Vada Sambhar Recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમારી સાથે શેર કરીશુ  મેંદુ વડા સાથે ફટાફટ બની જતા સંભાર ની રેસીપી. દાળ પલાળવાની માથાકૂટ વગર એકદમ ફટાફટ બની જતા, બહારથી ક્રિસ્પી અને ખાવાનો સોફ્ટ બને છે. જો  અચાનક કોઇ મહેમાન આવે કે  સાંજે નાની-મોટી ભૂખ લાગે ત્યારે એક્દમ ઝ્ડપથી બની જતા મેંદુવડા સાથે સંભાર ની રેસીપી શરૂ કરીએ.

વડા માટે સામગ્રી:

  • દોઢ કપ પાણી
  • એક ક્પ સોજી રવો
  • અડધી ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • સુધારેલા પાંચ થી છ લીમડાના પાન
  • એક ચમચી જીરું
  • ઝીણી સુધારેલી ૧ નાની ડુંગળી
  • બે મોટી ચમચી કોથમીરના પાન
  • બે મોટી ચમચી જેટલા સુધારેલા કોથમીરના પાન
  • ૩ મોટી ચમચી જેટલું દહીં
  • બેકિંગ સોડા

સાંભાર બનાવા માટે

  • તેલ
  • એક ચમચી રાઈના દાણા
  • ૨ સૂકા લાલ મરચાં
  • હળદળ પાઉડર
  • લાલ મરચું પાઉડર
  • ૫ થી ૬ લીમડાના પાન
  • હિંગ
  • ૨ લીલા મરચા
  • ૨ ચમચી સાંભારમસાલો
  • એક મિડીયમ ટામેટા
  • મીઠું
  • તુવેળ ની દાળ
  • પાણી
  • આંબલી નો પલ્પ
  • ગોળ
  • કોથમીર

બનાવાની રીત:-

ક્રિસ્પી અને ખાવામાં બની જતા મેંદુ વડા બનાવવા માટે એક પેન મા દોઢ કપ એટલે કે એક કંપની ઉપર અડધા કપ જેટલું પાણી માં એડ કરવુ . હવે પાણીમાં એક વાટકી પ્રમાણે તમારે દોઢ વાટકી જેટલું પાણી લેવાનું છે જે કપથી પાણી લીધેલું છે તે કપના  પ્રમાણે એક ક્પ સોજી રવો લેવો

હવે સૂજીને થોડો થોડો પાણી માં એડ કરીને મિક્સ કરી લો. અહીં  ગેસને મિડિયમ રાખવાનો એટલે સોજી સારી રીતે ફુલી જાય. તો લગભગ બે મિનિટમાં તમે જોઈ શકસો કે સોજી ડો ફોર્મમાં આવી જસે. હવે ગેસ બંધ કરી દો.

સોજી ના મિક્ષણને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દો. સોજી ના  મેંદુ વડા બનાવતી વખતે સોજી ને દહીં સાથે પલાળીને 30 મિનિટ માટે રાખવાનુ  હોય છે પણ જો તમે આ રીતે  બનાવશો તો ફક્ત દસ જ મિનિટમાં એકદમ ક્રિસ્પી અને બજાર જવા મેંદુ વડા તૈયાર થઈ જશે.

Vada Sambhar Recipe

હવે અડધી ચમચી આદુની પેસ્ટ,  ૧ ચમચી લીલા મરચાની પેસ્ટ, અને સુધારેલા પાંચ થી છ લીમડાના પાનને એક ચમચી જીરું,  ઝીણી સુધારેલી ૧ નાની ડુંગળી સાથે બે મોટી ચમચી જેટલા સુધારેલા કોથમીરના પાન,  સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દો

હવે એકદમ સોફ્ટ અને ફુલેલા મેંદુ વડા બનાવવા માટે ૩ મોટી ચમચી જેટલું દહીં , સાથે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે તેને દહીં માં એડ કર સારી રીતે મિક્સ કરી લો. તો આ મિક્સઅપ આપણા વડા ને એકદમ સોફ્ટ અને ફુલેલા બનાવશે. હવે એકદમ સારી રીતે એક્ટિવેટ થઈ ગયેલુ મીક્સઅપ એડ કરી દો. હવે બધી જ વસ્તુને હાથેથી મિક્સ કરી લો. તો બધી જ વસ્તુ મિક્સ થઇને મેદુવડા માટેનો આ રીતનો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે .

હવે વડા બનાવવા માટે થોડો લોટ હાથમાં લઇ અને રાઉન્ડ શેપમાં બોલ બનાવી લો અને હવે હાથની મદદથી બોલને થોડુંક લેપ કરીને  વડાનો શેપ આપી દો.

Vada Sambhar Recipe

હવે આંગળી ને થોડી પાણીવાળી કરી અને વડા સેન્ટરમાં એક હોલ કરીદો. વડાના સેન્ટરમાં હોલ કરવાથી વળતી વખતે વડા બધી જ બાજુથી એક સરખા કોપ થાય છે. એકદમ મેંદુ વડા તૈયાર થઈ ગયાં છે અને આ રીતના બધા જ વડા તૈયાર કરી લો.

મેંદુ વડા તળવા માટે ગેસ પર તેલ ગરમ કરવાં મૂકો.તેલ ગરમ થઈ ગયાં પછી વડા ને તળવા માટે  મૂકો. વડા તરાય એટલે ઝારાની મદદથી બંને બાજુ વડા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. લગભગ પાંચથી સાત મિનિટ જેવું થાય પછી આપણા વડા એકદમ સારી રીતે તળાઈને બહારથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા હસે.

હવે તળેલા વડાને જાળામાં લઈલો, જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય તો ફક્ત દસ જ મિનિટમાં મેંદુ વડા બનાવતા ન પણ આવડતું હોય તો તેને સોફ મેંદુ વડા પહેલી જ વારમાં બનાવી શકશો.

Vada Sambhar Recipe

આ પણ વાંચો:

સાભાળ બનાવવા

સાંભાર બનાવવા કુકરમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી લો. આપણે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈના દાણા, ૨ સૂકા લાલ મરચાં,  ૫ થી ૬ લીમડાના પાન, હિંગ અને ૨ લીલા મરચા એડ કરી બધું સારી રીતે મિક્સ  કરી લો.

વગાડ સારી રીતે તૈયાર થઇ ગયા પછી એક ડુંગળીને નાના થોડા મોટા પીસમાં કટ કરી તેને તેલમાં એડ કરીને ડુંગળી નો કલર ટ્રાન્સફર થાય ત્યાં સુધી તેને સોતે કરી લો. લગભગ બે મિનિટમાં જ ડુંગળી સારી રીતે ટ્રાન્સફર થઈ જસે.

હવે એક મિડીયમ ટામેટા નાં થોડા મોટા ટુકડાં, અને સ્વાદ પ્રમાણે મીઠું લઇને ટમેટા સોફ્ટ ત્યાં સુધી તેને કુક કરી લો.લગભગ ૩ મિનિટ જેટલો સમય લાગશે.

Vada Sambhar Recipe

હવે થોડાં રીંગણ, ગાજર અને દૂધી નાં પીસ અને ગરમપાણીમાં પલાયેલી તુવેળ ની દાળ ને એડ કરો. હવે હળદળ, મરચું, સાંભારમસાલો બધુ એડ કરીને તેલ માં બધું સારી રીતે મિક્સ કરી ને કુક કરી લો. હવે અઢી કપ પાણી એડ કરીને કુકર નાં ઢાંકણ ને બંધ કરી ધીમા ગેસ પર કુકર ની ૨ વિસલ કરી દો .

દાળ કુક થઈ ગયાં પછી તેને એક સરખી કરવાં માટે તેને થોડી ક્રશ કરી લો. હવે સાંભારમાં થોડું પાણી એડ કરી ને આંબલી નો પલ્પ એડ કરો. તમે લીંબૂ પણ એડ કરી શકો છો. હવે થોડો ગોળ એડ કરીને દાળ ને હલાવો. આંબલી નો પલ્પ અને ગોળ હંમેશા પાછળ થી જ એડ કરવો. હવે થીડી કોથમીર એડ કરી દો.

તો તૈયાર છે સાંભાર.

Vada Sambhar Recipe

તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો:👉 રસોઈ ની દુનિયા

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા