સુંદર વાળની વ્યાખ્યા કોને કહેવાય છે? તમે કહેશો કે, કદાચ જાડા અને લાંબા વાળ. પરંતુ ઘણીવાર એવું બને છે કે વાળ કાં તો જાડા અથવા લાંબા હોય છે, બંને વસ્તુઓ એકસાથે શક્ય નથી હોતી. ક્યારેક વાળ ખરવાને કારણે તે પાતળા થઈ જાય છે અને સારા દેખાતા નથી.
શું તમને પણ જાડા વાળ ગમે છે? શું તમે આ માટે મોંઘા શેમ્પૂ અને તેલનો ઉપયોગ કરો છો? પરંતુ હજુ પણ તમને કોઈપણ ફાયદો નથી થયો. આવી સ્થિતિમાં તમારે કેટલાક ઘરેલું ઉપાય કરવા જોઈએ.
એલોવેરા ત્વચાથી લઈને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વાળની સમસ્યાઓને ઘણી હદ સુધી ઓછી કરી શકે છે. આ જ કારણ છે કે મોટાભાગની મહિલાઓ તેને પોતાની હેર કેર રૂટીનમાં સમાવેશ કરે છે. તમને બજારમાં એલોવેરાથી બનેલી ઘણી હેર પ્રોડક્ટ્સ મળી જશે.
પરંતુ હવે તમારે બજારમાંથી પ્રોડક્ટ ખરીદવાની જરૂર નહીં પડે કારણ કે અમે તમને જણાવીશું કે તમે ઘરે એલોવેરાનો ઉપયોગ કરીને કેવી રીતે જાડા વાળ મેળવી શકો છો. ચાલો જાણીએ કે એલોવેરાનો ઉપયોગ કરીને કેવી રીતે જાડા વાળ મેળવી શકાય છે.
સામગ્રી : 1 કપ મેથીના દાણા અને 2 ચમચી એલોવેરા જેલ. હેર માસ્ક બનાવવા માટે 1 કપ મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે તેને મિક્સરમાં પીસી લો. હવે તેમાં 2 ચમચી એલોવેરા જેલ ઉમેરો અને મિક્સ કરો. તમને બજારમાં એલોવેરા જેલ મળી જશે અથવા તમે ઘરે પણ બનાવી શકો છો. જાડા વાળ માટેનો હેર માસ્ક તૈયાર છે.
લગાવવાની રીત : આ માસ્કને બ્રશથી તમારા વાળ અને માથાની ચામડી પર સારી રીતે લગાવો. આ પછી વાળમાં કાંસકો કરો અને તમારા માથાને શાવર કેપથી ઢાંકી દો. લગભગ 1 કલાક પછી વાળને કેમિકલ્સ ફ્રી શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ હેર માસ્કનો ઉપયોગ કરવાથી તમને એક મહિનામાં તેની અસર જોવા મળશે.
આમળા અને એલોવેરા કરશે કમાલ : આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તે વાળને ખરતા પણ અટકાવે છે. આ સિવાય તે વાળની રચનાને પણ સુધારવામાં મદદ કરે છે. તેથી જ આમળા અને એલોવેરાનું મિશ્રણ વાળને જાડા બનાવી શકે છે.
સામગ્રી : 1 ચમચી આમળાનો પલ્પ અને 1 ચમચી એલોવેરા જેલ. એક બાઉલમાં 1 ચમચી આમળાનો પલ્પ અને 1 ચમચી એલોવેરા જેલ ઉમેરીને ચમચીથી મિક્સ કરો. જાડા વાળ માટેનો નુશખો તૈયાર છે.
વાળમાં લગાવવાની રીત : આ પેસ્ટને તમારા વાળમાં સારી રીતે લગાવો અને માથું ફોઈલ અથવા શાવર કેપથી ઢાંકી દો. લગભગ અડધા કલાક પછી વાળને ધોઈ લો. તમે અઠવાડિયામાં 3-4 વખત આ પેસ્ટનો ઉપયોગ કરો.
વાળમાં એલોવેરા લગાવવાના ફાયદા : જો તમારા વાળ ફ્રિજી છે તો તમારે એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ. એલોવેરાનો ઉપયોગ કરવાથી સુકા વાળની સમસ્યા ઓછી થાય છે. એલોવેરા લાંબા વાળ મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
જો તમારા વાળ વધુ પડતા ખરતા હોય તો તમારે એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ. આશા છે કે તમને અમારી આ જાણકારી ગમી જ હશે. આવા જ વધુ લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.