milk benefits in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આપણે બધા જાણીયે છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે અને તેને પીવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે.

જો કે સાદું દૂધ પણ સ્વાસ્થ્ય જાળવવા માટે પૂરતું છે પરંતુ જો દૂધમાં કેટલીક વસ્તુઓને મિક્સ કરીને પીવામાં આવે તો તે આપણા માટે વધારે ફાયદાકારક બની શકે છે. દૂધને આયુર્વેદમાં પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવેલું છે.

આયુર્વેદ મુજબ જો દૂધમાં ખજૂર, ઈલાયચી, મધ, બદામ, કાળા મરી વગેરે ઉમેરીને પીવામાં આવે તો તે અલગ અલગ બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે દૂધમાં કઈ વસ્તુને મિક્સ કરીને પીવાથી શું ફાયદો થાય છે.

ખજૂરનું દૂધ : જો તમને લાગે છે કે તમારો સ્ટેમિના ઓછો થઈ રહ્યો છે તો તમારે દૂધમાં ખજૂર ઉમેરીને પીવું જોઈએ. ખજૂરમાં મિનરલ્સ, વિટામિન્સ અને એન્ટી-ઓક્સીડેન્ટનો ખજાનો છે. જ્યારે તમે દૂધને ઉકાળો ત્યારે તેમાં ખજૂર નાખો અને પછી તે ખજૂરને તમે દૂધ સાથે પણ ખાઈ શકો છો.

ડાર્ક ચોકલેટ દૂધ : તમે યાદશક્તિ વધારવા માટે ઈલાયચી સિવાય ડાર્ક ચોકલેટને પણ દૂધમાં મિક્સ કરીને પી શકો છો. જો તમારા ઘરમાં બાળક હોય અને તે દૂધ પીવાની ના પાડે તો તમારે દૂધમાં ડાર્ક ચોકલેટ મિક્સ કરીને પીવડાવું જોઈએ. ચોકલેટ ઉમેરવાથી તેને દૂધ પીવામાં પણ સારું લાગશે અને તેની યાદશક્તિ પણ વધશે.

બદામવાળું દૂધ : દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકા દૂધમાં બદામનું તેલ પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ઉપાય દરરોજ કરવાથી તમારી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. બીજી તરફ જો તમારા શરીરમાં એનર્જીની ઉણપ છે તો તમારે દરરોજ બદામની પેસ્ટ બનાવવીને તેને દૂધમાં ઉમેરીને પીવું જોઈએ. આ તમારા શરીરને પૂરતી એનર્જી પુરી પડશે.

હળદરવાળું દૂધ : હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે એન્ટિ-સેપ્ટિક, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ હોય છે. જો કોઈ વ્યક્તિને ખૂબ જ જલ્દીથી ઉધરસ અને તાવ આવે છે તો તે વ્યક્તિએ દરરોજ નવશેકા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને પીવું જોઈએ.

આ ઉપાય કરવાથી તેને ઉધરસ અને તાવ બંનેમાં ઘણી રાહત મળશે, હળદરનું દૂધ પીવાથી જો તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય તો તે પણ ઠીક થઈ જશે અને તમને સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરશે.

મધ દૂધ : આજની દોડભાગવાળી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ માટે પોતાનું ધ્યાન રાખવું અત્યંત મુશ્કેલ બની જાય છે. એમાં ખાસ કરીને મહિલાઓ સૌથી વધારે તણાવમાં રહે છે કારણ કે તેમના પર ઘરની સાથે સાથે નોકરી અથવા ઓફિસની પણ બધી જવાબદારી હોય છે.

તો આવી સ્થિતિમાં મહિલાઓએ તણાવ દૂર કરવા માટે તમારે એક ગ્લાસ નવશેકા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવું જોઈએ. આ તમારા તણાવના લેવલને ઓછું કરશે અને તમારા શરીરમાં રક્ત પરિભ્રમણને પણ સુધારશે.

ઈલાયચીનું દૂધ : જો તમને લાગે છે કે તમે ખૂબ જ ઝડપથી વસ્તુઓ અથવા કામ ભૂલી જાઓ છો તો સમજી લો કે આ સારી વાત નથી. પરંતુ જો તમે યાદશક્તિમાં વધારો કરવા માંગો છો, તો દરરોજ એક ગ્લાસ નવશેકા દૂધમાં એક ચપટી ઈલાયચી પાવડર મિક્સ કરીને પીવો. જો તમારા ઘરમાં કોઈ ભણતું બાળક હોય તો તેને દરરોજ દૂધમાં એક ચપટી એલચીનો પાવડર નાખીને પીવડાવું જોઈએ.

કાળા મરીનું દૂધ : તમે પણ કાળા મરીના ફાયદા વિશે ઘણું બધું સાંભળ્યું હશે. તમે તેનો ઉપયોગ ખોરાકની સાથે દૂધમાં પણ કરી શકો છો. ખાસ કરીને જો તમને ગળામાં ઈન્ફેક્શન હોય છે તો તમારે એક ગ્લાસ નવશેકા દૂધમાં એક ચપટી કાળા મરી ઉમેરીને પીવું જોઈએ. કાળા મરી તમારું વજન પણ ઘટાડે છે.

અમને આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે અને જો તમે આવી જ બીજી જીવનઉપયોગી માહિતી ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો,

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા