weight loss snake diet
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વજન ઘટાડાઈ રહયા છો તો નાસ્તો ખાવો એ ખોટું નથી, પરંતુ નાસ્તો એવો હોવો જોઈએ જે વજન ઘટાડવામાં મદદ કરે અને જેમાં કેલરી ઓછી હોય અને શરીરની ચરબી ઓગાળવામાં મદદરૂપ હોય. તમારે વજન ઘટાડતી વખતે ખાવા માટે એવા હેલ્ધી સ્નેક્સ પસંદ કરવા જોઈએ, કે જેને ખાવાથી ભૂખ શાંત થાય છે અને તે શરીર માટે પણ હેલ્ધી હોય.

અમે તમને એવા કેટલાક હેલ્ધી અને દેશી નાસ્તા વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી ભૂખને શાંત તો કરશે જ સાથે સાથે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું પણ રાખશે, તો ચાલો જાણીયે કયા કયા છે નાસ્તા.

1. શેકેલા ચણા

વજન ઘટાડવા માટે તે સૌથી લોકપ્રિય ભારતીય નાસ્તો એટલે શેકેલા ચણા. તેના 1 બાઉલમાં 12.5 ગ્રામ ફાઇબર હોય છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને કેલરી ખૂબ ઓછી છે. જ્યારે તમને વજન ઘટાડવામાં ભૂખ લાગે ત્યારે શેકેલા ચણા ખાવાથી પેટ ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. જો તમે ઇચ્છો, તો તમે તેને દિવસમાં 2-3 વખત પણ ખાઈ શકો છો.

2. મિક્સ નટ્સ

ભૂખ લાગે ત્યારે તમે મિક્સ નટ્સ પણ ખાઈ શકો છો. મિક્સ નટ્સ એટલે કે બદામ, પિસ્તા, કાજુ અને અખરોટ વગેરે વગેરે મિક્સ કરીને ખાઈ શકાય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે, હેલ્દી ફૈટ્સ વધારે હોય છે અને પ્રોટીન પણ વધારે હોય છે.

બદામમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનું પ્રમાણ વધુ હોય છે, અખરોટમાં એનસૈચુરેટેડ ફેટ હોય છે અને પિસ્તામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેનાથી તે વજન ઘટાડવા માટે સંપૂર્ણ અને હેલ્દી નાસ્તો બને છે.

3. મસાલેદાર કોર્ન ચાટ

મકાઈમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હોય છે, જે વજન ઘટાડવા દરમિયાન શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે. અડધી વાટકી મકાઈ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને પેટ ભરેલું રહે છે.

4. શક્કરિયા ચાટ

શક્કરિયામાં ફાઈબર અને પાણીનું પ્રમાણ વધુ હોય છે અને કેલરી ખૂબ ઓછી હોવાથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે.

5. મગફળી

તે મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. તેમાં હેલ્ધી ફેટ્સ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. વજન ઘટાડવા માટે તમે ફક્ત 1 મુઠ્ઠી મગફળી ખાવાનું પૂરતું છે.

જો તમેપણ વજન ઓછું કરવા માંગતા હોય અને ભૂખ્યા રહેવા માંગતા નથી તો તમે આ ઉપર જણાવેલ 4 હેલ્દી નાસ્તાને તમારા ડાયટમાં સમાવેશ કરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “વજન ઘટાડવા માટે 5 દેશી નાસ્તા, સાંજે ભૂખ્યા રહેવાની જરૂર નહીં પડે”

Comments are closed.