best mind games for child
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

જ્યારે બાળકો પાસે સમય હોય છે ત્યારે તેઓ રમતો રમવાનું વધારે પસંદ કરે છે. પરંતુ આ સમયમાં જ્યારે બાળકો મોબાઈલ ગેમ રમે છે. આવી સ્થિતિમાં માતા-પિતા બાળકોને મોબાઈલ ગેમ રમવા દેવા માંગતા નથી. પરંતુ બાળકોને બહાર રમવામાં કોઈ રસ નથી હોતો અને તેઓ વાલીઓ પાસેથી વિવિધ પ્રકારની ગેમ લાવવાનું પણ કહે છે.

પરંતુ જો તમે પણ તમારા બાળકને ખુશ કરવા માંગો છો અને વધારે પૈસા ખર્ચવા પણ નથી માંગતા, તો તમે તેમની સાથે કેટલીક મનોરંજક માઈન્ડ ગેમ રમી શકો છો. આ રમતો બાળકને ખૂબ જ ખુશ તો કરશે જ પરંતુ તે તેનો સમય પણ ખૂબ જ સરળતાથી નીકળી જશે.

સાથે જ તેમના મગજનો વિકાસ પણ આ માઇન્ડ ગેમ્સ રમવાથી થશે. તો આજે આ લેખમાં અમે તમને આવી જ કેટલીક માઈન્ડ ગેમ્સ વિશે જણાવી રહ્યા છીએ જેને તમે બાળકો સાથે મળીને રમી શકો છો અને તેના માટે તમારે પૈસા ખર્ચવાની પણ જરૂર પડશે નહીં.

કોયડો પૂછો : તમે બાળકોને વધારાના સમયમાં વિવિધ પ્રકારના કોયડાઓ પૂછી શકો છો. જો કે બાળકોને શરૂઆતમાં તેને ઉકેલવામાં થોડી સમસ્યા આવી શકે છે. પરંતુ પછીથી ધીમે ધીમે બાળકોને આદત પડતી જશે તેમ તેમ તેમના માટે જવાબ શોધવાનું સરળ બની જશે.

તમે પઝલમાં કોયડાથી લઈને ગણિત સુધીના ઘણા પ્રશ્નો તેમની સામે મૂકી શકો છો. બાળકોને કોયડાઓ ઉકેલવામાં ઘણી મજા આવે છે. આ તેમના મગજને પણ તેજ બનાવે છે, નવી વસ્તુઓ પ્રત્યે તેમની ઉત્સુકતા પણ વધે છે. જો તમને કોયડાઓ નથી ખબર તો તમે આ માટે ઈન્ટરનેટ પરથી લઈ શકો છો.

જીભ ટ્વિસ્ટર ગેમ : આ એક એવી માઇન્ડ ગેમ છે જે બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો રમી શકે છે. આ રમતમાં કેટલાક શબ્દો અથવા લાઈનોનું વારંવાર બોલવાનું હોય છે. આમ કરવાથી બાળકની યાદશક્તિ તો વધે જ છે સાથે સાથે તેના વાંચવાની અને હાર્ડ શબ્દો બોલતા શીખે છે. તેની બોલવાની ક્ષમતા પર પણ સારી અસર પડે છે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે.

શબ્દની સાંકળ ચલાવો : આ પણ ખૂબ જ સરળ ગેમ છે જેને રમવાની પણ ઘણી મજા આવે છે. આ ગેમની ખાસિયત એ છે કે તે બાળકની યાદશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આ રમતમાં બે કે વધારે ખેલાડીઓ હોઈ શકે છે.

રમત રમતી વખતે પહેલા એક શબ્દ બોલવામાં આવે છે અને પછી બીજો ખેલાડી પહેલા શબ્દની સાથે બીજો કોઈપણ શબ્દ બોલે છે. એ જ રીતે પહેલો ખેલાડીએ તે બે શબ્દો સાથે નવો શબ્દ ઉમેરવાનો હોય છે. એ જ રીતે ક્રમ આગળ વધે છે અને દર વખતે એક નવો શબ્દ ઉમેરાય છે.

આ રીતે શબ્દોની સંખ્યા ધીમે ધીમે વધે છે અને પછી ટૂંક સમયમાં કોઈ ખેલાડી શબ્દને લાઈનમાં બોલવામાં કોઈ શબ્દ ભૂલી જાય અથવા તેનો ક્રમ ખોટો હોય તો તે આઉટ થઈ જાય છે. મારા પર વિશ્વાસ કરજો કે આ એક એવી રમત છે જે રમતી વખતે બાળકોને ક્યારેય કંટાળો આવતો નથી.

બાળકો સાથે સુડોકુ ગેમ રમો : સુડોકુ ગેમ જોવામાં સરળ છે પરંતુ તે મગજને ઘણી કસરત આપે છે. આ રમતમાં એક ચોરસ બોક્સ હોય છે જેમાં 1 થી 9 સુધીના નંબરો સળંગ લખવાના હોય છે. પરંતુ તે ધ્યાનમાં રાખવાનું હોય છે કે કોઈ પણ લાઇનમાં નંબરનું પુનરાવર્તન ના થવું જોઈએ. તેથી જ્યારે બાળકો આ ગેમ રમે છે ત્યારે બાળકો સંખ્યા લખતા પહેલા આખી લીટી તપાસે છે અને તેઓનું મગજ તેજ બને છે.

મેમરી ગેમ્સમાં મજા આવશે : આ ગેમ તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રમી શકાય છે. ઘણી ઓનલાઈન એપ્લિકેશનમાં બાળકોની ઉંમર પ્રમાણે મેમરી ગેમ્સ આપવામાં આવે છે. આ ગેમ્સમાં એક પછી એક અલગ-અલગ ડિઝાઇન અને પેટર્ન બતાવવામાં આવે છે અને પછી તેમણે ઓળખવાનું હોય છે કે તેમને કયું ચિત્ર જોયું હતું.

તો હવે તમે તમારા બાળક સાથે કઈ પહેલી રમત રમવાની શરૂઆત કરશો. જો તમને પણ આ ગેમ રમો છો અને તમને કેવી લાગે છે તે અમને પણ જણાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો, આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા