આજકાલ મોબાઈલ આપણા જીવનું એક મહત્વનું અંગ બની ગયું છે. આ જ કારણ છે કે બાળકો પણ તેમના રમતગમતના સમયમાં તેમનો મોટાભાગનો સમય મોબાઈલમાં વિતાવે છે. કોરોનાની શરૂઆત થતા જ બાળકોના વર્ગો ઑનલાઇન પર નિર્ભર બની ગયા છે, અને આજ કારણ છે કે હવે બાળકોની આંખોને લગતી ઘણી સમસ્યાઓ જોવા મળે છે.
તેમના માતા-પિતા પણ તેમના બાળકોની આંખોમાં નબળાઈના શરૂઆતના લક્ષણો પર ધ્યાન નથી આપી શકતા, જેના કારણે આજે નાના નાના બાળકોને પણ વધારે નંબરના ચશ્મા આવી જાય છે. આજે આપણે જાણીશું કે બાળકોની આંખોને લગતી કેટલીક સમસ્યા વિશે.
ઓનલાઇન શિક્ષણના લીધે લાંબા સમયથી બાળકોનો મોબાઈલ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે જેના કારણે બાળકોને આંખોમાં એલર્જી અને આંખની ડ્રાયનેસ જોવા મળે છે. તો બાળકોની આવી સ્થિતિમાં, તેમના માતાપિતાએ પોતે પણ બાળકોની આંખોનું ધ્યાન રાખવું જરૂરી છે જેના માટે તમારે આ અહીંયા જણાવેલ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.
બાળકની નબળી આંખોને કેવી રીતે ઓળખી શકાય : મોટાભાગના બાળકો તે પોતે પણ નથી સમજી શકતા કે તેમની આંખો દિવસે ને દિવસે નબળી પડી રહી છે. આવી સ્થિતિમાં તમે શરૂઆતના કેટલાક લક્ષણોને જોઈને જાણી શકો છો કે તમારા બાળકની આંખોમાં સમસ્યા થઇ રહી છે.
ઘણી વખત જ્યારે આંખો નબળી પડી જાય છે ત્યારે તે બળવા લાગે છે અને ખંજવાળ શરૂ થઇ જાય છે. આવી સ્થિતિમાં બાળકો વારંવાર આંખો મસળવા લાગે છે. તેથી જો તમારું બાળક પણ લાંબા સમયથી તેની આંખોને રગડે છે તો તમારે તેને ચોક્કસપણે ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ.
જો તમારું બાળક વારંવાર માથાના દુઃખાવાની ફરિયાદ કરતુ રહે છે તો આ પણ આંખોની નબળાઈનું શરૂઆતના સંકેતમાનું એક સંકેત છે. તેથી જો આવી સ્થિતિમાં તમારા બાળકને વારંવાર માથાનો દુખાવો થતો હોય તો ચોક્કસપણે તમારા બાળકની આંખની તપાસ કરાવવી જોઈએ.
જો તમારું બાળક કંઈપણ રીતે ખૂબ નજીકથી વાંચવાનો કે જોવાનો પ્રયત્ન કરે છે તો આ પણ આંખની નબળાઈના લક્ષણોમાંનું એક લક્ષણ કહેવાય છે. આ સિવાય અમે તમને કેટલીક એવી ટિપ્સ માટે માહિતગાર કરીશું જે તમારા બાળકના આંખોની કાળજી માટે ખૂબ જ ફાયદાકારક છે.
સમય સમય પર કરાવો આંખની તપાસ : આંખોમાં નબળાઈ ગમે ત્યારે આવી શકે છે તેથી સમયાંતરે તમારા બાળકોની આંખોનું ચેક-અપ કરાવીને તમારા બાળકની આંખોની રોશની વિશે જાણી શકો છો કે આવી સ્થિતિમાં તમે ચેક અપ કરાવીને જાણી શકો છો કે તમારા બાળકને ચશ્માની જરૂર છે કે નહીં.
મોબાઈલ અને લેપટોપ સ્ક્રીનનો કરો ટાઈમ સેટ : જો તમારું બાળક લાંબા સમય સુધી માબાઇલમાં સમય પસાર કરે છે તો તમે એક નિશ્ચિત સ્ક્રીન સમય સેટ કરો કે તેનાથી બાળકોની આંખોને વધારે નુકસાન થાય નહીં. જો તમારા બાળકનો ઓનલાઈન ક્લાસનો સમય ઘણો લાંબો હોય તો તમારે તેને થોડી વાર માટે વિરામ લેવાનું કહેવું જોઈએ, જેથી કરીને બાળકની આંખોને થોડો આરામ મળી શકે.
મોટી સ્ક્રીનમાં જ કામ કરવાનું પસંદ કરો : તમારા બાળકને ઓનલાઈન ક્લાસ દરમિયાન બાળકને મોબાઈલ ફોનને બદલે લેપટોપ અથવા ટેબ્લેટથી ક્લાસ કરવાની સલાહ આપો. નાની સ્કિનને કારણે બાળકને વાંચવામાં વધારે ધ્યાનથી જોવું પડે છે, જેના કારણે આંખો પર સામાન્ય કરતા વધારે દબાણ આવે છે.
નિયમિતપણે બાળકને ચશ્મા પહેરાવો : જો તમારા બાળકને ચશ્મા આવેલા છે તો તેને નિયમિતપણે ચશ્મા પહેરવાનું કહો. તે જ સમયે જો તમારું બાળક મોબાઈલ સ્ક્રીનમાં જોઈ રહ્યું છે ત્યારે પણ બાળકને ચશ્મા પહેરાવવા દો, આમ કરવાથી તમારા બાળકના ચશ્મા દૂર પણ થઇ શકે છે.
આંખોની કસરત પણ કરો : આંખ માટે ઘણી બધી સરળ કસરતો છે કે જેની મદદથી તમારા બાળકો દૃષ્ટિ સુધરી શકે છે. તેથી, તમારા બાળકને ફ્રી ટાઇમમાં કસરત જરૂર કરાવો. જો તેમને કસરતો કરવાનું મન ના લાગતું હોય તો તમારે તેમને કસરત કરવા માટે પ્રેરિત કરવા જોઈએ અને કસરતના ફાયદા સમજાવવા જોઈએ.
નિષ્ણાતો મુજબ પેનની ટોચ પર સતત જોવાથી આંખનું ધ્યાન સુધરે છે અને તમે આ કસરત આંગળીની મદદથી પણ કરાવી શકો છો. આ કસરત કરવા માટે તમારી આંગળીને બાળકની બંને આંખોની વચ્ચે રાખો અને તેને આગળ પાછળ ખસેડતા રહો અને આ એક ખૂબ જ સરળ ટ્રીક છે, જે તમારા બાળક માટે ખુબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
પૌષ્ટિક ફળો અને શાકભાજી ખાઓ : કોઈપણ વ્યક્તિ માટે સૌથી મહત્વની વસ્તુ પૌષ્ટિક આહાર હોય છે જે આજની ભાગદોડવાળી જીવનશૈલીને કારણે મુશ્કેલ કામ લાગે છે. જો તમે તમારા બાળકના ખોરાકમાં આ વસ્તુઓનો સમાવેશ કરો છો તો બાળકોની આંખો પર સારી અસર પડશે. તેથી બાળકોની દૃષ્ટિ સુધારવા માટે માછલી, દૂધ, ઇંડા, ચિકન, લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ.
તો આ હતી કેટલીક બાળકોના આંખો માટેની ટિપ્સ જેની મદદથી તમે તમારા બાળકોની આંખોની સંભાળ રાખી શકો છો. જો તમને અમારીઆ જાણકરી પસંદ આવી હોય તો તમારા મિત્રોને પણ જણાવજો, આ સાથે આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.