vastu tips for home in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરમાં સુખ શાંતિ હોવી ખુબ જરૂરી છે. ઘણી વાર મહિલાઓ વિચારમાં ખોવાઈ જાય છે કે ઘરમાં બધું જ છે પણ શાંતિ નથી અને લગ્ન પછી મહિલાઓનો મોટાભાગનો સમય ઘર અને પરિવારની જવાબદારીઓ નિભાવવામાં જ જાય છે. ઘરની ચીજવસ્તુઓ ગોઠવવામાં કે તેમના માટે રસોઈ અને પરિવારના સભ્યોની સંભાળ રાખવા જેવા બધા જ મહત્વના કામ મહિલાઓ કુશળતાપૂર્વક સંભાળે છે.

પરંતુ તમે ક્યારેક ધ્યાન આપ્યું જ હશે કે ઘરમાં નાની-નાની તકલીફોને કારણે ઘરમાં તણાવ અને પરેશાનીઓ વધી જાય છે. જો તમારા ઘરમાં કોઈ મુદ્દે ઝઘડા થાય છે અથવા પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહે છે તો ઘરની વાસ્તુ પર થોડું ધ્યાન જરૂર આપો.

એવું માનવામાં આવે છે કે જો ઘરમાં વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં ના આવે તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, જેના કારણે ઘરમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. આ સમસ્યાઓથી બચવા અને સકારાત્મકતા માટે ઘર સંબંધિત આ વાસ્તુ દોષોને દૂર કરવા જરૂરી છે.

ઘરમાં પડેલા વેરવિખેર કપડાં : ઘણીવાર મહિલાઓ ઘર અને ઓફિસની જવાબદારીઓ નિભાવવામાં ઘરના બધા કામો માટે સમય કાઢી શકતી નથી. તો આવી સ્થિતિમાં ઘણી વાર કપડાં આમ તેમ વેરવિખેર પડ્યા રહે છે. તેનાથી ઘરમાં વાસ્તુ દોષો ઉત્પન્ન થાય છે. જો સ્વચ્છ કપડાં પહેરવામાં ના આવે તો તેનાથી પણ તણાવ અને અસ્વસ્થતા અનુભવાય છે.

એટલા માટે ધ્યાન આપો કે ઘરમાં કપડાં વ્યવસ્થિત રીતે રાખવામાં આવે. જો ઘરમાં જુના કપડાં અને નકામા કપડા પડેલા હોય તો તેમાંથી પણ નકારાત્મક ઉર્જા ઘરમાં વહે છે. જો તમે આવા કપડાંનો ઉપયોગ કોઈપણ રીતે કરી શકતા નથી તો સલાહ આપવામાં આવે છે કે તેને દાન કરો અથવા ઘરની બહાર ફેંકી દો.

ઘરમાં વેન્ટિલેશનનો અભાવ : આજના સમયમાં જગ્યાના અભાવે ઘણા ઘરોમાં વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા નથી. જો ઘરમાં તાજી હવાનો પ્રવેશ ના હોય તો તેની અસર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પડે છે. ઘરમાં ફ્રેશ હવા અને કુદરતી પ્રકાશના અભાવને કારણે મનમાં નકારાત્મક લાગણીઓ આવે છે અને ડિપ્રેશન, તણાવ જેવી સમસ્યાઓ વધવા લાગે છે. એટલા માટે ઘરના યોગ્ય વેન્ટિલેશન પર જરૂર ધ્યાન આપો.

ગંદા વાસણો : ઘણી વખત થાક કે આળસના કારણે ખાધા પછી ગંદા વાસણો આપણે લાંબા સમય સુધી સિંકમાં રાખીએ છીએ કે પછી સાફ કરી લઈશું. આ વાસણોમાં ઝીણી ચીકાશને કારણે બેક્ટેરિયા વધે છે. ક્યારેક રાત્રે જમ્યા પછી સવારે વાસણો ધોવા માટે સિન્કમાં મૂકી રાખવામાં આવે છે.

આને કારણે વસ્તુ દોષ પેદા થાય છે. સિન્કમાં વાસણો મૂકી રાખવા તે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. જો શક્ય હોય તો ગંદા વાસણો શક્ય તેટલી વહેલી તકે ખાઈને સાફ કરી લો. આનાથી રસોડું સુવ્યવસ્થિત દેખાય છે અને બેક્ટેરિયા, ઉંદરો અને વંદો રસોડામાં પ્રવેશવાની શક્યતા પણ ઘટી જાય છે.

ઘરમાં તૂટ ફૂટ : ઘરોમાં ઘણીવાર નાની વસ્તુઓ ડેમેજ થતી રહે છે. ક્યારેક બલ્બ ફૂટે છે તો ઘડિયાળ તૂટી જાય છે. તેવી જ રીતે બીજા પણ ઘણા પ્રકારના ઈલેક્ટ્રોનિક વસ્તુમાં ખામીને કારણે તે નિષ્ક્રિય રહે છે. તો આ વસ્તુઓને કારણે ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. એટલા માટે તેમને રીપેર કરવો અથવા ઘરની બહાર ફેંકી દો.

પીવાનું પાણી ખુલ્લું રાખવું : જો ઘરમાં પીવાનું પાણીનું પાત્ર ખુલ્લું રહે છે તો તેના વાતાવરણમાં રહેલા ધૂળના કણોથી પાણી દૂષિત થવાનું જોખમ રહેલું છે. પાણી પીવાના પાત્રને ખુલ્લુંથી પણ વાસ્તુ દોષ થાય છે. એટલા માટે પાણીના પાત્રને હંમેશા ઢાંકીને રાખો.

ઘરમાં કરોળિયાના જાળ : દરરોજ ઘરની સફાઈ કરવામાં આવે છે પરંતુ અમુક જગ્યા અહીં જાય છે, ત્યારે ઘરમાં કરોળિયાના મોટા મોટા જાળા બનેલા જોવા મળે છે. આના કારણે રાહુ-કેતુ અને શનિ વિઘ્ન પેદા કરી શકે છે અને આનાથી ઘણા કામ મુશ્કેલી આવી શકે છે, તેથી ઘરમાં કરોળિયાના જાળને પણ સાફ કરો.

ટોયલેટ સાફ ના રાખવું : કેટલીકવાર પરિવારના સભ્યો બેદરકારીને કારણે શૌચાલયના દરવાજા ખુલ્લા છોડી દે છે અને ઘરમાં મોટાભાગના બેક્ટેરિયા શૌચાલયમાં વધે છે તેથી તેનો ઉપયોગ કર્યા પછી દરવાજો બંધ કરો અને શૌચાલયની નિયમિત સફાઈ પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તો આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે .

ઘરમાં ગંદકી : ઘરની સફાઈમાં ઘણી વાર લાંબો સમય લાગવાથી મહિલાઓ અમુક જગ્યા છોડી દે છે, પરંતુ આનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. આના કારણે ઘરમાં તણાવ વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે મનમુટાવ ની સ્થિતિ આવી શકે છે. તો ઘરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. આ ખાસ વાતનું ધ્યાન રાખો કે સાવરણીને ઉભી ન રાખો. સાવરણીને એવી જગ્યાએ પણ ના રાખો જેથી કરીને ચાલતી વખતે તે તમારા પગમાં આવે.

નળમાંથી ટપકતું પાણી : ઘણી વખત બાથરૂમ અથવા રસોડામાં જૂના અથવા ફિટિંગમાં કાટ લાગવાને કારણે લીકેજ થાય છે. જ્યારે થોડું પાણી ટપકતું હોય છે ત્યારે ઘરના સભ્યો તેના પર ધ્યાન નથી આપતા. આવું કરવું યોગ્ય નથી કારણ કે પાણીના ટીપાં મનમાં અશાંતિ પેદા કરે છે. આનાથી ઘરમાં આર્થિક સમસ્યા થઈ શકે છે તો, જ્યારે પણ લીકેજ હોય ​​તો તેને રીપેર કરાવો. આનાથી ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિનો વાસ રહેશે.

આમ તેમ પડેલા ચપ્પલ : પહેલાના સમયમાં ચપ્પલ ઘરની બહાર જ કાઢતા હતા, પણ આજના સમયમાં મોટાભાગના લોકો ઘરમાં ચપ્પલ પહેરીને ફરે છે. જેના કારણે ઘરમાં માટી, ધૂળ, બેક્ટેરિયા અને ગંદકી આવે છે. જો ચપ્પલને ગોઠવીને સ્ટેન્ડમાં રાખવામાં આવે તો તે ઘરને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને પરિવારમાં ખુશીઓ જળવાઈ રહે છે.

આ વાસ્તુ દોષો વિશે જાણ્યા પછી તમે પણ તેને દૂર કરવાની દિશામાં જરૂરથી કામ કરશો એવી આશે છે. આનાથી તમારા ઘરમાં હંમેશા ખુશીઓ જળવાઈ રહે છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને આગળ મોકલાઓ અને તમારા ઘરને વધુ સારું બનાવવા સંબંધિત બીજી વસ્તુ ટીપ્સ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા