difference between nashpati and babugosha in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વરસાદની ઋતુ આવતાની સાથે આપણને બજારમાં વિવિધ પ્રકારના ફળો ખાવા મળે છે. એક તરફ જ્યાં લોકો ઝરમર વરસાદમાં ગરમાગરમ પકોડા અને ચાનો આનંદ માણતા જોવા મળે છે, તો બીજી તરફ આ સિઝનમાં નાશપતી, બાબુપોચા, જાંબુ અને સફરજન (નવી જાત) જેવા ફળોનો આનંદ માણવા મળે છે. નાશપતી એક સોફ્ટ અને મીઠા ફળની શ્રેણીમાં આવે છે. તેનો આકાર સફરજન જેવો હોય છે.

જ્યારે, બાબુપોચા નાશપતી જેવો દેખાય છે. જો કે તેનો સ્વાદ આનાથી અલગ હોય છે. ઘણા લોકો બંનેને એક ફળ માને છે, પરંતુ એવું નથી. બાબુપોચા અને નાશપતી બંને એકબીજાથી ખૂબ જ અલગ છે. તેનો સ્વાદ અને ફાયદા બંને અલગ-અલગ છે. આ લેખમાં અમે તમને બાબુપોચા અને નાશપતી વચ્ચેનો તફાવત જણાવીશું. આ પછી, તમે આ બંનેને એક માનવાની ભૂલ ક્યારેય નહીં કરો.

નાશપતી અને બાબુપોચા વચ્ચેનો તફાવત

વરસાદની મોસમમાં મળતું નાશપતી ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને દાણાદાર હોય છે. નાશપતી સ્વાદમાં હલકો ખાટો-મીઠો રસદાર હોય છે. તેની છાલ લીલી હોય છે, જે દૂરથી લીલા સફરજન જેવી લાગે છે. તેના બીજ પણ સફરજન જેવા હોય છે. છાલનો અંદરનો ભાગ ક્રીમ અને સફેદ રંગનો હોય છે.

નાશપતી ફળને ‘દેવોની ભેટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાશપતીની છાલ જાડી હોય છે અને તેના સ્વાસ્થ્ય માટે વિશિષ્ટ ફાયદાઓ છે. નાશપતીના બીજ, જે સફરજનના બીજ જેવા દેખાય છે, તે બાબુપોચાના બીજ કરતાં મોટા હોય છે. નાશપતીના ફળમાં વિટામિન સી વધુ માત્રામાં જોવા મળે છે, પરંતુ બાબુપોચામાં વિટામિન-સી વધારે નથી હોતું.

વાત કરીયે તેના સ્વાદ વિશે, તો તે ખાવામાં મીઠું હોય છે. આ બંને ફળો એક જ પરિવારમાંથી આવે છે અને તેના સ્વરૂપ અને ગુણધર્મો બંને એકબીજા જેવા જ હોય છે.

આ બંને ફળોના સ્વાદ અને છાલમાં ઘણો તફાવત હોય છે. નાશપતીની ત્વચા જાડી હોય છે, જ્યારે બાબુપોચાની ત્વચા ખૂબ જ નરમ હોય છે. તમે બાબુપોચા ફળને છાલની સાથે ખાઈ શકો છો , પરંતુ નાસપતી ખાતા પહેલા તેની છાલને પીલરની મદદથી છોલવી જોઈએ. બાબુપોચા નાશપતી કરતાં મોંઘા હોય છે.

આ પણ વાંચો : બજારમાં ચમકદાર સફરજન ખરીદતા પહેલા ચેતજો, તેના પર ચડાવવામાં આવે છે આ વસ્તુનું પડ

આ તફાવતને સમજ્યા પછી, હવે તમે પણ આ બંને ફળોને એક માનવાની ભૂલ કરશો નહીં. આશા છે કે તમને આ લેખ જરૂર ગમ્યો હશે. આવા વધુ લેખો વાંચતા રહેવા માટે, રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. જો તમને આ લેખ ગમ્યો હોય, તો પછી તેને લાઇક કરો અને શેર કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા