weight loss breakfast mistake
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જાણીએ છીએ કે સવારનો નાસ્તો એ દિવસનું પહેલું ભોજન છે અને તે એટલું જ મહત્વનું પણ છે. દિવસની શરૂઆતમાં તમે જે ખાઓ છો તેની સંપૂર્ણ અસર આખા દિવસ દરમિયાન તમારી ઉર્જા અને કામ પર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે નાસ્તો માત્ર તમારી ઉર્જાનો સ્ત્રોત જ નથી, પરંતુ તે તમારા વજન અને સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે.

કહેવાય છે કે તમારો નાસ્તો એક રાજા જેવો હોવો જોઈએ. કદાચ આ જ કારણ છે કે લોકો સવારે વિચાર્યા વગર પરાઠા, નમકીન, બિસ્કીટ વગેરે ખાવાનું શરૂ કરી દે છે. પરંતુ દિવસની શરૂઆતમાં તમે જે પણ ખાઓ છો તેની સીધી અસર તમારા વજન પર પણ પડે છે.

ઉદાહરણ તરીકે, જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો તમારે ફક્ત તમારા રાત્રિભોજન પર જ નહીં પરંતુ નાસ્તા પર પણ એટલું જ ધ્યાન આપવું પડશે. તો આજે આ લેખમાં તમને નાસ્તાની કેટલીક એવી ભૂલો વિશે જણાવી રહ્યાં છે, જેના કારણે તમે તમારું વજન ઓછું નથી કરી શકતા.

ફક્ત ફળો જ ખાવા : કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ નાસ્તામાં ફક્ત ફળો જ ખાય છે. આનાથી તેમને વિટામિન્સ અને મિનરલ્સ તો મળી જાય છે પરંતુ તેમની કેલરી કાઉન્ટ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આ સાથે તેમને પ્રોટીન, કાર્બ્સ અને ગુડ ફૈટ પણ પૂરતા પ્રમાણમાં મળતો નથી, જેની વિપરીત અસર તેમના મેટાબોલિક રેટ પર કરે છે.

તેથી તમારા દિવસની સારી શરૂઆત સારી કરવી અને તમારો મેટાબોલિક રેટ પણ સારો રહે તે માટે એ જરૂરી છે કે તમે તમારા નાસ્તામાં પ્રોટીન, કાર્બ્સ અને સારી ચરબીનો સમાવેશ કરો. જ્યારે વ્યક્તિના શરીરનો મેટાબોલિક રેટ સારો હોય છે તો તેમને વજન ઓછું કરવું સરળ બને છે. તમે ફળોને મધ્ય ભોજનમાં ખાઈ શકો છો.

સવારનો નાસ્તો ના કરવો : કેટલાક લોકો એવું વિચારે છે કે જો તે નાસ્તો નહિ કરે તો તેનાથી તેમનું વજન ઓછું થઇ જશે, પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. જ્યારે તમે તમારો સવારનો નાસ્તો નથી કરતા ત્યારે તે તમારા મેટાબોલિક રેટને ધીમો પાડે છે, જેનાથી વજન ઘટવાને બદલે વધવા લાગે છે.

તેથી સવારનો નાસ્તો ક્યારેય છોડશો નહીં. જો કે તમારે કોઈપણ સમયનું ભોજન છોડવું ના જોઈએ. જો તમે કોઈ ડાઈટ પ્લાનને ફોલો કરો છો અને નાસ્તો છોડવો હોય તો નિષ્ણાતની સલાહ અને માર્ગદર્શન હેઠળ જ કરવું જોઈએ.

નાસ્તામાં ઈંડાનો સફેદ ભાગ જ ખાઓ : નાસ્તામાં ઈંડા ખૂબ સારા માનવામાં આવે છે, પરંતુ એવું જોવા મળે છે કે લોકો નાસ્તામાં માત્ર ઈંડાનું સેવન કરે છે અને તેમાં પણ તેઓ ઈંડાનો સફેદ ભાગનું જ સેવન કરે છે અને જરદી છોડી દે છે. પરંતુ તમારે આમ કરવાની જરૂર નથી.

તમે દિવસમાં બે ઈંડા આસાનીથી ખાઈ શકો છો અને આનાથી તમને કોઈ સમસ્યા નહીં થાય. તમારે ઓછામાં ઓછું એક ઈંડું જરદી સાથે ખાવું જ જોઈએ, કારણ કે માત્ર ઈંડાની સફેદી ખાવાથી તમને તે મળશે નહિ જે ઈંડાની સફેદી અને ઈંડાની જરદી ખાવાથી મળશે.

નાસ્તો મોડો કરવો : આ પણ એક સામાન્ય અને મોટી ભૂલ છે, જે લોકો વારંવાર કરતા હોય છે. એવું જોવા મળે છે કે લોકો 5-6 વાગ્યે ઉઠી તો જાય છે પરંતુ સવારનો નાસ્તો 9 થી 10 વાગ્યે કરે છે. જો કે તમારે આ ના કરવું જોઈએ. ઉઠ્યા પછી તમારે 40-60 મિનિટમાં તમારો નાસ્તો અવશ્ય કરી લેવો જોઈએ.

જો તમે સવારના નાસ્તા પહેલા બદામ અથવા દૂધ પીતા હોય તો તમે બે કલાકનું અંતર બનાવી શકો છો. પરંતુ ઉઠ્યા પછી લાંબા સમય સુધી કંઈ પણ ખાતા નથી તો BMR રેટ ઘટે છે અને વજન ઘટવાને બદલે વધવા લાગે છે .

જો તમે પણ વાહન ઓછું કરવાનું વિચારી રહયા છો તો તમે પણ ઉપર જણાવેલી કોઈ ભૂલ કરશો નહીં. જો તમને આ લેખ ગમ્યો હોય, આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા