પાલકને આ રીતે સ્ટોર કરો, એક અઠવાડિયા સુધી તાજી રહેશે

0
652
how to keep spinach fresh for a week
Image credit - Freepik

ઉનાળો હોય કે શિયાળો હોય કે પછી ચોમાસુ, પાલક એક એવી જ પાંદડાવાળી શાકભાજી છે જેનો ઉપયોગ દરેક ઋતુમાં કરવામાં આવે છે. પાલકનો ઉપયોગ સલાડ કે સ્મૂધીમાં કે ઘણી વાનગીઓમાં થતો હોય છે. તેના સ્વાસ્થ્ય લાભો પણ ઘણા છે, તેથી તેને દરેક ઋતુમાં તમારા આહારમાં સમાવેશ કરી શકાય છે.

જો કે, દરેક વ્યક્તિને એક જ સમસ્યા થાય છે કે તેને સ્ટોર કેવી રીતે કરવી? જ્યાં સુધી પાલક તાજી હોય ત્યાં સુધી તેના પાંદડા ખૂબ જ સરસ અને ખીલેલા રહે છે, પરંતુ તે 2 દિવસમાં સુકાઈ જાય છે અથવા કરમાઈ જાય છે.

જ્યારે લોકો એક અઠવાડિયાની ખરીદી એકસાથે કરે છે, ત્યારે તેમાં ઘણી બધી શાકભાજી ઝડપથી બગડવા લાગે છે. પાલક સાથે પણ આવું જ કંઈક થાય છે. ફ્રીજની બહાર રાખો કે અંદર રાખો, થોડા દિવસોમાં પાલક કાળી થવા લાગે છે. તેને ફેંકી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી.

પરંતુ તમે હવે ચિંતા કરશો નહીં, અમે આજે તમારા માટે આવી ટિપ્સ લાવ્યા છીએ, જેને અપનાવીને તમે પાલકને સડવાથી કે બગડવાથી બચાવી શકો છો. આટલું જ નહીં, તમે પાલકને એક અઠવાડિયા સુધી તાજી સ્ટોર પણ કરી શકો છો.

કયા કારણોસર પાલક ખરાબ થાય છે? કોઈપણ પાંદડાવાળા શાકભાજીનો સૌથી મોટો દુશ્મન ભેજ(નમી) હોય છે. ભેજ એક વાતાવરણ બનાવે છે જેના કારણે પાંદડા તૂટી જાય છે અને સડવાનું શરૂ થાય છે. કેટલીકવાર ભીનાશ પાંદડા પર પાણી હોય છે. કેટલીકવાર પાંદડા પોતે જ પાણી છોડે છે અને તેથી લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક બગડી જાય છે.

પેપર ટોવેલમાં પાલક રાખો: પાલક એક એવી શાકભાજી છે, જે ઘણું પાણી છોડે છે. જેના કારણે તે ઝડપથી ઓસાવા લાગે છે. ભેજ એક વાતાવરણ બનાવે છે જેના કારણે પાંદડા તૂટી જાય છે અને પાલક બગડે છે.

પાલકમાંથી વધારાનું પાણી શોષવા માટે તાજી પાલકને કાગળના ટુવાલમાં લપેટી લો. પેપર ટુવાલથી લપેટી પાલકને સ્ટોરેજ કન્ટેનર અથવા બેગમાં મૂકો. કન્ટેનરને ચુસ્તપણે સીલ કરો. તમારા ફ્રીજના ક્રિસ્પર ડ્રોઅરમાં પાલક રાખો. આ રીતે તમે 7-8 દિવસ માટે પાલક સ્ટોર કરી શકશો.

ઇથિલિન ઉત્પન્ન કરતા ફળોથી દૂર રાખો: પાલક ખરાબ થવાનું બીજું કારણ એ છે કે આપણે તેને ફળો અને શાકભાજીની વચ્ચે રાખીએ છીએ જે ઇથિલિન ગેસ ઉત્પન્ન કરે છે. તે એક હાઇડ્રોકાર્બન ગેસ છે જે ફળો અને શાકભાજીને કુદરતી રીતે પાકવામાં મદદ કરે છે.

પાલકની શાકભાજીને કેળા, એવોકાડો, કિવી અને સફરજન જેવા ફળોથી દૂર હવાચુસ્ત પાત્રમાં જ સ્ટોર કરો. આ રીતે પાલક દસ દિવસ સુધી તાજી રહી શકે છે.

બ્રેડ સાથે રાખો પાલક: પાલકને બ્રેડ સાથે પણ સ્ટોર કરી શકાય છે. બ્રેડ પાલકના ભેજને શોષવામાં અને તેને લાંબા સમય સુધી તાજી રાખવામાં મદદ કરે છે. આનાથી તમારી પાલક કરમાઈ નહીં જાય અને જ્યારે પણ તમને મન થશે ત્યારે તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકશો.

એક સ્ટોરેજ કન્ટેનરમાં પેપર શીટ મૂકો અને ત્યારબાદ બ્રેડની એક સ્લાઈસ મૂકો. હવે પાલક મૂક્યા પછી, ફરીથી એક બ્રેડની સ્લાઈસ મૂકો અને પછી બીજી કાગળની શીટ રાખો અને તેને કડક રીતે બંધ કરો. તમે તેને ફ્રીજમાં રાખી શકો છો અને આ રીતે તે બગડ્યા વગર 7-8 દિવસ સુધી ચાલશે.

હવે તમે પણ આ 3 ટિપ્સની મદદથી પાલકને સ્ટોર કરી શકો છો. આ ટીપ્સનો ઉપયોગ તમે બીજા લીલા પાંદડાવાળા શાકભાજી માટે પણ કરી શકાય છે. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.