vasan saaf karva mate tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દિવાળી આવી રહી છે અને આ દિવસોમાં દરેક પોતાના ઘરમાં નવરાત્રી અને દિવાળીની તૈયારીમાં વ્યસ્ત થઇ જાય છે. જેમ જેમ તહેવાર નજીક આવે છે તેમ એક મહત્વની સમસ્યા સામે આવે છે અને એ છે કે આખા ઘરની સફાઈ સાથે દિવાળીમાં બનતી વાનગીઓના વાસણોને કેવી રીતે સાફ કરવા.

ઘણા એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણો તો ખૂબ ખરાબ રીતે બળી જાય છે, જેના કારણે તેને સારી રીતે સાફ કરવા અઘરું બની જાય છે. જરા વિચાર તો કરો કે, જો તમારું 5 લિટરનું કૂકર બળી જાય તો તેને સાફ કરવામાં કેટલો કંટાળો આવે છે. આવું જ કેટલાક મોટા લોખંડના વાસણો, એલ્યુમિનિયમના વાસણો અને સ્ટીલના વાસણો ધોવા અમને ખૂબ જ મુશ્કેલ લાગે છે.

એવામાં જો કેટલીક ખાસ ટિપ્સનો ઉપયોગ કરવામાં આવે તો જેની મદદથી તમારા મોટા વાસણો સરળતાથી સાફ કરી શકાય? તમને બળી ગયેલા કૂકર, મોટા તવા અને બીજા વાસણો સાફ કરવા માટે કેટલીક ખાસ ટીપ્સ કમ લાગી શકે છે. તો ચાલો તમને તે ટિપ્સ વિશે જણાવીએ.

1. એલ્યુમિનિયમ વાસણો

સૌથી વધારે મુશ્કેલી એ છે કે એલ્યુમિનિયમના વાસણો સાફ કરવા, એકવાર જો તેની કથ્થઈમાં પુરીઓ તળવામાં આવ્યા પછી તેનો રંગ ભૂરો થઈ જાય છે. એવામાં તેને ફરીથી ઘસી ઘસીને સાફ કરવું મુશ્કેલ બની જાય છે. જો તમારે એલ્યુમિનિયમના વાસણોની સફાઈ કરાવી છે અને ખાસ કરીને કુકર અને કડાઈ સાફ કરવી હોય તો આ કેટલીક ટિપ્સ તમારે કામ વી શકે છે.

વિનેગર : સૌથી પહેલા તેને વિનેગરથી સાફ કરી શકાય છે. જો એલ્યુમિનિયમનું વાસણ ખરાબ રીતે બળી ગયું હોય, તો તેને સાફ કરવા માટે, તેમાં પાણી ઉમેરો અને તે જ વાસણમાં અડધો કપ સફેદ વિનેગર નાખીને તેજ વાસણને ઉકાળો. તેને 10 મિનિટ સુધી ઉકળવા દો અને પછી તેને ઠંડુ કરો અને તેમાં લીકવીડ સાબુ ઉમેરો. હવે જ્યારે તમે તેને વાસણ ધોવાના સ્ક્રબથી ઘસશો તો તે સરળતાથી સાફ થઇ જશે.

સફરજનની છાલ : એલ્યુમિનિયમ સાફ કરવાની આ એક બીજી સારી રીત એ છે કે સફરજનની છાલને પાણીમાં ભરીને ઉકાળો. તેને ધીમી આંચ પર 20-30 મિનિટ સુધી ઉકળવા દો અને હવે તેને હૂંફાળા સાબુવાળા પાણીથી ધોઈ લો.

એલ્યુમિનિયમ વાસણોને બહારથી આ રીતે સાફ કરો : વાસણોને બહારથી સાફ કરવા માટે, વિનેગર, નવશેકું પાણી અને ડીશવોશિંગ સાબુનું મિશ્રણ કરો અને આ મિશ્રણથી એલ્યુમિનિયમના વાસણોને ડીશ-ક્લીનિંગ સ્ક્રબથી સાફ કરો. જો વાસણ બહારથી ખૂબ જ બળી ગયું હોય, તો સિલ્વર પોલિશનો પણ ઉપયોગ કરી શકાય છે.

2. લોખંડના વાસણોનો ઉપયોગ 

લોખંડના વાસણોને સાફ કરવું પણ એક અઘરું કામ છે. તેને ઘસવામાં વધારે મહેનત લાગે છે અને સતત કામ કરવાને કારણે તેમાં કાટ લાગવાની સંભાવના પણ વધારે છે. તેથી તેને સાફ કરવા માટે કેટલીક ટિપ્સ અપનાવવી જોઈએ.

કોલ્ડ્રીંક : કાળા કલરની કોલ્ડ્રીંક લોખંડના વાસણો સાફ કરવામાં મદદ કરી શકે છે. આ માટે કોલ્ડડ્રિંકને એક વાસણમાં નાખીને અને તેને ધીમી જ્યોત પર ઉકાળો અને ત્યાર બાદ જ્યારે તેમાંથી પરપોટા આવવા લાગે ત્યારે તેને ગેસ પરથી ઉતાળી લો અને પ્લાસ્ટિકના બ્રશ અને સાબુની મદદથી તેને ધોઈ લો. જામી ગયેલી ગંદકી ખૂબ જ સરળતાથી પીગળી જશે.

મીઠું : મીઠાની મદદથી સફાઈ ખૂબ સરળતાથી કરી શકાય છે. આ માટે તમે સ્ક્રબ પેડમાં વધારે મીઠું લો અને તેમાં થોડું લીકવીડ સોપ ઉમેરો અને તેનો ઉપયોગ સફાઈ માટે કરો. આમ કરવાથી તમારા લોખંડના વાસણો સહેલાઈથી સાફ થઈ જશે.

બેકિંગ સોડા : બેકિંગ સોડા પણ વાસણો સાફ કરવા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. તમારે ફક્ત બેકિંગ સોડા પાણી અને લીંબુના રસની પેસ્ટ બનાવીને વાસણોને ગરમ પાણીથી સાફ કરવાના છે. જો વાસણ ખૂબ જ બળી ગયું હોય તો પછી બેકિંગ સોડાની પેસ્ટને વાસણમાં થોડા સમય માટે લગાવીને છોડી દો.

3. સ્ટીલના વાસણોની સફાઈ

આપણે બધાને સ્ટીલના ચળકતા વાસણો જોઈને ખુબ જ સારું લાગે છે, પણ જો તે ગંદા થઈ જાય તો તે ચોક્કસ ખરાબ લાગશે. આ સ્થિતિમાં સ્ટીલના વાસણો સાફ કરવા માટે કેટલાક હેક્સ પણ કામમાં આવી શકે છે.

ટોમેટો કેચઅપ : જો તમે વિચારી રહ્યા હોવ કે તે કેવી રીતે, તો ટોમેટો કેચઅપ ખુજ જ કામ આવી શકે છે. તમે બળી ગયેલા સ્ટીલના વાસણમાં ટોમેટો સોસ નાખીને આખી રાત માટે છોડી દો તમે સવારમાં જોશો કે ચટણીને કારણે એકઠું થયેલું પડ ઉખડી ગયું છે.

લીંબુનો રસ : લીંબુનો રસ પણ એ જ રીતે વાસણો સાફ કરી નાખશે. તમારે થોડા સમય માટે સ્ટીલના વાસણમાં લીંબુનો રસ નાખીને રાખવું પડશે અને જો વાસણ વધારે ગંદુ હોય, તો તેમાં થોડું લીકવીડ સોપ નાખો. પછી તે સરળતાથી સ્ક્રબ થઈ જશે.

વાઇન : સ્ટીલના વાસણમાં વાઇન એ જ રીતે કામ કરશે જેમ વિનેગર કરે છે. આ માટે તમે બળી ગયેલા વાસણમાં આખી રાત માટે વાઈન નાખીને છોડી દો, તમારા વાસણો સવાર સુધીમાં આરામથી સાફ કરવા લાયક થઇ જશે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા