દહી સુજી સેન્ડવિચ ખૂબ જ મજેદાર રેસીપી છે. તમે તેને સવારના નાસ્તામાં અથવા સાંજે ચા માં અથવા ક્યારેક થોડી ભૂખ લાગી હોટ ત્યારે પણ બનાવી શકો છો. અને બાળકોને ટિફિન બનાવીને પણ આપી શકાય છે. સોજી દહીં સેન્ડવીચ રેસીપી ખૂબ જ સારી રેસીપી છે.
દહી સુજી ઝડપી પણ બની જાય છે ઉપરાંત, ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વૃદ્ધ છે કે બાળકો બધા તેને ખાઈ શકે છે. તેને બનાવવામાં વધારે સમય લાગતો નથી, તે ચપટીમાં તૈયાર થાય છે. દરેકને આ દહી સોજી સેન્ડવિચ ખૂબ ગમે છે.
- દહીં સુજી સેન્ડવિચ સામગ્રી :
- બ્રેડ સ્લાઈસ – 8
- દહીં -એક કપ
- સોજી – એક કપ
- માખણ – બે ચમચી
- આદુની પેસ્ટ – એક નાની ચમચી
- ડુંગળી – બારીક સમારેલી
- ટામેટા – બારીક સમારેલું
- લીલું મરચું – 2 ઝીણા સમારેલા
- લીલો ધાણા – એક ચમચી
- મીઠું – સ્વાદ પ્રમાણે
- તેલ – 4 ચમચી
દહીં સુજી સેન્ડવિચ બનાવવાની રીત :
દહીંની સોજી સેન્ડવિચ બનાવવા માટે, એક બાઉલમાં દહીં – સોજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. અને તેને 10 થી 12 મિનિટ સુધી ઢાંકી રાખો. 10 થી 12 મિનિટ પછી, દહીંના સોજીના મિશ્રણમાં બારીક સમારેલા લીલા ધાણા, ડુંગળી, ટામેટા, આદુની પેસ્ટ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે બ્રેડને છરી અથવા ચપ્પા ની મદદ થી સાઈડના ખૂણા કાપીને તેને ત્રિકોણમાં કાપી લો અને તે જ સમયે ગેસ પર એક પેન ગરમ કરવા મુકો. જ્યાં સુધી પેન ગરમ થાય ત્યાં સુધી બ્રેડ ની સ્લાઈસ ઉપર દહીં સુજી વાળું મિશ્રણ પાથરી અને તેના પર બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકી દો.
હવે પેન સારી રીતે ગરમ થઈ ગઈ હશે. હવે પેન પર માખણ નાંખો અને સેન્ડવિચ મૂકીને તેને બંને બાજુ સારી રીતે શેકી લો. દહી સોજીની મસ્ત અને કડક સેન્ડવીચ તૈયાર છે. તેને તમારી પસંદની ચટણી અથવા ટામેટાની ચટણીથી થી સર્વ કરી શકો છો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા