why am i gaining weight after losing it
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વજન વધારવું ભલે સરળ હોય, પરંતુ તેને ઓછું કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે. આપણી અનહેલ્ધી જીવનશૈલી, ખાવા પીવાની ખોટી આદતો, તણાવ, ઊંઘની ઉણપ, અન્ય ઘણા કારણો છે જેના કારણે તમારું વજન વધવા લાગે છે. કેટલીકવાર તેની પાછળ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે.

ઘણી વખત લોકો ઘણી મહેનત કર્યા પછી વજન ઉતારી તો લે છે, પરંતુ થોડા સમય પછી તેમનું વજન ફરી વધવા લાગે છે. જેના કારણે તેમની તમામ મહેનત વ્યર્થ જાય છે. જો કે, વજન ઘટ્યા પછી ફરીથી વજન વધવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

ઘણી વખત આપણી પોતાની કેટલીક ભૂલોને કારણે વજન ઘટ્યા પછી ફરી વજન વધી જાય છે. અહીં અમે તમને એવા જ કારણો વિશે જણાવી રહ્યા છીએ, જેના કારણે વજન ઘટ્યા પછી ફરી વજન વધી શકે છે.

રૂટિન પર ધ્યાન ન આપવું

ઘણીવાર લોકો તેમના વજન ઘટાડી લીધા પછી, તેઓ જૂની દિનચર્યાઓનું પાલન કરવા લાગે છે. જ્યારે પણ તમે તમારી વજન ઘટાડવાની શરૂઆત કરો છો ત્યારે નિષ્ણાતો તમને યોગ્ય દિનચર્યાનું પાલન કરવાની સલાહ આપે છે. જેમાં ખાવું-પીવું, સૂવું-જાગવું અને અન્ય અનેક પ્રકારની યોગ્ય બાબતો સામેલ છે. પરંતુ વજન ઘટાડ્યા પછી, આપણે આ આદતો છોડી દઈએ છીએ અને જૂની જીવનશૈલીમાં પાછા આવીએ છીએ, જે ફરીથી વજન વધવાનું મુખ્ય કારણ બની જાય છે.

કસરત પર ધ્યાન ન આપવું

આહાર અને વ્યાયામ બંને વજન ઘટાડવા માટે મહત્વપૂર્ણ પરિબળો છે. ઘણીવાર લોકો વિચારે છે કે માત્ર વજન ઘટાડવા માટે જ કસરત કરવી જરૂરી છે, પરંતુ એવું નથી. હેલ્દી વજન મેન્ટેન કરવા માટે પણ કસરત જરૂરી છે. તેથી જ વજન ઘટાડ્યા પછી પણ કસરત કરવાનું બંધ ન કરો.

હેલ્દી ડાઈટ પર ધ્યાન ન આપવું

સ્વસ્થ આહાર વજન ઘટાડવા માટે તેટલો જ મહત્વપૂર્ણ છે જેટલો વજન જાળવી રાખવા માટે છે. વજન ઘટાડ્યા પછી, તમારે તમારી ડાઇટનું સખ્ત રીતે પાલન ન કરો, પરંતુ તેને સંપૂર્ણપણે છોડવું પણ યોગ્ય નથી. વજન જાળવવા માટે હેલ્દી ડાઈટ પણ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : વજન ઘટાડવા માટે 5 દેશી નાસ્તા, સાંજે ભૂખ્યા રહેવાની જરૂર નહીં પડે

ઊંઘ પર ધ્યાન ન આપવું

હેલ્દી વજન મેન્ટેન કરવા માટે યોગ્ય ઊંઘ મેળવવી પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આપણું ઊંઘનું ચક્ર આપણા વજનને સીધી અસર કરે છે. જો તમે યોગ્ય સમયે ઊંઘતા નથી, તમારી ઊંઘ પૂરી નથી કરતા, તો તમારું વજન ફરીથી વધવા લાગશે. સ્ટ્રેસ લેવલની અસર વજન પર પણ પડે છે.

જો તમને આજનો અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરજો. આવી વધુ માહિતી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા