veg chowmein recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વેજ ચાઉમીન ભારતનું સૌથી વધુ લોકપ્રિય ચાઈનીઝ સ્ટ્રીટ ફૂડ છે, જેમાં સોફ્ટ નૂડલ્સની સાથે પૌષ્ટિક ક્રન્ચી શાકભાજીનો પણ સમાવેશ કરવાં આવે છે. વેજ ચાઉમીનનું રંગબેરંગી ટેક્સચર દરેકને મોઢામાં પાણી લાવી દે એવું આકર્ષક હોય છે.

વેજીટેબલ ચાઉમીન હક્કા નૂડલ્સ અને વિવિધ તાજા શાકભાજીની સાથે અનેક મસાલા અને વિવિધ ચટણીઓ સાથે બનાવવામાં આવે છે. તમે કોઈપણ સૉસ ને વધુ અથવા ઓછો ઉમેરીને ચાઉમીનના સ્વાદને તમારા સ્વાદ અનુસાર સહેજ તીખો, ખાટો અને મીઠો કરી શકો છો.

વેજીટેબલ ચાઉમીનને નાસ્તામાં, બપોરના લંચમાં અથવા સાંજે ચા સાથે પણ સર્વ કરો, નાના બાળકો તેમજ પરિવારના દરેકને તે ગમશે. તો આવો જાણીયે વેજ ચાઉમીન બનાવવાની સરળ રીત.

સામગ્રી

 • નૂડલ્સ – 1 પેકેટ (200 ગ્રામ)
 • ગાજર – 1 જીણું સમારેલ
 • કેપ્સીકમ – 1 બારીક સમારેલ
 • કોબી – 1 કપ (બારીક સમારેલી)
 • તેલ અથવા ઘી – 2 ચમચી
 • માખણ – 1 ચમચી
 • મીઠું સ્વાદ મુજબ
 • કાળા મરી પાવડર – 1/2 ચમચી
 • લીલા મરચા – 1 (બારીક સમારેલ)
 • લીલી ડુંગળી – 1 (ઝીણી સમારેલી)
 • આદુ – 1 ચમચી (છીણેલું)
 • ચિલી સોસ – 2 ચમચી
 • સોયા સોસ – 2 ચમચી
 • વિનેગર – 2 ચમચી

ચાઉમીન બનાવવાની રીત

ચાઉમીન બનાવવા માટે સૌથી પહેલા, ગેસ પર એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા માટે મુકો. હવે પાણીમાં મીઠું અને થોડું તેલ નાખીને નૂડલ્સને પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળો. નૂડલ્સ બફાઈ જાય પછી ગેસ બંધ કરી દો.

હવે નૂડલ્સમાંથી વધારાનું પાણી કાઢવા માટે નૂડલ્સને ચાળણીથી ગાળી લો અને ઠંડા પાણીથી ધોઈ લો. તો નૂડલ્સ તૈયાર થઇ ગયા છે, હવે ચાઉમિન બનાવીશું, તો ચાઉમીન બનાવવા માટે, ગેસ પર એક પેનમાં થોડું માખણ ગરમ કરો.

માખણમાં આદુ, લીલા મરચાં અને લીલી ડુંગળીને માખણમાં ફ્રાય કરો. પછી તેમાં સમારેલા ગાજર, કેપ્સિકમ અને કોબી ઉમેરો અને સતત હલાવતા રહીને બે મિનિટ સુધી પકાવો. શાકભાજી થોડા ચડી જાય એટલે તેમાં બાફેલા નૂડલ્સ, મીઠું અને કાળામરી પાવડર મિક્સ કરો.

હવે ચમચાથી સતત હલાવતા રહીને 2 મિનિટ સુધી ઉંચી આંચ પર બધું સારી રીતે મિક્સ કરો. ચાઇનીસ વાનગીમાં સતત હલાવતા રહેવું જરૂરી છે. હવે ચાઉમીનમાં સ્વાદ વધારવા માટે ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો સોસ અને વિનેગર મિક્સ કરો અને ઝડપથી હલાવતા રહીને બધું મિક્સ કરો.

2 મિનિટ સુધી હલાવતા રહો અને પછી ગેસ બંધ કરો. તમારા સ્વાદિષ્ટ વેજ નૂડલ્સ સર્વ કરવા માટે તૈયાર છે. નૂડલ્સને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને ચટણી અથવા ટામેટા સૉસ સાથે ગરમાગરમ ચાઉમીન સર્વ કરો.

આ પણ વાંચો: ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનાના પોટેટો બોલ્સ રેસીપી

સ્વાદમાં વધુ ઓછું કરવા માટે ટિપ્સ

સ્વાદ બદલવા માટે તમે વેજ ચાઉમીનમાં અન્ય શાકભાજી જેમ કે પનીર, બેબી કોર્ન, ટોફુ, બ્રોકોલી વગેરેને પણ ઉમેરી શકો છો. તમે તમારા સ્વાદ અનુસાર આમાંથી કોઈપણ શાકભાજીને કાઢી પણ શકો છો.

ચાઉમીન બનાવતી વખતે કોઈ પણ શાકભાજીને વધુ રાંધશો નહીં, શાકભાજીને સતત હલાવો જેથી શાકભાજી કુરકુરી રહે અને તેનું પોષણ મૂલ્ય પણ જળવાઈ રહે. અલગ સ્વાદ માટે ચાઉમીનમાં એક ચમચી ખાંડ મિક્સ કરો, જેથી વિનેગરનો સ્વાદ બેલેન્સ રહેશે.

ચાઉમીનને સ્ટોર કરવા અને સર્વ કરવા માટેની ટિપ્સ

ચાઉમીનને ગરમાગરમ સર્વ કરો. તમે નૂડલ્સને પહેલાથી જ ઉકાળીને રાખી શકો છો અને સાંજ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને, જ્યારે ઈચ્છો ત્યારે ચાઉમીન બનાવી શકો છો.

જે લોકો પીજી માં રહે છે અથવા કોલેજ કર છે, એકલા રહે છે તેમના માટે સવારનો નાસ્તો અથવા બપોરના ભોજન માટે સારી વાનગી છે. જો કે વેજ ચાઉમીનને એકલું ખાઈ શકો છો, પરંતુ કોબી મંચુરિયન અથવા વેજ મંચુરિયન સાથે પીરસવું વધુ સારું રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા