aadu na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમારું સ્વાસ્થ્ય તમારી સાથે છે, તો તમે કોઈપણ યુદ્ધ જીતી શકો છો’, કોરોનાના ભયંકર સમયમાં દરેકે આ વાત શીખી છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે સ્વાસ્થ્ય સારું રાખવા માટે દરેક લોકોએ પોતાની કેટલીક આદતો બદલવી જોઈએ અને સાથે સાથે આહારમાં સુધારો કરવો સૌથી જરૂરી છે.

દરેક વ્યક્તિએ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે રોજિંદા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઈએ જેનાથી સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો થઈ શકે. તો આ માહિતીમાં તમને એક એવી જ અભ્યાસ આધારિત દવા વિશે જણાવીશું, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ દવા પાચનમાં સુધારો કરવાથી લઈને ઉબકા અને ઉલટીને ઘટાડવા, ઘણા પ્રકારના ચેપ સામે રક્ષણ આપવાથી લઈને વજન ઘટાડવા સુધી, તે ઘણા પ્રકારના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તો અહીંયા જે દવા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે દવાનું નામ છે આદુ. ભારતમાં આદુનો ઉપયોગ મુખ્યત્વે મસાલા તરીકે થાય છે. તેની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વાદ વધારતી વાનગીઓની ગુણવત્તા તેને ભારતીય રસોડામાં એક મહત્વનું સ્થાન બનાવે છે. તો ચાલો જાણીએ આદુના સેવનથી થતા ફાયદા જાણીએ.

આદુનું સેવન કરવાથી થતા ફાયદા: આદુમાં જીંજરોલ નામનું બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હોય છે. આ આદુને તેનો અનોખો સ્વાદ અને સુગંધ આપે છે. જીંજરોલ કારણે આદુને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચા હોય કે બીજી કોઈ પ્રકારની વાનગીઓ, આદુનો ઉપયોગ સ્વાદને બમણો કરે છે અને તે ઘણા ફાયદાઓથી ભરપૂર બનાવે છે.

તે સર્જરી પછી અથવા ગર્ભાવસ્થા દરમિયાન ઉબકા અને ઉલ્ટીની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે. તો ચાલો જાણીએ તેના કેટલાક બીજા ફાયદાઓ વિશે.

પાચન સુધારે: આદુનો ઉપયોગ પાચન સુધારવામાં અને પેટમાં ઉત્પન્ન થતા એસિડને ઘટાડવામાં તેમજ પેટ અને આંતરડાને લગતી અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આદુનું સેવન અપચોની સમસ્યાને દૂર કરવામાં ખુબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે આદુ આવા દર્દીઓના લક્ષણોને ઘટાડવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. આદુ ની અંદર રહેલ ગુણો તમારા શરીરના દુખાવામાં પણ રાહત આપે છે. આ સાથે તે તમને સરદી ઉધારસ અને માથા ના દુખાવામાં માં પણ ઘણો ફાયદો કરે છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક: એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આદુ બોડી માસ ઇન્ડેક્સ અને લોહીમાં ઇન્સ્યુલિનનું સ્તર ઘટાડવામાં ફાયદાકારક હોઈ શકે છે. વધુ વજન હાઈ બ્લડ ઈન્સ્યુલિન અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. આથી આદુનું સેવન કરવાથી શરીરની ચરબી ઘટાડી અને વજન ઘટાડી શકાય છે સાથે તેનાથી થતી ઘણી બીમારીઓથી બચી શકાય છે.

કેન્સર સામે રક્ષણ: ખોરાકમાં આદુનો ઉપયોગ કેન્સર, અસ્થિમાં માંવગેરે સામે લડવામાં મદદ કરે છે. પ્રકાશિત થયેલા અભ્યાસમાં આદુ ટ્યુમરનું જોખમ ઘટાડી શકે છે. આ સિવાય આદુમાં જોવા મળ%

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા