yogurt use in summer
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ગરમીમાં દહીં ખાવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શરીરને ઠંડુ રાખવાની સાથે-સાથે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ફાયદાકારક છે. જો કે દહીંમાંથી બનાવેલા ઘણા પ્રકારની વાનગીઓ જેમ કે દહીંની ટિક્કી, દહીં કરી વગેરે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

પરંતુ શું તમે ઉનાળાની ઋતુમાં દહીંનો ઉપયોગ કોઈ અનોખા હેતુ માટે કર્યો છે, તો તમારો જવાબ શું હશે ? જો તમારો જવાબ ના છે, તો આજે આ લેખમાં અમે તમને દહીંના કેટલાક શ્રેષ્ઠ ઉપયોગો વિશે જણાવીશું. તો ચાલો જાણીએ તેના અનોખા ઉપયોગો વિશે.

ફેસ પેક માટે ઉપયોગ કરો : ઉનાળાની ઋતુમાં પ્રદૂષણ અને અને શરીરમાં રહેલા ઝેરી તત્વો સાફ ના થવાના કારણે ચહેરા પર અનેક પ્રકારના ડાઘ ધબ્બા પડી જાય છે. ક્યારેક તેમના કારણે ચહેરાની ચમક ઓછી થઇ જાય છે. તો આવી સ્થિતિમાં, તમે ઉનાળાની ઋતુમાં ચહેરાને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત રાખવા માટે દહીંનો ફેસપેક બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.

સામગ્રી : દહીં 2 ચમચી, મુલતાની માટી 2 ચમચી અને એલોવેરા જેલ 1 ચમચી. આ રીતે લગાવો : એક બાઉલ લો અને આ ત્રણ સામગ્રીને બાઉલમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવીને થોડી વાર રહેવા દો. થોડા સમય પછી ઠંડા પાણીથી ધોઈને ગુલાબજળ લગાવી લો.

દહીંમાંથી છાશ : ઉનાળાની ગરમીમાં લગભગ દરેક વ્યક્તિ છાશ પીવાનું પસંદ કરે છે. ઉનાળામાં ફ્રેશ રહેવા અને ગરમીથી બચવા લગભગ દરેક જણ તેને પીવાનું પસંદ કરે છે. ઘણા લોકો એવું પણ માને છે કે ઉનાળામાં કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે છાશ શ્રેષ્ઠ પીણું છે.

આવી સ્થિતિમાં તમે દહીંમાંથી છાશ બનાવીને તેને પી શકો છો. જો કે મોટાભાગના લોકો તેને બપોરના ભોજન સાથે લેવાનું વધારે પસંદ કરે છે. છાશ બનાવવા માટે દહીંમાં ઠંડુ પાણી, કાળું મીઠું, જીરું પાવડર, હિંગ અને કોથમીરનો ઉપયોગ જરૂર કરો.

વાળ માટે ઉપયોગ કરો : ઉનાળાની ઋતુને કારણે વાળ શુષ્ક અને નિર્જીવ લાગે છે તો તેની ચમક પછી લાવવા માટે અને સુંદર બનાવવા માટે તમે દહીંનો ઉપયોગ હેર કન્ડિશનર તરીકે કરી શકો છો.

જી હા, મોંઘા હેર કંડીશનરની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. આ માટે એક કપ દહીંમાં એક ચમચી મધ અને એક ચમચી ઓલિવ ઓઈલનું એક મિશ્રણ તૈયાર કરો અને તેને વાળમાં લગાવીને થોડી વાર માટે રહેવા દો. થોડી વાર પછી તેને સાદા પાણીથી સાફ કરી લો.

બાળકો માટે બનાવેલ દહી ફ્રુટી : બાળકો હંમેશા નવું ખાવા માટે પરેશાન કરતા રહે છે. તેઓ ઘણીવાર અલગ-અલગ વસ્તુઓ ખાવાનું બનાવવાનું કહેતા હોય છે. આવી સ્થિતિમાં, તેમને ગરમીથી બચાવવા માટે તમે દહીં ફ્રુટી બનાવીને તેમને પીવા આપી શકો છો.

આ માટે તમારે વધારે મહેનત કરવાનું જરૂર નથી. એક મિક્સર લો અને મિક્સરમાં ચારથી પાંચ ફ્રુટ નાંખો અને એક કપ દહીં અને એક ચમચી ખાંડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો. તો તમારી ફ્રુટી તૈયાર છે. તમારા બાળકોને પણ આ વાનગી ચોક્કસ ગમશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય, તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા