calcium rich foods in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેલ્શિયમની જરૂર દરેક વ્યક્તિને દરેક ઉંમરમાં જરૂર હોય છે. કેલ્શિયમ વધતા બાળકોથી લઈને મેનોપોઝમાંથી પસાર થઈ રહેલી મહિલાઓ સુધી દરેક માટે મજબૂત હાડકાનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ આજના સમયમાં ઘણા લોકોને તેની ઉણપ હોવા મળી રહી છે.

કેલ્શિયમની ઉણપ એક એવી સમસ્યા છે કે જો ઉણપ વધારે હોય તો તેનાથી હાડકાના ઘણા રોગો થઈ શકે છે અને હાડકા કમજોર થઇ જાય છે. જો એક રીતે જોવામાં આવે તો કેલ્શિયમની ઉણપની સમસ્યા, વધતી ઉંમરની સાથે અને વૃદ્ધત્વની ઉંમરમાં વધારે વધી જાય છે અને આવા સમયે વ્યક્તિએ આહારની સાથે સાથે સપ્લીમેન્ટ્સનું ધ્યાન પણ રાખવું જોઈએ.

પરંતુ શું તમે જાણો છો કે કેલ્શિયમની ઉણપને પુરી કરવા માટે વ્યક્તિએ કેવા પ્રકારની વસ્તુઓ ખાવી કે પીવી જોઈએ? તમારા આહારમાં કેવા પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને તમે આ ઉણપને પુરી કરી શકો. સૂર્યપ્રકાશ લેવાથી પણ વિટામિન ડી કુદરતી રીતે લઇ શકાય છે.

મોટાભાગના લોકો માને છે કે જ્યાં કેલ્શિયમની વાત આવે છે ત્યાં સૌથી પહેલા દૂધનું નામ લેવામાં આવે છે, પરંતુ દૂધ સિવાય પણ ઘણી બીજી વસ્તુઓ છે જે દૂધ કરતા પણ વધારે કેલ્શિયમ આપી શકે છે.

1. ગાજર અને પાલક આપશે દૂધ કરતાં વધુ કેલ્શિયમ : જો તમને વધુ કેલ્શિયમ જોઈએ છે તો તમે 6 ગાજરનો રસ અને 50 ગ્રામ પાલકનો રસ પી શકો છો. જો આ બંનેને મિક્સ કરીને પીવામાં આવે તો તો લગભગ 300mg કેલ્શિયમ મળી જાય છે. તેની સરખામણીમાં જો તમે ગાયનું 200ml દૂધ પીવો છો તો તમને માત્ર 240mg કેલ્શિયમ આપી શકે છે.

2. દૂધ જેટલું કેલ્શિયમ આપે છે દાળ : જો તમે દાળની વાત કરીએ તો કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરવા માટે રાજમા, કાબુલી ચણા, કાળી દાળ વગેરેમાં જેટલું કેલ્શિયમ મળે છે એટલું જ કેલ્શિયમ તમને એક ગ્લાસ દૂધમાંથી મળી જાય છે. 100 ગ્રામ કાચી દાળમાં 200 થી 250 મિલિગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે.

3. તલ કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરશે : સફેદ અને કાળા બંને તલ તમારી કેલ્શિયમની ઉણપ પુરી કરી શકે છે. જો તમે દરરોજ 3 થી 4 ચમચી તલ ખાઓ છો તો તમે દૂધ પીવાથી બચી શકો છો. 100 ગ્રામ તલમાં લગભગ 1400 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે એટલા માટે તલનો ઉપયોગ આહાર માટે સારો છે. જો કે ઘણા લોકોને તેના કારણે પેટની સમસ્યા પણ થાય છે તેથી ડૉક્ટરની સલાહ પછી જ ખાઓ.

4. સોયા દૂધ થી કરો ડેરી પ્રોડક્ટની અછતને કરો પુરી : જો તમે ડેરી પ્રોડક્ટ લેવા નથી માંગતા તો તમે તેની અછતને પુરી કરવા માટે સોયા મિલ્ક લઈ શકો છો. આ એક દિવસમાં બે ગ્લાસ સોયા મિલ્કથી પૂર્ણ થઇ જશે. તે જરૂરી આઇસોફ્લેવોન્સ પણ પ્રદાન કરે છે જે ઓસ્ટીયોપોરોસિસની સમસ્યાને દૂર રાખવામાં મદદ કરે છે.

5. સોયા નટ્સ : જો તમે સોયા નટ્સને નાસ્તા તરીકે ખાઓ છો તો તે કેલ્શિયમની ઉણપને પુરી કરી શકે છે. 100 ગ્રામ સોયા નટ્સમાં લગભગ 240 ગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે. આ સિવાય પણ તમે વિવિધ પ્રકારના નટ્સને મિક્સ કરીને ખાઈ શકો છો.

6. લીલા પાંદડાવાળા શાકભાજી : લીલા પાંદડાવાળા શાકભાજીમાં પણ ભરપૂર પ્રમાણમાં ફોલિક એસિડ, કાર્બોહાઇડ્રેટ્સ, ફોસ્ફરસ, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર અને આયર્ન જોવા મળે છે, જે તમારા સ્વાસ્થ્ય સારું રાખે છે અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

7. બદામ : બદામને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. બદામ મગજે તેજ બનાવે છે અને યાદશક્તિમાં વધારો કરે છે. તે હાડકાં અને દાંતને મજબૂત કરવામાં અને સ્નાયુઓને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

8. અંજીર : અંજીરમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ માત્રા ભરપૂર હોય છે. જે તમારા હાડકાંને મજબૂત બનાવવામાં અને તેને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરી શકે છે. અંજીરનું નિયમિત સેવન કરવામાં આવે તો શરીરને થતા અનેક રોગોથી બચી શકાય છે.

આ બધી વસ્તુઓ કેલ્શિયમની ઉણપની જરૂરિયાત પૂરી કરી શકે છે, પરંતુ તેમ છતાં તમારા આહારમાં કોઈપણ વસ્તુનો સમાવેશ કરતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી જરૂરી છે. કારણ કે ઘણા લોકોને અમુક વસ્તુની એલર્જી હોય છે તો તેને તમારા આહારમાં લેવાનું ટાળવું જોઈએ. જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા