broom in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરની સફાઈ માટે દરેક ઘરમાં સાવરણીનો ઉપયોગ થાય છે. પણ આપણે સાવરણીને ધાર્મિક દૃષ્ટિકોણથી પણ જોઈએ છીએ. એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી જ હિંદુ ઘરોમાં સાવરણી રાખવાથી લઈને તેનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે.

તો આજે આ લેખમાં અમે તમને આ કેટલાક નિયમ વિશે જણાવીશું, જેનો ઉલ્લેખ જ્યોતિષ અને ધાર્મિક ગ્રંથોમાં પણ જોવા મળે છે. તો આવો જાણીએ….

ક્યારે સાફ કરવું? વાસ્તુ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ક્યારેય સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ અને સૂર્યાસ્ત પછી પણ સાવરણીને હાથ ન લગાવવો જોઈએ. એવું કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્તમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને ઝાડુ લગાવવાથી તે ઉર્જા ઘરની બહાર જતી રહે છે. તે જ સમયે, સૂર્યાસ્ત પછી સાવરણીનો સ્પર્શ કરવો પણ અશુભ હોય છે.

ઝાડુ લગાવવાનું ક્યાંથી શરૂ કરવું? હંમેશા રસોડામાંથી ઝાડુ મારવાનું શરૂ કરો અને અંતે ઘરના મુખ્ય દરવાજામાંથી બધો કચરો કાઢીને કચરાપેટીમાં ફેંકી દો. તમે બાથરૂમમાંથી પણ સાફ કરવાનું શરૂ કરી શકો છો. તમને જણાવી દઈએ કે સૌથી વધુ નકારાત્મક ઉર્જા ઘરના બાથરૂમમાં હોય છે. એટલા માટે કચરો વારી લીધા પછી, મીઠાનું પોતું પણ લગાવો.

ઘરની વાસ્તુ દોષો કેવી રીતે દૂર કરવા? મંગળવાર, શનિવાર અને અમાવાસ્યાના દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરો. નવી સાવરણી ખરીદવા માટે શુક્રવારનો દિવસ શ્રેષ્ઠ રહેશે. સૌ પ્રથમ તમારે ઘરના આંગણાને નવી સાવરણીથી સાફ કરવું જોઈએ. હંમેશા નવી સાવરણીમાં પહેલા થોડું પાણી છાંટવું અને પછી તેનો ઉપયોગ કરવો. આમ કરવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે.

ઘરમાં સાવરણી ક્યાં રાખવી? સાવરણીને ઘરમાં એવી જગ્યાએ રાખો, જ્યાંથી તે સંપૂર્ણપણે દેખાતી ન હોય. વાસ્તવમાં સાવરણી હંમેશા છુપાવીને રાખવી જોઈએ કારણ કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ હોવાનું કહેવાય છે અને આપણા ઘરની લક્ષ્મી ઘરની બહારના કોઈ સભ્યને ક્યારેય દેખાડવી જોઈએ નહીં. આમ કરવાથી લક્ષ્મીનું નુકસાન થાય છે.

આ પ્રકારની સાવરણીનો ઉપયોગ ન કરો : હંમેશા તમારા પોતાના પૈસાથી ખરીદેલી સાવરણીનો જ ઉપયોગ કરો. તમારે તમારા ઘરને ક્યારેય અન્ય ઘરની અથવા જૂની સાવરણીથી સાફ કરવું જોઈએ નહીં. આમ કરવાથી બીજાના ઘરની નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે.

કયા દિવસે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ? જો તમારા ઘરમાં કોઈ પૂજા કે અનુષ્ઠાન ચાલી રહ્યું હોય તો પૂજા પહેલા ઝાડુ કરો, પૂજા પછી ઝાડુ ન લગાવવું જોઈએ. આમ કરવાથી પૂજા પછી ઘરમાં આવતી સકારાત્મક ઉર્જા પણ ઝાડુ સાથે ઘરની બહાર નીકળી જાય છે. તમારે ક્યારેય તૂટેલી સાવરણીથી કચરો ના વારવો જોઈએ.

કદાચ તમે પણ આજ સુધી આ નિયમોન વિશે અજાણ હશો. જો તમને આ લેખ ગમ્યો હોય, તો પછી તેને આગળ મોકલો અને આવી વધુ જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા