મહિલાઓ દરરોજ ઘરની સારી રીતે સફાઈ કરતી હોય છે. તેમ છતાં ઘરના અમુક ભાગમાં કોકરોચ આવી જાય છે. ઘણા લોકો કોક્રોચથી ખુબ જ પરેશાન થાય છે કારણ કે તે રસોડામાં અને જમવાના વાસણમાં પણ ફરતા હોય છે, તેથી બીમારીનો પણ ભય રહે છે.
કોકરોચથી છુટકારો મેળવવા માટે આપણે મોંઘી જંતુનાશકો દવાઓ લાવીએ છીએ પરંતુ તેમ છતાં ખાસ ફાયદો થતો નથી. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી વંદાઓ ઘરમાં દેખાશે પણ નહીં.
કેરોસીન
પહેલાના જમાનામાં કેરોસીનનો ખુબ જ ઉપયોગ થતો હતો , પરંતુ આજે કેસરોસીનનો ઉપયોગ ઘરના કામકાજમાં ઓછો થાય છે. પરંતુ કેરોસીન વંદાઓને ભગાડવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ઘરના જે પણ ભાગમાં તમને સૌથી વધુ વંદાઓ આવતા દેખાય છે ત્યાં કેરોસીનનો છંટકાવ કરો. જ્યાં સુધી કેરોસીનની ગંધ આવતી રહેશે ત્યાં સુધી ત્યાં એકપણ વંદો દેખાશે નહીં. રસોડા જેવી જગ્યાએ કેરોસીન નાખતા પહેલા તેમાં થોડું પાણી મિક્સ કરો અને કેરોસીનનો છંટકાવ કરેલો છે ત્યાં બાળકોને જવા ન દો.
લવિંગનો ઉપયોગ કરો
સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ ઘરમાં રસોઈ બનાવવામાં કરવામાં આવે છે. પરંતુ તમે આ લવિંગ નો ઉપયોગ કોકરોચથી છુટકારો મેળવવા માટે પણ કરી શકો છો. વાસ્તવમાં લવિંગની ગંધ ખૂબ જ તીવ્ર અને તીખી હોય છે. જેના કારણે તેની ગંધથી જ વંદાઓ દૂર ભાગી જાય છે.
તમારે ફક્ત લવિંગને, જ્યાં વધારે વંદાઓ આવતા હોય ત્યાં આસપાસ રાખવાનું છે. તેની ગંધથી કોકરોચ ત્યાં આવશે જ નહીં. જયારે આ લવિંગની સ્મેલ આવતી બંધ થઇ જાય છે ત્યારે તેની જગ્યાએ નવી લવિંગ મૂકી દો.
ઘરની બધી તિરાડો ભરો
ઘરની દીવાલોમાં પડેલી તિરાડો જીવજંતુઓનું ઘર હોય છે. તેથી સફેદ સિમેન્ટથી ફ્લોર અને કિચન સિંકમાં તિરાડો પડી હોય તેને ભરો. વંદાઓ તિરાડની અંદર છુપાય છે અને ઇંડા મૂકે છે. એકવાર તિરાડો બંધ થઈ ગયા પછી વંદોને રહેવા માટેની જગ્યા મળશે નહીં અને તેઓ આપમેળે ઘરમાં આવતા બંધ થઇ જશે.
આ પણ વાંચોઃ ઘરમાં આવતા આમંત્રણ વગરના મહેમાનો ને ઘરમાંથી ભગાડવા માટે ઘરેલુ ઉપાય
તમાલપત્ર
તમાલપત્રના નાના નાના ટુકડા કરીને ઘરના અલગ અલગ ખૂણામાં રાખો. તમાલપત્રની ગંધથી દૂર ભાગી જાય છે. તમાલપત્ર સિવાય તમે ફૂદીનાના પાનને ઘરમાં રાખવાથી પણ વંદાઓ ઘરમાં આવતા નથી. જો તમે ઈચ્છો તો બંને પાંદડાને સાથે પણ રાખી શકો છો.
લીમડાનું તેલ
લીમડાના તેલની મદદથી, વંદાઓ ભગાડવા માટેનું એક લિક્વિડ તૈયાર કરી શકાય છે. આ કપ પાણીમાં લીમડાના તેલના ટીપ્પાં નાખીને મિક્સ કરો અને સ્પ્રે બોટલમાં ભરો. હવે જ્યાં વંદાઓ આવે ત્યાં સ્પ્રે કરો.
વંદો જેવી સમસ્યાઓથી બચવા માટે વિવિધ પ્રકારના જંતુનાશક દવા લેવા કરતાં ઘરમાં હાજર વસ્તુઓનો જ ઉપયોગ કરવો વધુ સારું છે. આનાથી વંદાઓ પણ ઘાથી દૂર રહેશે અને તમારે ખર્ચ પણ નહીં કરવો પડે.
જો તમને આ લેખ ગમ્યો હોય તો લોકો સુધી પહોંચાડો, જેથી બીજા લોકો પણ મદદ થઇ શકે. આવા જ વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.