how to check and remove wax coting on apple
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અંગ્રેજીમાં કહેવત છે ‘an apple a day keeps the doctor away’ એટલે કે દરરોજ એક સફરજન ખાઓ અને ડોક્ટરથી દૂર રહો. પરંતુ સફરજન સારું હોય તો જ તમે ડોક્ટરથી દૂર રહી શકો છો. તો તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે બજારમાં મળતા ઘણા સફરજનમાં મીણનું કોટિંગ હોય છે, જેના કારણે સફરજન વધારે ચમકતું દેખાય છે અને તમને લાગે છે કે આ જ સફરજન સારું છે.

વેક્સ કોટિંગ કરેલું સફરજન સ્વાસ્થ્ય માટે કોઈ પણ રીતે સારું નથી અને તે તમને ધીરે ધીરે તમને બીમાર પણ કરી શકે છે. આવી સ્થિતિમાં, આજે આ લેખમાં અમે તમને સફરજન પર કરવામાં આવતા વેક્સ કોટિંગને કેવી રીતે ઓળખવું તે જણાવીશું અને એ પણ જણાવીશું કે વેક્સ કોટિંગ માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

આ વસ્તુઓની થાય છે મીણનું કોટિંગ

કદાચ, તમે જોયું જ હશે, જો નથી જોયું, તો તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે તાજેતરમાં સફરજન પર મીણના કોટિંગને લઈને ઘણા સમાચાર ન્યૂઝપેપરમાં પણ આવ્યા હતા.

પૂર્વ ખાદ્ય મંત્રી પણ આ મુદ્દે લોકોને સાવધાન રહેવા જણાવ્યું હતું. સફરજનને લાંબા સમય સુધી તાજા અને ચમકદાર બનાવવા માટે ઘણા દુકાનદારો સફરજન પર મીણનું પડ લગાવે છે. સફરજનને ત્રણ પ્રકારના મીણથી કોટેડ કરવામાં આવે છે અને તેને બીજવેક્સ, કર્નોઉબા વેક્સ અને શેલૈક વેક્સ તરીકે ઓળખાય છે.

કેવી રીતે ઓળખવું મીણનું કોટિંગ ?

સફરજન પર મીણના કોટિંગને ઓળખવું એ કોઈ મુશ્કેલ કામ નથી. આ માટે, તમે જ્યારે પણ બજારમાંથી સફરજન ખરીદો છો, ત્યારે તમે તમારા નખ અથવા અન્ય કોઈ વસ્તુથી સફરજનને ખંજવાળશો ત્યારે તમને મીણનું પડ જોવા મળશે.

કેટલીકવાર આ મીણના કોટિંગનો ઉપયોગ જૂના સફરજનને નવા દેખાડવા માટે પોલિશ કરવા માટે થાય છે. નોંધપાત્ર રીતે જો સફરજન પર કોઈપણ પ્રકારનું મીણનું કોટિંગ કરવામાં આવ્યું હોય તો તેની માહિતી તેના લેબલ પર આપવામાં આવી હોય છે, પરંતુ ઘણા દુકાનદારો તેનું પાલન કરતા નથી.

કેવી રીતે દૂર કરવું વેક્સ કોટિંગ ને?

સફરજનમાંથી મીણના કોટિંગને દૂર કરવા માટે તમે મીઠું અને હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. આ માટે હુંફાળા પાણીમાં એક ચમચી મીઠું નાખીને મિક્સ કરો. હવે તેમાં સફરજનને લગભગ 2 મિનિટ સુધી રહેવા દો અને પછી બહાર કાઢીને સ્વચ્છ કપડાથી સાફ કરો.

બેકિંગ સોડાથી પણ તમે સફરજન પરના વેક્સ કોટિંગને દૂર કરી શકો છો. આ માટે એક લિટર પાણીમાં એકથી બે ચમચી ખાવાનો સોડા મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણમાં સફરજન નાંખો અને લગભગ 5 મિનિટ રહેવા દો અને પછી સફરજનને બહાર કાઢીને સારી રીતે કપડાથી લૂછી લો.

તમે સફરજનમાંથી મીણના કોટિંગને દૂર કરવા માટે, એક લીટર પાણીમાં બે ચમચી વિનેગર ઉમેરીને સોલ્યુશન તૈયાર કરો અને સફરજનને થોડી વાર સોલ્યુશનમાં રાખ્યા બાદ તેને સારી રીતે સાફ કરી લો.

આ સિવાય લીંબુના રસ અને પાણીથી તમે સફરજન પરનું વેક્સ કોટિંગને દૂર કરી શકો છો. આ માટે આ દ્રાવણમાં એક કપડું પલાળીને સફરજનને સાફ કરી શકો છો.

તો હવે જયારે પણ તમે બજારમાં સફરજનની ખરીદી કરી રહયા હોય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને આવી જ જીવનઉપયોગી માહિતી મફતમાં મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “બજારમાં ચમકદાર સફરજન ખરીદતા પહેલા ચેતજો, તેના પર ચડાવવામાં આવે છે આ વસ્તુનું પડ”

Comments are closed.