ બાથરૂમ અથવા રસોડામાં જોવા મળતી જીવાતથી બચવા માટે કરી શકો છો.
સ્ટોર રૂમમાં છાંટવાથી ત્યાં હાજર નાના-મોટા જંતુઓ તેની તીવ્ર ગંધને કારણે થોડી જ મિનિટોમાં ભાગી જાય છે. વરસાદી ઋતુમાં માખીઓને દૂર કરવા માટે આ જંતુનાશક સ્પ્રે નો ઉપયોગ કરી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ વધુ જાણકારી માટે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.