ગામડાની કે નાના શહેરોની તુલનામાં સૌથી વધારે મોટા શહેરોમાં મોડી રાત્રે ખાવાનો ટ્રેન્ડ બની ગયો છે. લોકો અડધી રાત્રે પણ હોટલોમાં જાય છે. ઘણા લોકો પથારીમાંથી ઉઠીને ઘરે બનાવેલું ભોજન ખાતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે મોડી રાતે અથવા અડધી રાત્રે ખાવાથી એક નહીં પણ અનેક નુકસાન છે.
અને જો તમને નુકસાન નથી લાગતું તો તમારે આ લેખ વાંચવો જ જોઈએ. કારણ કે આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે મોડી રાતે ખાવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે અને કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
સાચો સમય શું છે ખાવાનો : જો કે આપણે સૌ જાણીયે છીએ કે રાત્રિના દસ વાગ્યા પહેલા ખોરાક ખાવો જોઈએ. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આયુર્વેદ મુજબ રાત્રે જમવાનો યોગ્ય સમય સાત વાગ્યાનો છે.
એવા ઘણા લોકો છે જે સાત અથવા આઠ કે દસ વાગ્યે નહીં, પણ અડધી રાત્રે સુતા પહેલા 11 અથવા 12 વાગ્યે ખાતા હોય છે. તો આવી સ્થિતિમાં મોડી રાત્રે ભોજન ખાવાથી એક નહીં પરંતુ ઘણી સમસ્યાઓ થવા લાગે છે. ચાલો હવે જાણીએ મોડી રાત્રે ખાવાથી શું શું સમસ્યાઓ થઇ શકે છે.
એસિડિટી: મોડી રાત્રે ખાવાની સૌથી પહેલી સમસ્યા એસિડિટી થઇ શકે છે . જો તમે દરરોજ મોડી રાત્રે ખાતા હોય તો તેનાથી હાર્ટબર્નની સમસ્યા પણ થઈ શકે છે. કેટલીકવાર પેટ સંબંધિત બીજી સમસ્યાઓ પણ થવા લાગે છે. તો તમારે મોડી રાત્રે ખાવાની આદતને બદલવી જોઈએ અને સમયસર જમી લેવું જોઈએ.
ભારે ખોરાક ના ખાવો જોઈએ : કદાચ તમને આદત નહીં હોય પરંતુ એવા હજારો લોકો છે જે અડધી રાત્રે ભારે ખોરાક ખાય છે. તેઓ એવું વિચારીને ભારે ખોરાક ખાય છે કે જમ્યા પછી સૂઈ જવું છે ને. પરંતુ આયુર્વેદ કહે છે કે વ્યક્તિએ મોડી રાત્રે ભારે ખોરાક ના ખાવો જોઈએ.
તેનાથી પેટ ખરાબ થવાથી લઈને ગેસ, ઊંઘમાં તકલીફ અને પેટમાં દુખાવો થઈ શકે છે. તો આવી સ્થિતિમાં તમારે મોડી રાત્રે ભારે ખોરાક ખાવાની આદતને બદલવી જોઈએ.
જલ્દી જલ્દી ના ખાઓ : જો કે દરેકને આ નિયમ દરેક સમયે લાગુ પડે છે, પરંતુ કેટલીકવાર રાત્રે મોડું થવાને કારણે લોકો જલ્દી જલ્દી ખાવાનું શરૂ કરી દે છે. ઘણા લોકો પાંચ મિનિટમાં ખોરાક ખાઈને પથારીમાં સુવા માટે ચાલ્યા જાય છે. તો આવી સ્થિતિમાં જો તમને પણ ઝડપથી ખાવાની આદત હોય તો આ આદતને બદલવાની જરૂર છે અને ખાવાનું અને સૂવા જવાની વચ્ચે થોડું ચાલવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
આ વસ્તુઓને સામેલ કરો : જો તમે મોડી રાત્રે ખાવાનું ખાઈ રહયા છો, તો તળેલા ખોરાકનું સેવન ના કરો. તમે 8 વાગ્યા પહેલા મને મગની દાળ અને હળવા ભાત ખાઈ શકો છો. આ સિવાય તમે ફળ, રોટલી અને લીલા શાકભાજી ખાઈ શકો છો. તમે આ દિનચર્યાઓનું પાલન કરીને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો.
જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આવી જ બીજી જીવનઉપયોગી જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.