લાંબા અને સુંદર વાળની ઈચ્છા દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે, પરંતુ વાળ ખરવાની સમસ્યાએ તેને એક સપનું બનાવીને રાખી દીધું છે. વાળ ખરતા અટકી જાય અને વાળને લાંબા, જાડા અને ચમકદાર બને તે માટે આપણે કેટલી હેર-ફોલ પ્રોડક્ટ્સ પર ભરોસો કરી બેસીએ છીએ, પરંતુ તેનું પરિણામ કઈ મળતું નથી.
એવું કહેવાય છે કે વાળને કન્ડીશનીંગ કરવું પણ મહત્વપૂર્ણ સ્ટેપ છે. આનાથી મૂળ સુધી ડીપ કન્ડીશનીંગ થાય છે અને તમે ફ્રીઝી વાળની સાથે વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થાય છે. મોટાભાગની સ્ત્રીઓ કન્ડિશનરનો ઉપયોગ કરતી નથી અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતી નથી હોતી. તો તમે આ લેખમાં તમને કંડીશનર કરવાની સાચી રીત જણાવવા જઈ રહયા છીએ.
કન્ડિશનર શું છે? કંડિશનર એ મોઇશ્ચરાઇઝિંગ એજન્ટ છે જે સામાન્ય રીતે સિલિકોન્સ અને તેલનું બનેલું હોય છે. શેમ્પૂ તમારા માથાની ગંદકી દૂર કરવાનું કામ કરે છે પરંતુ કંડિશનર તમારા વાળમાં નમી પાછી લાવવામાં મદદ કરે છે. કંડિશનરના પણ ઘણા પ્રકાર હોય છે. ડીપ કન્ડિશનર પણ હોય છે જે વાળને ચમકદાર અને મોઇશ્ચરાઇઝ્ડ રાખવા માટે લાંબા સમય સુધી રાખી શકાય છે. તેવી જ રીતે લીવ-ઇન કંડિશનર છે જેને ધોવાની જરૂર નથી હોતી.
કન્ડિશનર લગાવવાની સાચી રીત જાણો : આપણા વાળને સારા કન્ડિશનરની જરૂર હોય છે, પરંતુ સાચી રીતે લગાવવું પણ એટલું જ જરૂરી છે. જો તમે કન્ડિશનર યોગ્ય રીતે લગાવતા નથી અથવા તેને લગાવતા નથી તો તમારા વાળને નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીયે કે તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
વાળ ભીના કરો : જો તમારા વાળ ખૂબ ભીના છે તો કન્ડિશનર સારી રીતે લાગી શકશે નહીં. તો પહેલા વાળમાંથી વધારાનું પાણી હોય તેને કાઢી લો અને પછી જ તમારા વાળમાં કન્ડિશનર લગાવો.
વાળની લંબાઈ પર પણ કન્ડિશનર લગાવો : મોટાભાગની મહિલાઓ તેને શેમ્પૂની જેમ લગાવીને માથું ધોઈ લે છે અને વિચારે છે કે કામ પતી ગયું છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમારા વાળને યોગ્ય રીતે પોષણ આપવા માટે કન્ડિશનરને વાળની લંબાઈ પર લગાવવું જોઈએ. વાળના છેડા પર કન્ડિશનર લગાવો અને આંગળીઓથી વાળને બ્રશ કરો.
2-3 મિનિટ લગાવી રાખો કન્ડિશનર : શું તમે કંડિશનર લગાવ્યા પછી તરત જ તમારા વાળ ધોઈ લો છો તો આ પદ્ધતિ સંપૂર્ણપણે ખોટી છે. કન્ડિશનર વાળની લંબાઈ પર લગાવીને ઓછામાં ઓછા 2 થી 3 મિનિટ માટે રહેવા દેવું જોઈએ. આ રીતે તે વાળને ડીપ કન્ડિશન કરશે અને વાળ ઝાંખા નહીં પડે.
વાળને સારી રીતે ધોઈ લો : 2 થી 3 મિનિટ વાળને ઊંડાણપૂર્વક પોષણ આપવા માટે પૂરતી છે. હવે જ્યારે તમે તમારા વાળને યોગ્ય રીતે કન્ડિશન કેવી રીતે કરવું તે શીખી જ ગયા છો તો છેલ્લું સ્ટેપ છે કે સ્વચ્છ પાણીથી તમારા વાળને સારી રીતે ધોઈ લો.
તમારા વાળને કેટલી વાર કન્ડિશન કરવું જોઈએ? આ પ્રશ્ન તમને પણ થતો હશે, પરંતુ તમારે તમારા વાળને કેટલી વાર કન્ડીશનર કરવા જોઈએ તે તમારા વાળના પ્રકાર અને તમે કયા પ્રકારનું કન્ડિશનરનો ઉપયોગ કરો છો તેના પર આધાર રાખે છે. તો ચાલો જાણીએ કે અલગ-અલગ પ્રકારના કન્ડિશનર કેટલી વાર લગાવવા જોઈએ.
રિન્સ-આઉટ કંડિશનર : રિન્સ-આઉટ કંડિશનર એ છે જે આપણામાંથી મોટાભાગની મહિલાઓ આજે પણ શેમ્પૂ કર્યા પછી વાળમાં લગાવે છે. તેને લગાવ્યા પછી વાળ સામાન્ય રીતે 2-3 મિનિટ પછી ધોઇ કાઢવામાં આવે છે. અમેરિકન એકેડમી ઓફ ઈર્મેટોલોજી અનુસાર શેમ્પૂથી ધોવા પછી કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ.
જો તમારા વાળ ખૂબ જ ઓઈલી હોય તો તમારે અઠવાડિયામાં એકવાર કન્ડિશન કરવું જોઈએ, કારણ કે વધુ પડતા ઉપયોગથી વાળ પાતળા થઈ શકે છે. જો તમારી પાસે કલર ટ્રીટેડ, વાંકડિયા અથવા શુષ્ક વાળહોય તો તમારે તમારા વાળને અઠવાડિયામાં 2-3 વખત કન્ડિશન કરવા જોઈએ. આ પ્રકારના વાળને વધારાની નમીની જરૂર હોય છે.
લીવ-ઇન કંડિશનર : લીવ-ઇન કંડિશનરનો ઉપયોગ લાઇટથી મીડીયમ ડ્રાય વાળને મોઇશ્ચરાઇઝ કરવા અને ક્ષતિગ્રસ્ત વાળને રિપેર કરવા માટે થાય છે. અઠવાડિયામાં એકવાર લીવ-ઈન કંડીશનર લગાવવું જોઈએ અને જો તમારા વાળ વાંકડિયા, શુષ્ક અથવા ક્ષતિગ્રસ્ત હોય તો તમારે તેને અઠવાડિયામાં બે વાર લગાવવું જોઈએ.
ડીપ કન્ડિશનર : જો તમે ડીપ કંડીશનરનો ઉપયોગ કરો છો તો તેને લગભગ 30 મિનિટ કે તેથી વધારે સમય માટે વાળ પર લગાવી રાખવું જોઈએ. તે રિન્સ-આઉટ અને લીવ-ઇન કંડિશનર કરતાં થોડું હેવી હોય છે. જ્યારે તમારા વાળને ભારે નુકસાન થાય અને શુષ્ક હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. તે વાળને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. તે તમારી જરૂરિયાત મુજબ સામાન્ય રીતે એક કે બે મહિનામાં તેનો ઉપયોગ કરવો જોઈએ.
ફ્રિઝ ફ્રી અને વાળ ખરતા રાહત મેળવવા માટે તમારે હેર કંડિશનરનો ઉપયોગ કરવો જોઇએ. અમે આશા રાખીએ છીએ કે આ લેખ વાંચીને તમે પણ કંડિશનરનું મહત્વ અને તેને યોગ્ય રીતે કેવી રીતે લાગુ કરવું તે શીખી ગયા હશો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.