general hygiene tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બદલાતી ઋતુઓમાં જ નહીં પરંતુ હંમેશા ઘરની સ્વચ્છતા આપણા પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જેથી ઘર સુરક્ષિત અને જીવાણુ મુક્ત રહે અને આપણે બધા પણ સ્વસ્થ રહીએ. અહીં અમે ઘરની સ્વચ્છતાની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું.

જો કે આ બધી ટિપ્સ આપણે બધા જાણીએ તો છીએ, પરંતુ કેટલીકવાર બેદરકારીને કારણે, ક્યારેક સમય ના અભાવના કારણે, અથવા કોઈ બહાનું કાઢીને તેની અવગણના કરતા રહીએ છીએ. પરંતુ સારું રહેશે તમે તેને અપનાવો અને સુરક્ષિત રહો અને ઘરને પણ સ્વસ્થ રાખો.

સૌ પ્રથમ ઘરના દરવાજાની સ્વચ્છતા ખુબ જ જરૂરી છે. ઘરની બહાર સારી ગુંણવત્તાવાળું ડોર મેટ્સ એટલે કે પગ લુછણીયું રાખો. સમય સમય પર તેને પણ સાફ કરો. ડોરબેલને નિયમિતપણે સેનિટાઇઝ કરો કારણ કે તેને ઘણા પ્રકારના લોકો સ્પર્શે છે અને તેના દ્વારા જંતુઓ ઘરમાં કે આપણા શરીરમાં પણ પ્રવેશી શકે છે.

એન્ટીબેક્ટેરિયલ સ્પ્રેથી દરવાજો પણ સાફ કરો. ઘરમાં નિયમિત ડસ્ટિંગ કરો, જેથી ધૂળ એકઠી ન થાય અને તમને સ્વસ્થ વાતાવરણ મળી શકે. છત અને દિવાલો સાફ રાખો જેથી કરોળિયા જાળા ન બનાવે. ઘરમાં પંખાઓની સ્વચ્છતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

સમયાંતરે સોફા કવર અને બેડશીટ ધોવો કારણ કે તેમાં પણ કીટાણુઓ વધી શકે છે અને તમને બીમાર કરી શકે છે. તકિયાના કવરને પણ સમયસર સાફ કરો. એ જ રીતે ફર્નિચર અને બાકીના સામાનની ડસ્ટિંગ કરો. ઘરમાં વાસણમાં કે ડોલમાં પાણી ભરેલું ના રાખો કારણ કે એકઠા થયેલા પાણીમાં મચ્છર પેદા થઈ શકે છે અને બીમારીઓ ઉત્પન્ન કરી શકે છે.

બાથરૂમ વધારે ભીનું ના રાખવું જોઈએ. સ્નાન કર્યા પછી બાથરૂમને સૂકવી લો. ડોલ અને મગ પ્લાસ્ટિકના હોય છે તેથી અમુક સમય પછી બાદ;લતા રહો અને તેને સાફ પણ રાખો. નળ અને બેસિન સાફ કરો. બેસિનમાં ફિનાઈલની ગોળીઓ નાખીને રાખો.

ટૂથબ્રશની જગ્યા પણ સાફ રાખો કારણ કે લોકો ત્યાં સ્વચ્છતાની અવગણના કરે છે. પડદાની સ્વચ્છતાનું ધ્યાન રાખો. ઘરની બારીઓ દિવસમાં થોડા સમય માટે ખુલ્લી રાખો જેથી સૂર્યપ્રકાશ અને તાજી હવા અંદર આવી શકે. સૂર્યપ્રકાશ જીવાણુઓને મારી નાખે છે અને તાજી હવા તમને ફ્રેશ અનુભવ કરાવે છે.

રસોડાની સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો કારણ કે મહિલાઓનો સૌથી વધારે સમય ત્યાં જ પસાર થાય છે. રસોઈ બનાવતા પહેલા વાસણો ધોઈને તેનો ઉપયોગ કરો કારણ કે રાત્રે વંદાઓ વાસણો પર ફરીને ચેપ છોડી શકે છે અને તમને બીમાર કરી શકે છે. શાકભાજીને ધોઈને જ શાક બનાવો. કટીંગ બોર્ડ ઉપયોગ કરીને સાફ કરો.

માંસાહારી માટે અલગ વાસણો અને કટિંગ બોર્ડનો ઉપયોગ કરો. ફ્રિજને સમયાંતરે સાફ કરો અને તેમાં સામાન દબાવી દબાવી ને ના ભરો. ઘણીવાર લોકો વર્ષો સુધી ફ્રીજને સાફ પણ નથી કરતા. રસોડામાં એક્ઝોસ્ટ ફેન હોવો જોઈએ કારણ કે હેલ્દી રસોઈ માટે યોગ્ય વેન્ટિલેશન જરૂરી છે.

રસોડાના સિંકની સ્વચ્છતા ખુબ જ મહત્વપૂર્ણ છે. ખોરાકના કણોને સિંકમાં એકઠા ના થવા દો. બાથરૂમ અને ટોયલેટ નિયમિત સાફ કરો. ટોયલેટ અને ભાટરૂમને માત્ર સાબુ અને પાણીથી ધોઈને પોલિશ કરવું જ પૂરતું નથી, પરંતુ તેને જંતુમુક્ત કરવું પણ મહત્વપૂર્ણ છે. નહાવાના ટુવાલ પણ સાફ રાખો અને નિયમિત ધોવો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા