આપણે બધા જાણીયે છીએ કે દહીંનું સેવન આપણા શરીર માટે ફાયદાકારક છે. તેથી જ દહીંને આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દહીંનું સેવન કરતી વખતે કેટલીક વાતોનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
જો તમે પણ દહીં ખાતા હોવ ત્યારે તેની સાથે આ 8 વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ નહિ તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે કે જેને દહીં સાથે ખાવાથી બચવું જોઈએ.
કેળા : આપણે ઘણીવાર દૂધ સાથે કેળાનું સેવન કરીએ છીએ જે શરીર માટે અમૃત સમાન કામ કરે છે પરંતુ શું તમે જાણો છો કે દહીં સાથે કેળા ના ખાવા જોઈએ કારણ કે ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તેથી દહીં સાથે કેળાનું સેવન કરવાથી બચવું જોઈએ અને જો તમારે દહીં ખાવું હોય તો 2 કલાક પછી ખાવાનો આગ્રહ રાખો.
ખાટા ફળો : દહીંમાં પહેલેથી જ ખટાશ રહેલી હોય છે તેથી તેની સાથે ક્યારેય પણ ખાટા ફળો ના ખાવા જોઈએ કારણ કે તેમાં અલગ અલગ એન્ઝાઇમ જોવા મળે છે. જેના કારણે આ બંનેને એકસાથે પચવામાં તકલીફ થાય છે અને તમારી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે જેના કારણે અપચો, ઝાડા અને કબજિયાત થઈ શકે છે.
ચીઝ : આયુર્વેદ મુજબ ક્યારેય પણ દહીં સાથે ચીઝ ના ખાવું જોઈએ. જો તમે આ બે વસ્તુઓ એકસાથે ખાઓ છો તો તેનાથી તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે અને તમે બીમાર પણ પડી શકો છો.
કેરી : જો કે કેરીને પણ દૂધ સાથે અમતૃત સમાન માનવામાં આવે છે, પરંતુ દહીં સાથે તેનું સેવન શરીર માટે ફાયદાકારક માનવામાં નથી આવતું કારણ કે બંનેની તાસીર સંપૂર્ણપણે અલગ છે. એટલે કે કેરીની તાસીર ગરમ છે અને દહીં ઠંડું છે.
તળેલી અને શેકેલી વસ્તુઓ : દહીંની સાથે ક્યારેય શેકેલી અને તળેલી વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ કારણ કે દહીંમાં રહેલા એંજાઈમ ફૈટ્સને પાચનમાં અવરોધ ઊભો કરે છે. જેના કારણે તમને પેટ સબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
માછલી : દહીં અને માછલીને એકસાથે ખાવાનું ટાળવું જોઈએ કારણ કે માછલીની તાસીર ગરમ હોય છે અને દહીંની તાસીર ઠંડી હોય છે. બંને વસ્તુઓ એકસાથે ખાવાથી ત્વચા સબંધિત સમસ્યા થઈ શકે છે અને તેની સાથે સાથે જ એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે.
ચિકન અને ખજૂર : ચિકન અને ખજૂર ખાધા પછી કકયાંરેય દહીં ના ખાવું જોઈએ. જો તમે તેનું એકસાથે સેવન કરો છો તો તમારું પેટ ખરાબ થઈ શકે છે અને પેટ સબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
અડદની દાળ : અડદની દાળ સાથે દહીં એકસાથે ખાવાથી બચવું જોઈએ. આ બંનેને એકસાથે ખાવાથી તમારા સ્વાસ્થ્યને લગતી બીજી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.
અમને આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે અને જો તમને આવી જ બીજી જીવનઉપયોગી માહિતી ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો ચોક્કસપણે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો