palak batata nu shaak
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પાલકનું શાક ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે પાલકમાં વિટામિન, મેગ્નેશિયમ અને આયર્ન પૂરતા પ્રમાણમાં હોય છે, તેથી દરેક વ્યક્તિએ આ શાક ખાવું જોઈએ. જો તમને હળવા તેલના મસાલાવાળા શાક ખાવાનું પસંદ કરતા હોય તો તમે ઘરે આ પાલકનું શાક બનાવી શકો છો.

પાલકનું શાક બનાવવાની રીત : શાક બનાવવા માટે સૌપ્રથમ કાચા બટાકાને છોલીને તેના નાના ટુકડા કરી લો અને પછી બટાકાને પાણીમાં નાખીને સારી રીતે ધોઈ લો. હવે પેનને ગેસ પર મૂકો અને તેમાં તેલ નાંખો અને ગરમ કરો. તેલ ગરમ થયા પછી, બટાકાને પેનમાં મૂકો અને સતત હલાવતા રહીને મધ્યમ આંચ પર આછા સોનેરી રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.

હવે ફરીથી પેનમાં 1 ચમચી તેલ નાખીને ગરમ કરો. આ પછી તેમાં જીરું અને જીણું સમારેલ લસણ નાખીને આછા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળો. અને ત્યાર બાદ તેમાં જીણી સમારેલી ડુંગળી નાખીને સોનેરી રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો.

લસણ ડુંગળી સારી રીતે સંતળાઈ ગયા પછી, તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને બે જીણા સમારેલા લીલા મરચા નાખીને બરાબર મિક્ષ કરી લો.

હવે મસાલામાં બે ઝીણા સમારેલા ટામેટાં અને થોડું પાણી ઉમેરી, સૌપ્રથમ તેને મસાલામાં મિક્સ કરો અને પછી પેનને ઢાંકી દો અને ટામેટાંને મધ્યમ તાપ પર 5 થી 6 મિનિટ સુધી પકાવો, જેથી ટામેટાં ઓગળી જાય અને મસાલાની સાથે રંધાઈ જાય.

લગભગ 5 મિનિટ પછી, મસાલાને ફરીથી હલાવો અને લગભગ 2 વધુ મિનિટ માટે ફ્રાય કરો. આ પછી, મસાલામાં ઝીણી સમારેલી પાલક મિક્સ કરો અને પછી પેનને ઢાંકીને 2 મિનિટ સુધી પકાવો, જેથી પાલક ઓગળીને હલકી ચડી જાય.

2 મિનિટ પછી તળેલા બટેટા અને અડધો કપ પાણી પેનમાં ઉમેરો અને મસાલામાં બરાબર મિક્સ કરો. હવે પેનને લગભગ 10 મિનિટ સુધી ઢાંકીને શાકને પકાવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી શાક બળી ન જાય. 10 મિનિટ પછી હવે શાક સંપૂર્ણપણે તૈયાર છે. આ રીતે તમે ઘરે પાલકનું શાક બનાવીને રોટલી, પરાઠા, પુરી સાથે ખાઈ શકો છો.

સૂચના : શાક બનાવતી વખતે મસાલાને મધ્યમ તાપ પર ચડવા દો, કારણ કે ઊંચી આંચ પર, મસાલા ઝડપથી બળી જશે. જો તમે ઇચ્છો તો કાચા બટાકાને બદલે બાફેલા બટાકાનું શાક પણ બનાવી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા