આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણી ત્વચા હંમેશા હેલ્દી અને ગ્લોઈંગ દેખાય અને આ માટે આપણે દરરોજ આપણી સ્કિન કેર દિનચર્યામાં વિવિધ ફેરફારો કરવાનું શરુ કરીએ છીએ.
તે જ સમયે, ચહેરાની ત્વચાને ચમકદાર બનાવવા માટે તમને બજારમાં ઘણા પ્રકારની પ્રોડક્ટ મળશે, પરંતુ આ પ્રોડક્ટમાં રહેલા કેમિકલ્સ તમારી ત્વચાને નિર્જીવ બનાવી શકે છે. તો આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ સામાન્ય છે, પરંતુ તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.
અમે કેળા વિશે વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે તમે તમારી ત્વચા પર કેળાનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. જો તમે જાણવા માંગતા હોવ કે કેવી રીતે, તો આ લેખને અંત સુધી વાંચો.
કેળાના ફાયદા : કેળાનો ઉપયોગ ત્વચાને ટાઈટ કરવા માટે કરવામાં આવે છે.કેળા ચહેરાની ત્વચાને સ્થિતિસ્થાપકતા આપવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. સાથે જ તેમાં વિટામિન-સી પણ ભરપૂર હોય છે, જે કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.કેળામાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ્સ હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.
આ રીતે ડીપ ક્લીન કરો : ચહેરાની ત્વચાને સાફ કરવા માટે તમે કેળામાંથી બનેલા સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. જણાવી દઈએ કે, સ્ક્રબ બનાવવા માટે, તમે કેળામાં જરૂર મુજબ ખાંડ અને મધ ઉમેરી શકો છો. તમે અઠવાડિયામાં લગભગ 2 થી 3 વખત ફેસ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે ઇચ્છો તો કેળામાં મેશ કરેલા ઓટ્સ અને મધને પણ ચહેરા પર લગાવી શકો છો.
ફેસ પેક : કેળામાંથી ફેસ પેક બનાવવા માટે તમે તેમાં ઘણી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે કેળાની સાથે તમે પપૈયા અને દાડમ જેવા ઘણા ફળોને મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.
આ સિવાય ત્વચાને લચીલી અને ચમકદાર બનાવવા માટે તમે કેળામાં મધ અને વિટામિન-ઈની કેપ્સ્યુલ પણ ઉમેરી શકો છો. આ ઉપરાંત, જો તમે ત્વચાને ગ્લોઇંગ બનાવવાની સાથે તેને મોઇશ્ચરાઇઝ કરવા માંગતા હોય તો તમે કેળામાં દૂધ મિક્સ કરીને લગાવી શકો છો.
આ સાથે, જો તમને કેળાનો ઉપયોગ કરીને ચમકતી ત્વચા મેળવવાની આ ટિપ્સ પસંદ આવી હોય, તો આ લેખને આગળ બીજા સુધી પણ મોકલો. જો તમે આવી જ સસ્તી બ્યુટી ટિપ્સ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.