અકાળે થતા સફેદ વાળ થોડા જ દિવસોમાં કાળા થઇ જશે, આ રીતે ઘરે બનાવો હેર માસ્ક, મોંઘી હેર ટ્રીટમેન્ટની જરૂર નહીં પડે

white hair solution in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બદલાતી ખાણીપીણીની આદતો અને આ ભાગદોડ ભરેલી જિંદગીને કારણે આપણું શરીર દિવસેને દિવસે બદલાઈ રહ્યું છે. ખાસ કરીને આ બધી વસ્તુઓની અસર આપણા ચહેરા અને વાળ પર પણ પડે છે. પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું કે ઘરડા થાઓ ત્યારે જ વાળ સફેદ થાય છે.

પણ હવે એવું બિલકુલ રહ્યું નથી. આજકાલ બાળકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે. જો કે આના પાછળના કારણો હોઈ શકે છે, જેમ કે આનુવંશિકતા, હોર્મોન્સમાં ફેરફાર, ચિંતા, હીટિંગ ટૂલ્સનો ઉપયોગ અથવા વાળના ફોલિકલ્સમાં મેલાનિન પિગમેન્ટેશનનો અભાવ વગેરે વગેરે.

શું તમે પણ સફેદ વાળની ​​સમસ્યાથી પરેશાન થઇ રહયા છો? અલગ-અલગ પ્રકારના હેર પ્રોડક્ટ્સ લગાવવાથી પણ હજુ સુધી કોઈ ફાયદો થયો નથી ? શું તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટેના કુદરતી અને કેમિકલ્સ ફરી ઉપાયો શોધી રહયા છો, તો હવે ચિંતા કરશો નહીં.

તો આ માટે તમારે તમારા વાળમાં કુદરતી વસ્તુઓથી બનેલો હેર માસ્ક લગાવવો જોઈએ. સફેદ વાળ માટે માસ્ક અત્યંત ફાયદાકારક સાબિત થઇ શકે છે. આજે આ લેખમાં અમે તમને ઘરે સફેદ વાળ માટે હેર માસ્ક કેવી રીતે બનાવવો તે જણાવીશું.

1. મીઠો લીમડોથી બનાવો હેર માસ્ક : મીઠા લીમડાનો ઉપયોગ માત્ર રસોઈમાં જ થતો નથી. પરંતુ ચહેરાની સુંદરતા વધારવા માટે પણ ફાયદાકારક છે. એ જ રીતે તમે તમારા ગ્રે વાળથી છુટકારો મેળવવા માટે પણ મીઠા લીમડા પાંદડામાંથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. આ માટે આ 2 આવશ્યક ચીજવસ્તુઓની જરૂર પડશે. 2 ચમચી નાળિયેર તેલ અને 10 મીઠા લીમડાના પાન.

વાળનો માસ્ક બનાવવા માટે : સૌથી પહેલા એક વાસણમાં નારિયેળ તેલ ગરમ કરો. હવે તેલ ગરમ થાય પછી તેમાં મીઠા લીમડાના પાન ઉમેરો. લગભગ 20 મિનિટ માટે તેલમાં મીઠા લીમડાના પાનને રહેવા દો. જેથી કરીને તે પાંદડાના પોષક તત્વો તેલમાં ભળી જાય. જો તમે ઈચ્છો તો તેમાં વિટામિન ઈ તેલ પણ ઉમેરી શકો છો. તેનાથી તમારા વાળ મુલાયમની સાથે સાથે કાળા પણ થશે.

લગાવવાની રીત : જ્યારે તેલ ઠંડુ થઈ જાય ત્યારે તેને તમારા વાળ અને માથાની ચામડી પર સારી રીતે મસાજ કરતા લગાવો. આ તેલને તમારા વાળમાં ઓછામાં ઓછા 2 કલાક અથવા આખી રાત માટે રહેવા દો. પછી તમારા વાળને દરરોજની જેમ શેમ્પૂ અને કન્ડિશનરથી ધોઈ લો.

2. આમળાનો હેર માસ્ક : આમળાનો ઉપયોગ કરવાથી વાળ મુલાયમ અને લાંબા બને છે. તેમજ તેનાથી બનેલા હેર માસ્કની મદદથી તમે સફેદ વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આમળામાંથી બનાવેલ હેર માસ્ક તમારા વાળને એક નહીં પરંતુ ઘણી રીતે ફાયદાકારક છે.

આ માટે જરૂરી ચીજવસ્તુઓ : 1 કપ આમળા પાવડર, નાળિયેર તેલ અને લોખંડનું વાસણ (કઢાઈ).

કેવી રીતે બનાવવું : સફેદ વાળથી છુટકારો મેળવવા માટે તમારે પહેલા લોખંડના વાસણમાં 1 કપ આમળા પાવડર નાખવાનો છે. તમે આમળાનો પાઉડર ઘરે પણ બનાવી શકો છો. અથવા તમે બજારમાંથી પણ ખરીદી શકો છો. આમળાના પાઉડરને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે રાખ ના બની જાય.

હવે પછી તેમાં 500 મિલી નારિયેળ તેલ ઉમેરો. હવે આ મિશ્રણને ધીમી આંચ પર 20 મિનિટ સુધી ઉકાળો. તેને 24 કલાક બહાર રાખો અને બીજા દિવસે આ તેલને એરટાઈટ બોટલમાં ગાળીને ભરી લો.

લગાવવાની રીત : તમારા વાળમાં આ તેલથી માલિશ કરો. માલિશ કર્યા પછી તમારા વાળને હંમેશની જેમ ધોઈ લો. તમારે અઠવાડિયામાં બે વાર આ તેલનો ઉપયોગ કરવાનો છે. તમે ધીમે ધીમે જોશો કે તમારા સફેદ વાળ કાળા થઈ રહ્યા છે.

3. ડુંગળી અને લીંબુથી બનાવો હેર માસ્ક : આ માટે સામગ્રી જોઈએ છે. 2-3 ચમચી ડુંગળીનો રસ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી ઓલિવ તેલ.

કેવી રીતે બનાવવું : એક બાઉલમાં 2-3 ચમચી ડુંગળીનો રસ, એક ચમચી લીંબુનો રસ અને 1 ચમચી ઓલિવ તેલ ઉમેરીને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. તો તમારા સફેદ વાળ માટે હેર માસ્ક તૈયાર છે.

લગાવવાની રીત : હેર માસ્કને તમારા વાળ અને માથાની ચામડી પર સારી રીતે લગાવો. લગભગ 5-7 મિનિટ સુધી વાળમાં મસાજ કરતા જાઓ. પછી તમારા વાળને હંમેશની જેમ હૂંફાળા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આ માસ્કનો ઉપયોગ જરૂર કરો.

અમને આશા છે કે તમને અમારો આ લેખ જરૂર ગમ્યો હશે. જો તમે પણ સફેદ વાળથી પરેશાન થઇ ગયા છો તો આ ઉપાય કરી શકો છો, આવા જ વધુ લેખો વાંચવા માટે રસોઈદુનિયા સાથે જોડાયેલા રહો.