machhar door karvano spray
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચોમાસાની ઋતુમાં માખીઓનો ઉપદ્રવ ખુબ જ વધી જાય છે અને તે ખોરાક પર અને વાસણો ઉપર બેસતી હોય છે. ખોરાક ઉપર બેસવાથી આપણને ઘણા ખોરાકજન્ય બીમારી થતી હોય છે. એ જ સમયે, વરસાદની ઋતુમાં મચ્છરનો ત્રાસ પણ એટલો જ વધી જાય છે જેના કારણે ડેન્ગ્યુ અને મલેરિયા જેવી ભયંકર રોગો થાય છે.

તો આજે આ લેખમાં અમે તમને માખીઓ અને મચ્છરથી કેવી રીતે છુટકારો મેળવવો તે વિશે જણાવીશું. આ માટે તમારે કોઈપણ કેમિકલ સ્પ્રે કે દવાનો ઉપયોગ કરવાનો નથી, આ ઘરેલુ ઉપાય માટે તમારે 3 વસ્તુઓની જરૂર પડશે, જે કદાચ દરેકના ઘરમાં સરળતાથી મળી જશે.

આ મુખ્ય 3 વસ્તુઓ છે, ફિનાઈલની ગોળી, સફેદ વિનેગર અને કપૂર. તો ચાલો જાણીયે માખીઓને ઘરેથી કેવી રીતે દૂર કરી શકાય. આ માટે એક, એક ન્યુઝપેપર લો અને તેમાં ફિનાઈલ ગોળી (નપ્થાલીન બોલ્સ)ની 5-6 ગોળી અને કપૂરની 7-8 નાની ગોળી લો.

હવે ન્યુઝપેપરને વાળીને કોઈપણ કઠણ વસ્તુથી તેને ખાંડીને પાવડર બનાવી લો. તમે ઈચ્છો તો પાવડર બનાવવા માટે ખાંડણીનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ખાંડણીમાંથી તેની સ્મેલ દૂર કરવી તમારી માટે મુશ્કેલ કામ બની જશે.

હવે એક તપેલી લો અને તેમાં કપૂર અને ફિનાઈલની ગોળીના પાવડરને નાખો. હવે તેમાં 5-6 ચમચી વિનેગર અને 1ગ્લાસ પાણી ઉમેરીને મિક્સ કરો. ફિનાઈલની ગોળી અને કપૂર પાણીમાં સારી રીતે ઓગળશે નહીં, એટલે તપેલીને ગેસ પર ગરમ કરો. લગભગ 5 મિનિટ પછી કપૂર અને ફિનાઈલની ગોળી પાણીમાં સારી રીતે મિક્સ થઇ જશે.

આ પણ વાંચો: ઘરે જ બનાવો જીવ જંતુઓનો આ ઘાતક સ્પ્રે, વંદા, માખીઓ, મચ્છર, ભમરો રહેશે કાયમ માટે ઘરની દૂર..

મિક્સ થઇ ગયા પછી તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા રાખો. ઠંડુ થઇ જાય એટલે તેને સ્પ્રે બોટલમાં ભરીને સ્ટોર કરો. હવે તેનો ઉપયોગ કરવા માટે, સવાર અને સાંજ ઘરના દરેક ખૂણામાં તેનો સ્પ્રે કરવાનો રહેશે. તમારા ઘરમાં એક પણ મચ્છર અને માખી આવશે નહીં. આ સ્પ્રે નો સારો ફાયદો એ છે કે કપૂર હોવાને લીધે ઘરના વાતાવરણને પણ શુદ્ધ રાખે છે.

આ સિવાય જયારે તમે પોતું કરો છો ત્યારે તે ડોલમાં 2 ચમચી આ લીકવીડ પાણી ઉમેરો અને પછી પોતું કરો, આમ કરવાથી પણ મચ્છર ઘરમાં નહીં આવે. મચ્છર નહીં આવે એટલે બીમારીઓ પણ તમારાથી દૂર રહેશે. તમે પણ આ રીતે ઘરે સ્પ્રે બાનવીને તેનો ઉપયોગ કરશો તો તમે જાતે અનુભવશો કે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ ઓછો થઇ ગયો હશે.

તમે કોટન બોલ્સ લઈને પણ આ લીકવીડ પાણીમાં ડુબોળીને, કોટનને મચ્છર હોય તે જગ્યાએ મૂકી દેવાથી પણ મચ્છર ભાગી જાય છે. આ ઉપયોગમાં લેવાયેલઈ ફિનાઈલની ગોળીઓને તમે કપડાના કબાટમાં પણ રાખી શકો છે. ફિંલાઈલની ગોળી અને કપૂર બંને કીટનાશક છે, તે બેક્ટેરિયા અને કીટાણુઓ માટે ખુબ જ અસરકારક છે.

તો હવે તમે પણ ચોમાસામાં આ સ્પ્રે ઘરે બનાવીને એકવાર જરૂર ટ્રાય કરો. આવી જ રોજબરોજ ઉપયોગમાં આવે તેવી ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા