bhinda nu shaak recipe in gujarati language
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે જાણીયે છીએ કે ભીંડા ચીકણા હોય છે. ભલે આપણા દેશમાં ભીંડાનું શાક લોકપ્રિય છે પરંતુ તેની ચીકાસને કારણે ઘણા લોકો તેનું શાક ખાવાનું પસંદ કરતા નથી. શાક કાપતી વખતે ચીકણી હોવાની સાથે તેનું શાક બનાવતી વખતે પણ તેની ચીકાશ જાળવી રાખે છે.

આ કારણો ના લીધે ભલે તે સ્વાદમાં ભરપૂર હોવા છતાં લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. હકીકતમાં આ ભીંડાની ચીકણાપણુંનું કારણ મ્યુસિલેજ અથવા શ્લેષ્મા હોય છે. આ એવો એક ચીકણો પદાર્થ છે જ્યારે ભીંડાને કાપતી વખતે બહાર આવે છે.

તેના ચીકણા સ્વભાવને કારણે આ શાકભાજીનો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે. તમે કેટલીક સરળ ટિપ્સ અજમાવીને ભીંડીના ચીકાશને દૂર કરીને ક્રિસ્પી ભીંડીનું શાક બનાવી શકો છો અને તમે તેને કાપતી વખતે પણ તેની ચીકાશથી બચી શકો છો.

ભીંડાની ચીકાશનું કારણ : ભીંડામાં મ્યુસિલેજ નામનો એક પદાર્થ જોવા મળે છે જે તેને મુખ્યત્વે ચીકણું બનાવે છે. આ પદાર્થ એલોવેરા જેવા બીજા ઘણા છોડમાં જોવા મળે છે. આ પદાર્થની હાજરીના કારણે કોઈપણ છોડમાં સ્ટીકીનેસનું મુખ્ય કારણ છે. આ પદાર્થ છોડ માટે ખોરાક અને પાણીના સંગ્રહમાં મદદ કરે છે, જે કોઈપણ છોડના વિકાસ માટે બે જરૂરી તત્વો છે.

તે બીજને અંકુરિત થવામાં પણ મદદ કરે છે. ભીંડાની ચીકાશને કેવી રીતે દૂર કરવું : ભીંડી કાપતી વખતે અને તેનું શાક બનાવતી વખતે તમે કેટલીક સરળ ટિપ્સ અજમાવીને તેમાંથી ચિકાસ દૂર કરીને ભીંડાનું ક્રિસ્પી શાક બનાવી શકો છો. તો જાણીએ આવી કેટલીક ટિપ્સ વિશે.

(1) ભીંડાને ધોયા પછી સારી રીતે સુકવી લો : ઘણી વાર આપણે ભીંડાકાપતા પહેલા ધોઈએ છીએ અને તેનો ભેજ સારી રીતે દૂર થયા પહેલા જ તેને કાપવાનું શરુ કરી દઈએ છીએ. પાણીના લીધે ભીંડામાં ચિકાસ વધારે વધી જાય છે. તેથી ભીંડી કાપવાની સૌથી સારી ટિપ્સ એ છે કે જ્યારે પણ તમે ભીંડી કાપવા જાઓ ત્યારે તેને સારી રીતે ધોઈ લો અને તેને પહેલા ટુવાલમાં નાખીને સારી રીતે સૂકવી લો.

જ્યારે પણ તમે ભીંડાને કાપો ત્યારે પહેલા તપાસો કે તેનું પાણી સારી રીતે સુકાઈ ગયું છે કે નહીં. ભીંડી કાપતા પહેલા ઓછામાં ઓછા એક કલાક માટે અથવા એક રાત પહેલા તેને ધોઈને રાખો . ભીંડીની ચિકાસ ઘટાડવા માટે ફ્રીઝિંગ પણ એક સારો રસ્તો છે.

આ તેને ધોવા અને સૂકવવા કરતાં પણ વધુ અસરકારક છે. જ્યારે તમે ભીંડીને ફ્રીઝ કરો છો ત્યારે મ્યુસીલેજ થોડી સખ્ત થઈ જાય છે અને તે ઘણી હદ સુધી તેનું ચીકણીપણું ગુમાવે છે. આથી, ફ્રોઝન કરેલી ભીંડીને કાપતી વખતે તે ઓછી ચીકણી થશે.

(2) ભીંડીને મોટા ટુકડામાં કાપો અને સ્ટિર ફ્રાય કરો : જ્યારે પણ તમે શાક માટે ભીંડી કાપતા હોય ત્યારે તેને નાના ટુકડા કરવાને બદલે લાંબા મોટા ટુકડા કરો. લાંબા ટુકડાઓમાં કાપવાથી તમારા હાથમાં વધારે લાળ(ચીકણો પદાર્થ) ફેલાતી નથી અને શાક ક્રિસ્પી બને છે. આનો અર્થ એ છે કે એક ભીંડાની શીંગના વધુમાં વધુ 2 થી 3 ટુકડા કરવા જોઈએ.

આ સિવાય ભીંડી ને ફ્રાય કરવું એ તેની ચીકણું દૂર કરવાનો સૌથી અસરકારક ઉપાય છે. જ્યારે તમે ભીંડીના મોટા ટુકડાને એક કઢાઈમાં ફ્રાય કરો છો, ત્યારે આ શાકમાંથી ચિકાસ દૂર થવા લાગે છે. ભીંડીની ચિકાસ સંપૂર્ણપણે દૂર થવામાં લગભગ 10 થી 12 મિનિટ લાગી શકે છે.

(3) લીંબુનો રસ, દહીં કે બીજી કોઈ ખાટી વસ્તુનો ઉપયોગ : ભીંડીની ચીકાસને દૂર કરવા માટે જ્યારે તમે ભીંડીનું શાક બનાવો છો, ત્યારે તેમાં થોડો લીંબુનો રસ અથવા દહીં ઉમેરો. એસિડિક સામગ્રી ચીકાસને દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આ સામગ્રી સામાન્ય રીતે ચીકણા પદાર્થ સાથે પ્રતિક્રિયા આપે છે અને તમારી ભીંડીને ક્રિસ્પી બનાવવામાં મદદ કરે છે.

દહીં અને લીંબુ રસ સિવાય પણ તમે શાક બનાવતી વખતે આમલીનો રસ અથવા આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. બસ આ વાતનું ધ્યાન રાખો કે જો તમે ડ્રાય શાક બનાવતા હોવ તો આમચૂર પાવડર અથવા લીંબુનો રસ વાપરો. જો તમે કઢી માટે આમલીનો રસ અથવા દહીંનો ઉપયોગ કરી શકો છો.

અહીં જણાવેલી કેટલીક સરળ ટિપ્સની મદદથી તમે ભીંડાની ચિકાસ ઓછી કરીને એક ક્રિસ્પી ભીંડીનું શાક બનાવી કરી શકો છો. તો રાહ શેની જુઓ છો, આજે જ ટ્રાય કરો અને બનાવો ટેસ્ટી ભીંડીનું શાક.

જો તમને આ કિચન ટિપ્સ પસંદ આવી હોય તો, તો તેને આગળ પણ મોકલો જેથી કરીને બીજા લોકોને પણ મદદ મળે. આવી જ બીજી જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા