Do not do this after 7 pm to lose weight
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા એવું ઇચ્છીએ છીએ કે ફિટ અને સ્વસ્થ રહીએ. સ્વસ્થ રહેવા માટે યોગ્ય વજન હોવું પણ ખૂબ જ જરૂરી છે. વધતું વજન દરેકને વ્યક્તિને પરેશાન કરે છે. સ્થૂળતાના કારણે અનેક રોગોનો ખતરો પણ રહે છે. વજન ઘટાડવા માટે તંદુરસ્ત જીવનશૈલી જાળવવી ખૂબ મહત્વપૂર્ણ છે.

જ્યારે પણ આપણે વજન ઘટાડવાનું વિચારીએ, ત્યારે આપણે હંમેશા શોર્ટકટની શોધમાં હોઈએ છીએ. પરંતુ વાસ્તવમાં વજન ઘટાડવાનો કોઈ શોર્ટકટ રસ્તો નથી. આ માટે, તંદુરસ્ત આહાર, યોગ્ય જીવનશૈલીની આદતો પસંદ કરવી જરૂરી છે. ઘણીવાર આપણે વજન ઘટાડવા માટે ઘણા મોંઘા ડાયટ પ્લાનનો આશરો લઈએ છીએ, પરંતુ તેમ છતાં વજન ઝડપથી ઘટતું નથી. તેની પાછળ આપણી કેટલીક આદતો જવાબદાર છે.

જો તમે વજન ઘટાડવાનું નક્કી કર્યું છે, તો તમારે સાંજે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમે તમને અહીં એવી 4 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે સાંજે 7 વાગ્યા પછી ન કરવી જોઈએ. ડાયટિશિયન રાધિકા ગોયલે તેના ઇન્સ્ટાગ્રામ પરથી આ અંગેની માહિતી શેર કરી છે.

કેફીન પીણાંનું સેવન

સાંજે 7 વાગ્યા પછી કેફીનયુક્ત પીણાંનું સેવન ન કરો. જો તમે મોડી સાંજે અથવા રાત્રે ચા, કોફી અથવા એનર્જી ડ્રિંક પીતા હોય તો તે તમારા ઊંઘના ચક્રને ખલેલ પહોંચાડી શકે છે. જેની સીધી અસર તમારા વજન પર પડી શકે છે. તેથી સાંજે 7 વાગ્યા પછી કેફીનયુક્ત પીણાં ન પીવો. તેના બદલે તમે હર્બલ ટી અથવા હૂંફાળું પાણી પી શકો છો.

ફળનું સેવન

ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તમે મોડી રાત્રે ફળો ખાઓ છો, તો તે તમારી પાચન પ્રક્રિયાને ધીમી કરી શકે છે અને વજન ઘટાડવાને બદલે તે વધી શકે છે. ફળોનું યોગ્ય પોષણ મેળવવા માટે, તેને દિવસના સમયે જ ખાઓ.

આ પણ વાંચો : મોડી રાત્રે ખાવાની આ આદતને બદલો, એસિડિટી, ગેસ, પેટમાં દુખાવો ઊંઘમાં તકલીફ થઇ શકે છે

મોડે સુધી જાગવું

ઘણીવાર લોકો આ તરફ ધ્યાન નથી આપતા, પરંતુ ઊંઘનો સીધો સંબંધ વજન સાથે છે. સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે. જો તમે મોડી રાત સુધી જાગતા રહેશો તો તેનાથી હોર્મોનલ અસંતુલન થઈ શકે છે. જે તમારા વજન ઘટાડવા પર અસર કરશે. એટલા માટે મોડી રાત સુધી ન જાગો. સૂવાનો સમય સેટ કરો અને દરરોજ તે જ સમયે સૂવાનો પ્રયાસ કરો.

ઉચ્ચ કેલરી ફેટી ખોરાક

જો તમે ઊંઘતા પહેલા અથવા મોડી સાંજે ઉચ્ચ કેલરીવાળા ચરબીયુક્ત ખોરાક ખાઓ છો, તો તેની સીધી અસર તમારા વજન પર પડે છે. વધુ કેલરીવાળા ખોરાકને પચવામાં વધુ સમય લાગે છે, જેનાથી વજન વધી શકે છે. સાંજના ભોજનમાં પોષણયુક્ત અને ઓછી કેલરીવાળો ખોરાક લો.

આ પણ વાંચો : હજી સમય છે ચેતી જજો, તમને પણ ખાવાની આ ખોટી આદત છે તો આજે જ છોડી દો, પાછળથી પછતાવું ન હોય તો જાણી જ લો

નિષ્ણાતની પોસ્ટ અહીં જુઓ

 

View this post on Instagram

 

A post shared by Dt.Radhika Goel (@dt.radhikagoel)

જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરજો. આવી વધુ જાણકારી ઘરે બેઠા મેળવવા રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા