calcium rich food list in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે જાણો છો કે દૂધને શા માટે હેલ્ધી માનવામાં આવે છે? દૂધ અને ડેરી પ્રોડક્ટ્સને હેલ્ધી એટલા માટે માનવામાં આવે છે એનું એક મહત્વનું કારણ એ છે કે દૂધના ઉત્પાદનોમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને તે હાડકાં માટે સારું છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્યને સંબંધિત ઘણી સમસ્યાઓ પછી પણ દૂધને હેલ્ધી ભોજનની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.

પણ જો દૂધ અને ડેરી ઉત્પાદનો દૂર કરવામાં આવે તો કેલ્શિયમના કયા સ્ત્રોત સારા સાબિત થઈ શકે છે ? કેલ્શિયમ શરીર માટે ખુબ જ જરૂરી છે અને કેલ્શિયમ બીજા મિનરલ્સની તુલનામાં શરીરમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે.

હાડકાં અને દાંતની તંદુરસ્તી જાળવી રાખવા માટે કેલ્શિયમ ખૂબ મહત્વનું છે અને તે મહિલાઓ અને છોકરીઓમાં માસિક સ્રાવ પહેલાની સમસ્યાઓ ઘટાડે છે અને 50 વર્ષથી ઉપરની મહિલાઓ માટે કેલ્શિયમની નિયમિત માત્રા લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તેમને હાડકાની કોઈ બીમારી ન થાય.

કોણે કેટલું કેલ્શિયમ લેવું જોઈએ જાણો નીચે પ્રમાણે? કેલ્શિયમનું દૈનિક સેવન દરેક વ્યક્તિ માટે બદલાય છે. મોટાભાગના પુખ્ત વયના લોકો માટે દરરોજ 1000 મિલિગ્રામ બરાબર છે. 50 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ માટે અને 70 વર્ષથી વધુ ઉંમરના તમામ પુરુષો માટે 1200 મિલિગ્રામ કેલ્શિયમ યોગ્ય રહેશે. 4-18 વર્ષના બાળકો માટે 1300mg કેલ્શિયમ યોગ્ય રહેશે.

કઈ વસ્તુઓમાં દૂધ જેટલું જ કેલ્શિયમ હોય છે? તલ: સફેદ અને કાળા બંને તલના બીજમાં વધુ કેલ્શિયમ હોય છે. બે ચમચી તલ 300 મિલિગ્રામ એટલે કે કેલ્શિયમ દૂધના એક ગ્લાસ જેટલું મળી શકે છે.

ચિયા સીડ્સ : ચિયાના બીજમાં ઘણું કેલ્શિયમ હોય છે. તેઓ ઓમેગા -3 ફેટી એસિડ, પ્રોટીન અને ફાઇબરથી પણ ભરપૂર હોય છે. દિવસમાં માત્ર બે ચમચી ચિયા બીજ, તમને બે ગ્લાસ દૂધ બરાબર કેલ્શિયમ આપી શકે છે.

ખસખસ : ખસખસ કેલ્શિયમથી ભરપૂર હોય છે. તેમને હલવા અથવા ખીર વગેરેમાં ઉમેરી શકાય છે અને કેલ્શિયમની સાથે તેઓ પ્રોટીન, ફાઇબર અને મેંગેનીઝથી પણ ભરપૂર હોય છે.

લીલા પાંદડાવાળા શાકભાજી : લીલા પાંદડાવાળા શાકભાજીમાં ઘણા પોષક તત્વો હોય છે અને મેથી, પાલક જેવા પાંદડાવાળા કેલ્શિયમથી ભરપૂર હોય છે. તેમને ઘણી રીતે તમારા આહારમાં લઇ શકાય છે.

કેલ્શિયમથી ભરપૂર બીજા સ્ત્રોત: 100 ગ્રામ રાજમા માં 140 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. 100 ગ્રામ બદામ માં 260 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. 8 અંજીરમાં 241 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. 100 ગ્રામ ટોફુમાં 680 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. આ સિવાય શક્કરીયા, સૂર્યમુખીના બીજ, બ્રોકોલી, ભીંડા, નારંગી વગેરેમાં પણ થોડા માત્રામાં કેલ્શિયમ હોય છે.

તમારા શરીરની બધી જરૂરિયાતને પૂરી કરવા માટે, તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારી પ્લેટમાં તમામ રંગો હોવા જોઈએ. આ સ્થિતિમાં તમામ પ્રકારના મિનરલ્સ તમારા આહારનો એક ભાગ બની જાય છે.

જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે, તો ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો અને ડોક્ટરની સલાહ પ્રમાણે, આહારમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરો. જો તમને આ વાર્તા ગમી હોય, તો તેને જરૂરથી શેર કરો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા