online shopping tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારથી કોરોનાનું આગમન થયું છે ત્યારથી લોકો ઓફલાઈન શોપિંગને બદલે ઓનલાઈન શોપિંગ કરવાનું વધારે કરી રહયા છે. લોકો માર્કેટમાં જઈને વસ્તુઓ ખરીદવાને બદલે ફોનના એક ક્લિકથી જીવનજરૂરિયાતનો સામાન ખરીદવામાં વધારે માને છે અને ઘરે બેઠા બેઠા વસ્તુઓની ખરીદી કરે છે.

આવી સ્થિતિમાં ઓનલાઈન શોપિંગની માંગ અત્યારના સમયમાં દિવસેને દિવસે વધી રહી છે. જે રીતે લોકો ઓનલાઈન શોપિંગ તરફ વળ્યાં છે તેમ તેમ લોકો જોડે ઓનલાઈન શોપિંગમાં  છેતરપિંડી પણ વધી રહી છે.

તો આવી સ્થિતિમાં તમારે ઓનલાઈન શોપિંગ કરતી વખતે તમારી જોડે પણ છેતરપિંડી ના થાય અને સામાન ખરીદતી વખતે કેટલીક સાવચેતી રાખવી પણ ખુબ જ જરૂરી છે. તો નીચે જણાવેલ કેટલીક બાબતોને ધ્યાનમાં લેવાથી તમે ખરીદી દરમિયાન છેતરપિંડીથી બચી શકો છો.

નકલી વેબસાઇટ બચો : ઓનલાઈન શોપિંગ કરતી વખતે આપણે ફેક વેબસાઈટથી બચીને રહેવું જોઈએ અને સૌથી મોટો ડર આનો જ હોય છે, આ વેબસાઈટ ખાસ કરીને લોકોને છેતરવા માટે જ બનાવવામાં આવતી હોય છે. છેતરપિંડી કરનારા લોકો પ્રખ્યાત વેબસાઇટ જેવા જ નામની વેબસાઇટ બનાવે છે.

ઘણી વખત આ વેબસાઇટ પર તમારા બેંકના કાર્ડની મુખ્ય વિગતો ભરાઈ જાય છે જેને ટ્રેક કરીને ફેક વેબસાઈટ બનાવાવાળા લોકો તમારા બેન્કના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. આવી સ્થિતિમાં તમારે આવી ફેક વેબસાઈટથી સાવચેત રહેવું જોઈએ અને હંમેશા ખરીદી કરતા પહેલા તેની ઓફિસિયલ વેબસાઈટ છે કે નથી તે ચેક કરી લો.

નકલી લિંક્સથી બચીને રહો : કેટલીકવાર મોટી કંપનીઓ જેવી જ નકલી લિંક્સ પણ બનાવવામાં આવે છે જે પ્રખ્યાત સ્ટોર જેવી જ હોય છે, જેમ કે અમેજોન , ફ્લિપકાર્ટ વગેરે. આ લિંક્સમાં જોવા મળતો બધો સામાન ખૂબ જ સસ્તો બતાવવામાં આવ્યો છે, જેને જોઈને વ્યક્તિ તરત જ તેની બધી બેન્ક ની જાણકરી ભરી દે છે અને પછી તે છેતરપિંડીનો શિકાર બની જાય છે.

હંમેશા કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરો : ઘણા લોકો ઓનલાઈન શોપિંગ દરમિયાન ફરિયાદો પણ કરે છે, જેમાં શોપિંગની સાથે પૈસા પહેલા લેવામાં આવ્યા હોય છે, પરંતુ સામાન ખરીદનાર સુધી ક્યારેય તે વસ્તુ કે સામાન પહોંચ્યો નથી. આવી સ્થિતિમાં ઓનલાઈન શોપિંગ કરતી વખતે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરવો સૌથી સુરક્ષિત અને સારો વિકલ્પ છે.

આ વિકલ્પ પસંદ કરવાથી તમે તમારી જોડે સમાન આવ્યા પછી જ તમારે પૈસાની ચુકવણી કરી શકશો. જો તમે ઇચ્છો તો પે ઓન ડિલિવરીનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો, આ વિકલ્પ પાસનાડ કરીને તમે તમારી જોડે સામાન આવ્યા પછી ઓનલાઈન માધ્યમ દ્વારા પૈસા ચૂકવી શકો છો. આ રીતે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરવાથી છેતરપિંડીની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે.

રિટર્ન પોલિસી પણ જરૂર ચેક કરો : દરેક ઓનલાઇન શોપિંગ કંપનીની પોતાની એક રિટર્ન પોલિસી હોય જ છે, જે ઓનલાઇન ખરીદી કરતી વખતે એકવાર વાંચવી જરૂરી છે. અમુક સમયે તમે ખરીદી કરેલો સામાન કે વસ્તુમાં કોઈ ખામી હોય તો તમે તે વસ્તુને પાછી મોકલાવી શકો છો. તો રિટર્ન પોલિસી વાંચવી ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

ઓનલાઈન પેમેન્ટ કરો ત્યારે કાર્ડની વિગતો સેવ ના કરો : જો કોઈ એવી વેબસાઈટ છે જેના પર તમને પુરેપુરો વિશ્વાસ છે ત્યારે જ તમે ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ પસંદ કરો છો અને બેન્કની વિગતો સેવ કરો છો પરંતુ ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી ક્યારેય પણ બેંક કાર્ડની વિગતો સેવ કરશો નહીં.

આમ કરવાથી તમારા બેન્કની કાર્ડની જાણકારી સુરક્ષિત રહેતી નથી. ઘણી વખત કાર્ડની વિગતો ભર્યા પછી આપોઆપ તે સેવ થઈ જાય છે, તેથી ઓનલાઇન પૈસાની ચુકવણી કરતી વખતે વિગતો સાચવવા માટે વિકલ્પમાં ના પર ક્લિક કરો. આમ કરવાથી તમારા કાર્ડની વિગતો સુરક્ષિત રહે છે.

અસલી અને નકલી પ્રોડક્ટને ઓળખો : ઘણી વખત લોકોની પસંદને કારણે માંગ વધી જાય છે અને આ ભારે માંગને ધ્યાનમાં રાખીને, મોટી ઈ-કોમર્સ વેબસાઇટ્સ પણ તેમની સાથે તે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓને તેમની વેબસાઈટ પર લગાવી દે છે.

આનું પરિણામ આવે છે કે તે વિક્રેતાઓ તમને ઓછી કિંમતે એવી વસ્તુઓ વેચે છે કે જેની કોઈ ગેરંટી નથી હોતી. આવી સ્થિતિમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓ પાસેથી સામાન ખરીદતી વખતે એ જ સામાન ખરીદો જેમાં ખાતરી આપવામાં આવી હોય કે આ વસ્તુ કોઈ સારી વેબસાઈટ હેઠળ આપવામાં આવી હોય.

સેલથી હંમેશા દૂર રહો : ઘણી વખત તમને સસ્તા સામાનથી લલચાવવામાં આવે છે કે તમને ખરીદી કરવા માટે મજબુર કરવામાં આવે છે. જો તમે ક્યાંક 1 થી 100 રૂપિયાની વસ્તુઓ જુઓ છો, તો તે ચોંકાવનારું છે, તો તે સાઇટ પરથી બિલકુલ સામાન ખરીદશો નહીં કારણ કે આવી નકલી વેબસાઈટ તમારો ડેટા ચોરી લે છે અને ક્યારેક તો તમારા એકાઉન્ટમાંથી પૈસા લઈને ગાયબ થઈ જાય છે.

તો આ હતી કેટલીક ટીપ્સ જેનું પાલન કરીને તમે તમારે ઓનલાઈન શોપિંગ દરમિયાન છેતરપિંડીથી બચી શકો છો. જો તમને અમારી આ જાણકરી પસંદ આવી હોય તો તેને તમારા ગ્રુપમાં જણાવો, સાથે આવી જ બીજી જીવનઉપયોગી માહિતી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા