homemade toilet cleaner recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આખા ઘરની સફાઈ દરરોજ કરવી ખૂબ જ સરળ લાગે છે પરંતુ આખો દિવસ ટોયલેટને સાફ રાખવું થોડું મુશ્કેલભર્યું કામ છે. કારણ કે શૌચાલયનો ઉપયોગ આખો દિવસ ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ કરતો જ રહે છે, જેના કારણે ટોયલેટ સીટ પર બેક્ટેરિયા વધે છે અને ઘણી બીમારીઓનું ઉદ્ભવ સ્થાન પણ બને છે.

આ સિવાય દિવસભર ટોયલેટનો ઉપયોગ થવાને કારણે ટોયલેટ સીટ પર પેશાબના પીળા ડાઘા પણ દેખાય છે, તેથી બજારમાંથી ક્લીનર ખરીદીને વારંવાર ઉપયોગ કરવો બજેટની બહાર થઈ જાય છે.

પરંતુ આજે અમે તમને ગંદા અને પીળા ટોયલેટને સાફ કરવા માટે હોમમેઇડ ક્લીનરની 3 રેસિપી જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે પણ તમારી જૂની અને ગંદી દેખાતી ટોયલેટ સીટને પણ ચમકદાર બનાવી શકો છો.

(1) ડીટરજન્ટથી ક્લીનર બનાવો : સામગ્રી – 1 કપ ડીટરજન્ટ, 6 ચમચી સફેદ વિનેગર, 1 બોટલ હૂંફાળું પાણી અને 1 બ્રશ.

ક્લીનર બનાવવા માટે બોટલમાં ડીટરજન્ટ નાખીને તેમાં હૂંફાળું પાણી ઉમેરીને બોટલ બંધ કરો અને સારી રીતે મિક્સ કરો. પછી બોટલમાં સફેદ વિનેગર નાખીને આ ક્લીનરથી ટોયલેટ સાફ કરો.
આ હોમમેઇડ ક્લિનરથી ડાઘા તો સાફ થશે જ સાથે ટોયલેટ સીટ પણ ચમકશે.

(2) ગ્લિસરીન અને કોલ્ડ ડ્રિંક્સ ચમકશે ટોયલેટ : સામગ્રી – 1 કપ સફેદ વિનેગર, 1 કપ ગ્લિસરીન, 1 બોટલ કોલ્ડ ડ્રિન્ક, 3 લીંબુનો રસ અને 2 ચમચી ઓલિવ તેલ.

ગ્લિસરીનમાંથી ક્લીનર બનાવવા માટે, એક કોલ્ડ ડ્રિન્ક બોટલમાં વિનેગર ભરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં લીંબુનો રસ, ગ્લિસરીન અને ઓલિવ ઓઇલ વગેરે ઉમેરીને, મિક્સ કરીને સ્ટોર કરો.
જ્યારે તમારે આ ક્લીનરનો ઉપયોગ કરવો હોય ત્યારે પહેલાં તેને સારી રીતે મિક્સ કરીને ઓઈલેટ સાફ કરવા ઉપયોગ કરો.

(3) બેકિંગ સોડાથી હોમમેઇડ ક્લીનર બનાવો : સામગ્રી – 1 કપ બેકિંગ સોડા, 1 કપ પાણી, 1/2 કપ મીઠું અને 100 ગ્રામ લીમડાનું તેલ.

ક્લીનર બનાવવા માટે, એક ખાલી બોટલમાં ખાવાનો સોડા અને બીજી બધી સામગ્રીને નાખો.
પછી તેને સારી રીતે મિક્સ કરીને બોટલમાં જ સ્ટોર કરી લો. આનાથી ટોયલેટ સાફ કરવા માટે, કલીનરને સીટ પર રેડો અને 10 મિનિટ માટે રહેવા દો.

પછી તેને બ્રશથી સાફ કરીને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે જોશો કે તમારું ટોયલેટ સાફ થઈ ગયું હશે. આશા છે કે તમને આ ઘરે બનાવેલા 3 ક્લીનરની માહિતી ગમી હશે. જો તમને આ જાણકારી પાસનાડ આવી હોય તો રસોઈનીદુનિયા જોડાયેલા રહો.