hadka majbut karva mate upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મજબૂત હાડકાં માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ જરૂરી છે. હાડકાં હેલ્દી અને મજબૂત રહે તે માટે મુખ્યત્વે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ખુબ જ જરૂર હોય છે. સંતુલિત આહાર ખાવાથી હાડકાં માટે જરૂરી તમામ પોષક તત્વો શોષવામાં મદદ મળે છે.

હાડકાં માટે કેલ્શિયમ એક જરૂરી વિટામિન છે. સામાન્ય સંજોગોમાં પુખ્ત વયના લોકોને દરરોજ 700 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર પડે છે. આ માટે ડોક્ટર પણ દરરોજ સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે. સોયાબીન, દૂધ, પનીર અને બીજી ડેરી પ્રોડક્ટ, લીલા પાંદડાવાળા શાકભાજી જેવી કે બ્રોકોલી, કોબી અને ભીંડા વગેરે કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે.

4 ઓગસ્ટ ના દિવસને બોન અને જોઈન્ટ ડે તરીકે મનાવવામાં આવે છે. તો આજે આ લેખમાં અમે તમને મજબૂત હાડકાં બનાવવા માટે તમારે તમારા આહારમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ તે વિશે જણાવીશું.

કેળા

કેળા મેગ્નેશિયમનો એક સારો સ્ત્રોત છે. મેગ્નેશિયમ એ હાડકાં અને દાંતની રચના માટે જરૂરી છે. હાડકાંને મજબૂત બનાવવા માટે તમે દરરોજ કેળાનું સેવન કરો. રોજ એક કેળું ખાઈને તમે હાડકાંની સમસ્યાને દૂર કરી શકો છો.

પાલક

લીલા પાંદડાવાળા શાકભાજી જે કેલ્શિયમથી ભરપૂર હોય, તે તમારા દાંત અને હાડકાંને હેલ્દી બનાવવામાં મદદ કરે છે. એક કપ બાફેલી પાલક શરીરની દૈનિક કેલ્શિયમની જરૂરિયાતના 25 ટકા પુરી પાડે છે. આ ફાઈબરથી ભરપૂર પાંદડામાં વિટામિન A અને આયર્ન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી શરીર અને હાડકાં સારું પોષણ મેળવી શકે છે.

નટ્સ

નટ્સમાં કેલ્શિયમ હોવાની સાથે મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. મેગ્નેશિયમ હાડકામાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે. જો તમે ઉંમરની સાથે સાથે તમારા હાડકાંને મજબૂત રાખવા માંગતા હોય તો નટ્સ સારું પોષણ આપી શકે છે.

આ પણ વાંચો : આ 7 વસ્તુઓ તમારા હાડકાને કમજોર બનાવે છે, આજે જ આ આદતો છોડો, 80 વર્ષે પણ લાકડીના ટેકાની જરૂર નહીં પડે

ડેરી પ્રોડક્ટ

દૂધ, દહીં અને પનીર જેવી ડેરી પ્રોડક્ટમાં કેલ્શિયમ ભરપૂર હોયમ છે. જે હાડકાની મજબૂતાઈ અને બંધારણ માટે સૌથી મહત્વપૂર્ણ છે. જેમ તમે એક કપ દૂધ અને એક કપ દહીં એ કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે જેનું તમે દરરોજ સેવન કરી શકો છો.

સંતરા

શું તમે જાણો છો કે તાજા નારંગીના રસમાંથી પણ કેલ્શિયમ અને વિટામિન ડી મેળવી શકાય છે, તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એવું પણ કહેવાય છે કે સંતરાનું નિયમિત સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ પણ અમુકઅંશે ઘટાડી શકાય છે.

વિટામિન ડી

આપણા આહારમાંથી યોગ્ય માત્રામાં વિટામિન ડી મેળવવું થોડું મુશ્કેલ લાગી શકે છે પરંતુ તમે હાડકાંને મજબૂત બનાવવા માટે સૂર્યપ્રકાશમાંથી આ વિટામિન ડી મેળવી શકીએ છીએ. આ માટે વહેલી સવારે સૂર્યપ્રકાશમાં ચાલવું શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

આપણે દરરોજ સૂર્યના સંપર્કમાં આવીને સૂર્યની રોશનીથી વિટામિન ડી બનાવી શકીએ છીએ. વિટામિન ડીની દવાઓ પણ બજારમાં મળે છે પરંતુ તેનું સેવન ડૉક્ટરની સલાહ લઈને જ કરવું જોઈએ.

આ પણ વાંચો

30 વર્ષ પછી તમારા હાડકાં નબળાં થવા લાગે છે, તો તેનું કારણ કેલ્શિયમની ઉણપની સાથે તમારી કેટલીક આદતો પણ છે.

જે મહિલાઓમાં વિટામિન બી 12ની ઉણપને તેમને ખાસ વાંચવું

શિયાળામાં થતો હાડકાંનો દુખાવો પણ દૂર થઇ જશે, ખાઓ આ વસ્તુઓ

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા