can you fix scratches on wood furniture
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજકાલ દરેકના ઘરે ફર્નિચર હોય છે કારણ કે તે ઘરની સુંદરતામાં વધારો કરે છે. ફર્નિચર દરેક ઘરની જરૂરિયાત બની ગઈ છે. સામાન્ય રીતે લોકો પોતાના ઘરની જગ્યા અને ઈન્ટિરિયરને ધ્યાનમાં રાખીને ફર્નિચર કરાવે છે. જોકે માર્કેટમાં ઘણા પ્રકારના સ્ટાઇલિશ ફર્નિચર મળી રહે છે.

પરંતુ લાકડાના ફર્નિચરની વાત કંઈક અલગ હોય છે. આ એક ખૂબ જ ક્લાસિક ફર્નિચર હોય છે, જેનો ઉપયોગ ઘર અને ઓફિસમાં લાંબા સમયથી કરવામાં આવે છે. લાકડાના ફર્નિચરનો ટ્રેન્ડ આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનો છે.

જો કે, લાકડાના ફર્નિચર, કેટલીકવાર આપણી બેદરકારીને કારણે લાકડાના ફર્નિચર પર સહેજ સ્ક્રેચ પડી જાય છે. જેના કારણે ફર્નિચર જૂનું દેખાવા લાગે છે. પરંતુ જો તમે એક પણ પૈસો ખર્ચવા નથી માંગતા અને ફર્નિચરને પહેલા જેવું બનાવવા માંગતા હોય તો અખરોટની આ ટિપ્સ અજમાવો.

અખરોટથી સ્ક્રેચ દૂર કરો : જો લાકડાના ટેબલ અથવા કોઈપણ ફર્નિચર પર સહેજ સ્ક્રેચ અથવા સ્ક્રેચના નિશાન હોય તો તેને ઠીક કરવા માટે અખરોટનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપાય તમને સાંભળીને નવાઈ લાગશે, પરંતુ ખરેખર કામ કરે છે. આ ટિપ્સ માટે ફક્ત અખરોટનો એક ટુકડો અને સૂકા નરમ કપડાની જરૂર છે.

આ સ્ટેપ અનુસરો : આ માટે સૌથી પહેલા એક અખરોટને તોડીને તેની અંદરથી અખરોટને કાઢી લો. હવે અખરોટના તે ટુકડાથી તેને નાના સ્ક્રેચ દેખાય છે ત્યાં ઘસો. તમે થોડી વાર સતત ઘસો. આ ત્યાં સુધી કરો જ્યાં સુધી સ્ક્રેચના નિશાન ધીમે ધીમે દૂર ન થવા લાગે.

હવે તમારી આંગળીથી તે ભાગને હળવા હાથે ઘસો. હવે તમે થોડા સમય માટે આ રીતે છોડી દો. આ અખરોટનું તેલ તમારા લાકડાને ઠીક કરવામાં મદદ કરશે. લાકડું અખરોટમાં રહેલા તેલને શોષી લે છે અને સ્ક્રેચને ફરી ભરવામાં મદદ કરે છે.

થોડા સમય પછી, સ્વચ્છ કપડાથી તે ભાગને સાફ કરો. તમે જોશો કે લાકડાના ફર્નિચર પરના નિશાન લગભગ બધા દૂર થઇ ગયા હશે અને અખરોટના તેલને કારણે લાકડું પણ પોલિશ થઈ જશે. જો સ્ક્રેચ સંપૂર્ણપણે દૂર ન થાય તો આ પ્રક્રિયાને ફરીથી પુનરાવર્તન કરો.

આ બાબતો ધ્યાનમાં રાખો : તમને જણાવી દઈએ કે આ ટિપ્સ ફક્ત નાના નાના સ્ક્રેચ પર કામ કરે છે. જો તમારા લાકડાના ફર્નિચરને મોટા ખાડા પડી ગયા હશે તો તમારે કારીગરની જરૂર પડી શકે છે. જ્યારે તમે અખરોટને લાકડા સાથે ઘસશો, ત્યારે ભાર આપીને દબાવીને કરો જેથી અખરોટમાંથી તેલ નીકળી શકે. આ લાકડાના સ્ક્રેચને ભરવામાં મદદ કરે છે.

તો હવે તમે પણ એક વાર અખરોટનો આ ઉપાય અજમાવી જુઓ અને તમારા લાકડાના ફર્નિચરને પહેલા જેવું નવું બનાવો. ઉપરાંત, જો તમને અમારો આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “મોંઘા લાકડાના ફર્નિચર પર દેખાતા નાના સ્ક્રેચ માત્ર 2 મિનિટમાં દૂર થઇ જશે, અખરોટનો આ રીતે કરો ઉપયોગ”

Comments are closed.