hadka kamjor thavanu karan
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે પણ આજકાલ તમારી ફિટનેસ પર વધુ ધ્યાન નથી આપી શકતા, કારણ કે વ્યાયામ કે કસરત કરતી વખતે તમને ઝડપથી થાક લાગી જાય છે. સીડી ચડવામાં પણ તકલીફ થતી હોય તો આ લક્ષણો આપણા હાડકા માટે સારા નથી. આ સંકેતો દેખાય છે તો સમજી જાઓ કે તમારા હાડકાં નબળા પડી રહ્યાં છે અને તેનું કારણ તમારી કેટલીક ખરાબ આદતો હોઈ શકે છે.

જ્યારે પણ આપણા સ્વાસ્થ્યની વાત આવે ત્યારે આપણે આપણા હાડકાંના સ્વાસ્થ્યની અવગણના કરીએ છીએ. આપણને લાગે છે કે જેમ જેમ ઉંમર વધે તેમ હાડકાં સંબંધિત સમસ્યાઓ આવે છે, પરંતુ એવું નથી હોતું. એવી ઘણી નાની-નાની વસ્તુઓ છે જે આપણે દરરોજ કરીએ છીએ, જેના કારણે અજાણતામાં જ આપણા હાડકાં નબળા થવા લાગે છે.

આને કારણે જ આપણે નાની ઉંમરે હાડકા સંબંધિત સમસ્યાઓ જેમ કે સંધિવા અથવા ઑસ્ટિયોપોરોસિસનો ભોગ બનીએ છીએ. વાસ્તવમાં, તેની અસર તમને અત્યારે ના પણ અનુભવાઈ રહી હોય, પરંતુ તેના ખરાબ પરિણામો આપણે પછી ભોગવવા પડશે. ઓસ્ટીયોપોરોસીસ એ એક એવી સ્થિતિ છે જે હાડકાંને કમજોર બનાવે છે, જેનાથી તેમને ઈજાગ્રસ્ત થવાનો ખતરો વધે છે.

આ સમસ્યા ધીમે ધીમે વિકસે છે અને જ્યારે આપણને તેની ખબર પડે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. તેથી, આપણા માટે શ્રેષ્ઠ છે કે સમયસર આપણે આ આદતો સુધારીએ, જેના કારણે હાડકાં નબળાં પડવાની સમસ્યામાંથી બચી શકીએ. તો ચાલો જાણીયે કેટલીક સામાન્ય આદતો વિશે જે ઓસ્ટિયોપોરોસિસનું કારણ બને છે.

સૂર્યસ્નાન ના કરવું 

તે આપણે બધા જાણીએ છીએ કે સૂર્યપ્રકાશ આપણા હાડકાં માટે ખુબ જ જરૂરી છે કારણ કે તે તમને વિટામિન ડીનો સારો સ્ત્રોત છે. વિટામિન ડી આપણા હાડકાંનું રક્ષણ કરે છે અને આપણા શરીરને કેલ્શિયમ અવશોષિત કરવામાં મદદ કરે છે.

અમેરિકન નેશનલ ઓસ્ટીયોપોરોસીસ ફાઉન્ડેશન મુજબ, 50 વર્ષથી ઓછી વયના લોકોને દરરોજ 400 થી 800 IU વિટામિન ડીની જરૂર પડે છે અને 50 થી વધુ ઉંમરના લોકોને 800 થી 1,000 IU ની જરૂર પડે છે. જો તમને સૂર્યપ્રકાશથી પૂરતું વિટામિન ડી નાથજી મળી રહ્યું તો, તમારા ડૉક્ટરનું મુલાકાત લઈને સપ્લિમેન્ટ્સ લખવાનું કહો.

આ પણ વાંચો : આ 7 વસ્તુઓ તમારા હાડકાને કમજોર બનાવે છે, આજે જ આ આદતો છોડો, 80 વર્ષે પણ લાકડીના ટેકાની જરૂર નહીં પડે

બેઠાડુ જીવનશૈલી 

જેટલું વધારે તમે તમારા હાડકાને હલાવશો તો તે તેટલા જ મજબૂત બનશે. મેયો ક્લિનિક અનુસાર, કસરત કરવાથી તમારા સ્નાયુઓ મજબૂત થવાની સાથે હાડકાં પણ મજબૂત થાય છે. જો તમે મજબૂત હાડકાં બનાવવા માંગતા હોય તો આખો દિવસ પલંગ પર સૂવાને બદલે, દોડો, કુદો, ચાલો કે નાચો, બસ આળસને દૂર કરો.

ખૂબ દારૂ અને સોડા પીવો 

જો તમને પણ દારૂ અને સોડા પીવાનું ગમે છે તો તમને જાણવી દઈએ કે તે તમારા હાડકાંને નબળા બનાવી શકે છે. વધુ પડતો આલ્કોહોલ પીવાથી હાડકા માટે જરૂરી હોર્મોન્સના ઉત્પાદન અને કેલ્શિયમના અવશોષિતને અસર થાય છે. કાર્બોરેટેડ પીણાંનું વધુ પાડું સેવન હાડકાની ઘનતા ઓછી થાય છે.

પૂરતું કેલ્શિયમ ના લેવું

મજબૂત અને જાડા હાડકાં માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. તેથી કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં લેવું જરૂરી છે. સામાન્ય રીતે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને કેલ્શિયમ તો મળે છે, પરંતુ જો તે પૂરતું ના હોય તો તે કેલ્શિયમી ઉણપ તરફ દોરી શકે છે.

તેથી, તમારા હાડકાંને મજબૂત રાખવા માટે સંતુલિત અને સ્વસ્થ આહાર લેવો જરૂરી છે, કે જે દિવસ દરમિયાન જરૂરી કેલ્શિયમની ઉણપને પુરી કરી શકાય. તો અજાણતામાં થતી આ કેટલીક ભૂલો પણ હાડકાને કમજોર બનાવવા માટે જવાબદાર છે. જો તમને આ માહિતી સરસ લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.