weight exercises gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મહિલાઓને હંમેશા એવી ઈચ્છા હોય છે કે તેઓ સુંદર દેખાય અને શરીરની વધારાની ચરબી જમા ના થાય અને આ માટે તેઓ વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરવાનો પ્રયાસ કરે છે. જો આપણે તે ભાગ પર જ વધારે ધ્યાન આપીને તેના પર કામ કરીએ તો વજન અને પેટની ચરબી ઓછી કરીને પરફેક્ટ ફિગર મેળવી શકાય છે.

પરંતુ આમ કરવાથી ઘણો સમય પણ જશે અને જોઈએ તૅ વું પરિણામ સારું મળશે નહીં. પરંતુ તેનાથી વિપરિત, જો આપણે આખા શરીરને અસર કરે તે પ્રમાણે કસરત કરીશું આપણે સ્વસ્થ રહીશું, શક્તિ મળશે, આખા શરીરને પરફેક્ટ ફિગર પણ મળશે અને આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં પણ ઓછો સમય લાગશે.

જો તમે તમારા આખા શરીરને ફિટ અને ટોન રાખવા માંગતા હોય તો, દિવસમાં માત્ર 3 કસરતો અને 20 મિનિટ (જો તમે શિખાઉ માણસ હોવ તો અઠવાડિયામાં 3 દિવસથી શરૂઆત કરો) સાથે તમે ફિટ, સ્વસ્થ રહી શકો છો, પેટની ચરબી અને વજન ઘટાડી શકો છો.

તે તમને પરસેવો પાડશે, તમને મજબૂત બનાવશે અને તમને તે કરવામાં પણ આનંદ આવશે. આવો જાણીએ કઈ છે આ કસરતો.

1. પુશ-અપ્સ : પુશઅપ્સ એ હાથ, છાતી, ટ્રાઇસેપ્સ અને ખભાના આગળના ભાગ માટે સ્નાયુઓને ટોનિંગ કરવાની એક સારી કસરત છે. આ તમારા હાથને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. આવો જાણીએ કેવી કરી શકાય.

https://twitter.com/i/status/1614098172330000384

2. સ્ક્વોટ્સ : સ્ક્વોટ કસરત શરીરના નીચલા ભાગ પર વધુ અસર કરે છે અને તે શરીરને મૂળ સ્થિતિમાં લાવવા માટે ફાયદાકારક છે. તે હિપ્સ અને જાંઘના મોટાભાગના મુખ્ય મસલ્સ પર અસરકારક રીતે કામ કરે છે. તેને કેવી રીતે કરવું તે જાણો.

https://twitter.com/i/status/1615631025710792704

3. પ્લેન્ક : પ્લેન્ક એક્સરસાઇઝ તમને વજનની સાથે આખા શરીરને ટોન કરીને સારી ફિગર મેળવવામાં મદદ કરે છે . તે એબ્સ, ઉપરની અને નીચેની બોડીમાં તાકાત બનાવવામાં મદદ કરે છે, તમને સુડોળ અને સુંદર શરીર આપે છે.

https://twitter.com/i/status/1701604076268519531

જો તમે આ ત્રણેય કસરત સારી રીતે કરશો તો તમને માત્ર એક મહિનામાં જ અદ્ભુત પરિણામો મળશે અને એક ખાસ વાત કે દરરોજ દસ મિનિટની આ સરળ કસરતો કરવાની આદત પાડો. જો તમારે તમારા શરીરને વધુ સ્વસ્થ રાખવું હોય તો શરીરની પણ કાળજી લો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા