palak puree recipes in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળાની ઋતુ શરુ થતા જ તમને બજારમાં વિવિધ પ્રકારના લીલા શાકભાજી જોવા મળશે. બીજી ઋતુ કરતા આ સિઝનમાં સૌથી વધારે પાંદડાવાળા શાકભાજી આવે છે. આમાંની એક શાકભાજી છે પાલક. જો કે પાલક તમને બજારમાં 12 મહિના સુધી મળી જશે પરંતુ શિયાળાની પાલકમાં જે સ્વાદ હોય છે તે તમને 12 મહિનામાં પાલકના પાનમાં નહીં મળે.

તમે પાલકથી ઘરે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો પરંતુ તમે માત્ર પાલકની પ્યુરી બનાવીને પણ અનેક વાનગીઓ બનાવી શકો છો. સામાન્ય રીતે જ્યારે પણ પાલકની પ્યુરી બનાવવાની વાત આવે ત્યારે મોટાભાગની મહિલાઓ પાલકના પાનને ઉકાળીને અને પીસીને પ્યુરી બનાવવાનું જાણે છે.

પરંતુ આજે અમે તમને જણાવીશું કે તમે ઘરે પાલક પ્યુરી કેવી રીતે બનાવી શકો છો અને તમે તેનો ઉપયોગ શું શું બનાવવામાં કરી શકો છો.

પાલકને કેવી રીતે ઉકાળવું : સૌથી પહેલા તમારે પાલકના પાનને ખંખેરી લેવાના છે. કારણ કે ઘણી વખત જ્યારે આપણે બજારમાંથી પાલકની જુડી લાવીએ છીએ ત્યારે અંદરથી કેટલીક પાલકની સડેલી થવા બગડેલી હોય તે બહાર નીકળી જાય છે. તો બગડેલી પાલકને ખંખેરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીંતર પ્યુરી બનાવ્યા પછી તેનો સ્વાદ બગડી જાય છે.

આ પછી તમે પાલકને 3 થી 4 વખત પાણીથી સારી રીતે ધોઈ લો. જ્યારે તમને ખાતરી થઇ જાય કે હવે પાલક સારી રીતે થઇ ગઈ છે તો તમે તેને ઉકાળવા મૂકી શકો છો. હવે તમારે એક મોટા વાસણમાં પાણી ભરીને ઉકળવા માટે મુકવાનું છે.

જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં પાલકને ઉમેરો. હવે પાલકને 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે વાસણમાં એટલું પાણી ભરેલું હોવું જોઈએ કે તેમાં પાલક સંપૂર્ણપણે ડૂબી જાય. ઓછું પાણી ઉમેરવાથી પાલકના પાન બળી શકે છે.

પાલક પ્યુરી બનાવવાની રીત : જયારે પાલક ઉકાળી જાય એટલે તેના પાનને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખો. બાફેલી પાલકના પાનની સાથે તમે 4 થી 5 ચમચી કોથમીરના પાનને પણ મિક્સરમાં નાખો. આ સિવાય પણ તમે મિક્સરમાં 4 થી 5 મરચાં પણ નાખીને પીસી લો. આ વાતનું ધ્યાન રાખો કે પાલકની પ્યુરી બનાવતી વખતે તમારે પાણી ઉમેરવાનું નથી.

પાલક પ્યુરીનો આ વાનગીમાં ઉપયોગ કરો : તમે પાલકના પ્યુરીનો ઉપયોગ પરાઠા અને પુરી બનાવવા માટે કરી શકો છો. જ્યારે તમે પુરી કે પરાઠાનો લોટ બાંધો ત્યારે તેમાં આ પાલક પ્યુરીને મિક્સ કરો. પાલક પ્યુરીનો ઉપયોગ પાલક બટેટાની કરી બનાવતી વખતે કરી શકો છો. સરસોનું સાગ બનાવવામાં પણ પાલક પ્યુરીનો ઉપયોગ કરી શકાય છે.

કેટલીક ટિપ્સ : પાલકની પ્યુરી લીલા રંગની બને તે માટે એ ખૂબ જ જરૂરી છે કે પાલકને બાફતી વખતે પાલકના પાન કાળા ના પડી જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હકીકતમાં પાલકમાં આયર્ન હોય છે. આના કારણે પાલક ઉકાળતી વખતે કાળી થવા લાગે છે.

જો તમે ઈચ્છો છો કે પાલકનો રંગ લીલો જ રહે તે માટે તમે પાલકને ઉકાળતી વખતે થોડી ખાંડ ઉમેરી શકો છો. આ સિવાય પાલકને ઉકાળ્યા પછી તરત જ તેને 5 મિનિટ માટે બરફના પાણીમાં મૂકી દો, આમ કરવાથી પણ તેના રંગને અસર નહીં થાય અને તમે તેને ઝડપથી પીસી શકશો.

જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો આ આવી જ નાસ્તા અને અવનવી વાનગી ઘરે બેસીને શીખવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા