ફરાળી અપ્પમ ૫ મિનિટ મા બનાવાની રીત

0
375

આજે અમે તમારી માટે એક નવી રેસીપી લઇ ને આવ્યા છીયે જે તમે ખુબજ ઓછા તેલમા બનાવી શકો છો. જે ખાવામા પન એક્દમ ટેસ્ટી છે. જો તમે મોરૈયો અને બટાકા ની સુકી ભાજિ ખાઇને કંટારી ગયા હોય તો આ રેસીપી એકવાર જો ઇ લો અને ઘરે જરૂર થી ટ્રાઇ કરજો.

સામગ્રી:

  • ૧ કપ મોરૈયો
  • ૧/૪ કપ સાબુદાણા
  • ૧ કપ છાશ / દહી
  • ૧ ચમચી જીરુ
  • ૩ ચમચી કોથમીર
  • ૨ ચમચી જેટલા મરચા
  • અડધી ચમચી ખાવાના સોડા
  • ૧/૪ કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

 બનાવવાની રીત

સૌથી પહેલા મિક્શર મા સાબુદાણા લઇ ને વાટી લો. હવે એમા મોરૈયો ઉમેરીને ફરીથી ક્રશ કરી લો. હવે તમારો એક્દમ સરસ લોટ તૈયાર થઇ ગયો છે. તમે આ લોટ ને એક મોટા વાસણ મા લઈ લો.

Farali Appam

હવે આ લોટ મા જીરુ, કોથમીર, મરચા, સોડા ,મીઠું  અને છાશ  ઉમેરી બરોબર મિક્સ  કરી લો. હવે આમા પાણી ઉમેરી એક્દમ સરસ ખીરુ બાંધી લો. (પાણી વધારે ના પડી જાય એનુ ધ્યાન રાખવાનુ છે.). હવે આને ૧૦ મીનીટ સુધી રેહવા દો. ૧૦ મિનિટ પછી, ઇડલી પાન ને તેલ થી ગ્રીશ કરી લો. હવે ખીરા ને એક ચમચીની મદદથી લઇ તેની અંદર દરેક ખાના મા એક એક મુકો. હવે તેના પર ઢાકનુ મુકિને ૫ મીનીટ સુધી મીડીયમ ગેસ કરિને ચડવા દો.

Farali Appam recipe

હવે જ્યારે ૫ મીનીટ થઇ જાય એટલે  તેણે બીજી બાજુ ૫ મિનીટ સુધી સેકાવા દો. (અહિ એક ચમચી જેટલુ તેલ ઉપ્પર લગાવવુ.) તો અહિ આપણા અપ્પમ તૈયાર છે. જે તમે દહિ કે ચટની સાથે સર્વ કરી શકો છો. જે ખાવા મા એક્દમ ટેસ્ટી હશે.