wash clothes in washing machine
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મોટાભાગના લોકોની એક સમસ્યા હોય છે કે મોંઘા કપડા પણ લાંબા સમય સુધી ચાલતા નથી અને જલ્દીથી ખરાબ થઇ જાય છે. થોડો સમય ધોયા પછી તેઓ પહેરવા લાયક રહેતા નથી અને બગડી જાય છે. પરંતુ શું તમે ક્યારેય તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે?

સૌથી પહેલા તો આપણે એ જાણવું પડશે કે શું આપણે તે કપડા ઘરે ધોઈ શકાય છે અને જો ઘરે ધોઈ શક્ય છે તો તો તેને ધોતી વખતે શું સાવધાની રાખવી જોઈએ. કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ?

મોંઘા કપડાંને અલગથી ધોવો : સૌથી સામાન્ય ભૂલ જે આપણે વારંવાર કરીએ છીએ કે આપણે મોંઘા કપડા ધોતી વખતે તેને સસ્તા કપડા સાથે ધોવા માટે મૂકીએ છીએ જે ખોટું છે. આપણે સસ્તા કપડા ધોઈએ છીએ એજ રીતે મોંઘા કપડા ધોઈએ છીએ, જેના કારણે મોંઘા કપડા જલ્દી ખરાબ થઇ જાય છે. તેથી મોંઘા કપડાં ધોતી વખતે હંમેશા તેને સસ્તા કપડાથી અલગ ધોવા જોઈએ.

લેબલ પર લખેલી સૂચનાઓ જરૂર વાંચો : દરેક બ્રાન્ડેડ કપડા પર લેબલ લાગેલું હોય છે કે તેને કેવી રીતે સ્ટોર કરી શકાય અને કેવી રીતે ધોઈ શકાય વગેરે સૂચનાઓ લેબલ પર લખેલી હોય છે. ઘણી વખત લેબલ પર નિશાન હોય છે તેથી તેનો અર્થ સમજો અને તે મુજબ જ કપડાં ધોવો.

હાથથી ધોવો : મોંઘા કપડાંને વોશિંગ મશીનથી ના ધોવા જોઈએ, પરંતુ જો શક્ય હોય તો હાથથી જ ધોઈ લો. તેને હંમેશા ઠંડા પાણીથી ધોવા જોઈએ. ધોતી વખતે ધ્યાન રાખો કે ડિટર્જન્ટ પાવડર સારી રીતે નીકળી જાય, નહીં તો તેમનું ફેબ્રિક ખરાબ થઇ શકે છે. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પ્રકારના કપડાને ક્યારેય બ્રશ ના કરો.

પ્રિ ટ્રીટમેન્ટ આપો : જો કોઈ કપડા પર કોઈ ડાઘ હોય તો તેને ધોતા પહેલા પ્રી-ટ્રીટમેન્ટ આપો એટલે કે સૌથી પહેલા કપડા પર પાણી નાખીને તે જગ્યાને આંગળીઓથી સાફ કરો અને તેના પર થોડું ડિટર્જન્ટ લગાવીને તેને સાફ કરી લો.

મોંઘા કપડાં હંમેશા અલગ રાખો : તમે જેમાં દેરરોજ બિનબેગમાં કપડાં રાખો છો તેમાં ક્યારેય મોંઘા કપડા ન રાખો. એટલું જ નહીં, ધ્યાન રાખો કે આ કપડાંને લાંબા સમય સુધી બિનબેગમાં કે વોશિંગ મશીનમાં ના રાખો, નહીં તો આ કપડાં બગડી જશે.

કપડાં ધોતા પહેલાં : કપડામાંથી ગંદકી અને કોઈપણ પ્રકારની દુર્ગંધ દૂર કરવા માટે તેને પાણીમાં પંદર મિનિટ સુધી રાખો. આ પછી તમે તેમાં ફેબ્રિક સોફ્ટનર અને કલર સોફ્ટનર પણ ઉમેરી શકો છો અને ત્યાર બાદ કપડાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

કપડાં સુકવતી વખતે આ વાતનું ધ્યાન રાખો : ધોયેલા કપડાને પાણી કાઢવા માટે ક્યારેય જોરથી ના નિચોડો, આમ કરવાથી કપડું બગડી જાય છે. આ સિવાય સૂકવતી વખતે તેને સૂર્યપ્રકાશમાં ક્યારેય સૂકવશો નહીં, કારણ કે આમ કરવાથી કપડાનો રંગ ફીકો પડી શકે છે અને કપડાને પણ નુકસાન પહોંચાડી શકે છે

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા