પોતું કરતી વખતે પાણીની ડોલમાં મિક્સ કરી દો આ વસ્તુ, ઘરનો ફર્શ નવાની જેમ ચમકવા લાગશે

દરરોજ પોતું કર્યા પછી પણ કેટલાક ભાગોની કાળાશ જવાનું નામ નથી લેતી. તમને જણાવી દઈએ કે આ સમસ્યાથી બચવા માટે તમે પોતું કરતી વખતે પાણીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી શકો છો. તેનાથી તમારો ફ્લોર ચમકશે અને નવા જેવો દેખાશે.

પાણીમાં મિક્સ કરો ખાવાનો સોડા : ઘરના જુદા જુદા ભાગોને સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતો ખાવાનો સોડા ઘણા બધા કામો માટે ખૂબ જ ઉપયોગી છે. તમે તેનો ઉપયોગ કરીને ફ્લોરને પોલિશ પણ કરી શકો છો.

તમારે ફક્ત પાણીમાં અડધી ચમચી ખાવાનો સોડા મિક્સ કરવાનો છે. પછી આખા ઘરમાં તેનું પોતું કરવાથી ફ્લોર ખૂબ જ ચમકદાર દેખાશે. ધ્યાન રાખો કે ખાવાનો સોડા વધુ ના ઉમેરો, નહીંતર ફ્લોર પર સફેદ ડાઘ દેખાવા લાગે છે.

પાણીમાં નેપ્થાલિન બોલ્સ નાખો : ફ્લોર સાફ કરવાની સાથે તમે ઘરને સુગંધિત બનાવવા માટે નેપ્થાલિન બોલનો ઉપયોગ કરી શકો છો. નેપ્થાલિન બોલ અડધા કલાક પહેલા પોતું કરવાવાળી ડોલમાં નાખી દો. આમ કરવાથી બોલના ઘણા તત્વો પાણીમાં ભળી જાય છે જેના કારણે ફ્લોરની સારી પોલિશ થઇ જાય છે.

વિનેગર : વિનેગર એસિડિક હોય છે આવી સ્થિતિમાં તે જિદ્દી ડાઘ અને કાળાપણું સરળતાથી દૂર કરી શકે છે. તમારે ફક્ત પાણીની ડોલમાં 1 ચમચી વિનેગર ઉમેરવાનું છે. જો આમ કરવા છતાં પણ ડાઘ દૂર ન થાય તો તમે ડાઘ પર વિનેગરના થોડા ટીપાં નાખીને સાફ કરો, જિદ્દી ડાઘ પણ સાફ થઈ જાય છે.

મીઠું અને લીંબુ : આ બધી વસ્તુઓ સિવાય, જો તમે પાણીમાં મીઠું અને લીંબુ મિક્સ કરીને પોતું કરશો તો પણ ફ્લોર પહેલા કરતા વધુ ચમકદાર દેખાશે. તમે ફક્ત આ બે વસ્તુઓને એકસાથે મિક્સ કરીને પોતું કરો. આ પછી, તેને સ્વચ્છ પાણીથી ફરીથી પોતું કરો અને તે સૂકાય ત્યાં સુધી રાહ જુઓ.

આ સિવાય તમે ફર્શની સફાઈ માટે બજારમાં મળતા વિવિધ લિકવિડનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે પણ હવે જયારે પોતું કરો ત્યારે આ વસ્તુઓને મિક્સ કરીને ફર્શને ચમકદાર બનાવી શકો છો. આવી જ ઉપયોગી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.