vacuum cleaner tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરની સફાઈ કરવાનું ભલે સરળ કામ લાગે પરંતુ વાસ્તવમાં એટલું સરળ નથી. દિવાળીમાં ઘરની સફાઈ કરવા માટે ઘણો સમય અને મહેનતની જરૂર પડે છે. આ કામને આસાન કરવા માટે મહિલાઓ ઘણા પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે.

આમાંથી એક છે વેક્યુમ ક્લીનર. સોફાથી લઈને કાર્પેટની સફાઈ સુધીની સફાઈ વેક્યૂમ ક્લીનર સરળતાથી પુરી કરી લે છે. આ સિવાય મહિલાઓ બારીઓના પડદાની ધૂળ કાઢવા માટે પણ તેનો ઉપયોગ કરે છે.

જો કે, આનો અર્થ એ નથી કે તમે તમારા આખા ઘરને સાફ કરવા માટે બધી જગ્યાએ વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો. ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેને સાફ કરવા માટે વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ ક્યારેય ના કરવો જોઈએ.

કારણ કે તેના સફાઈ પણ થતી નથી અને ક્યારેક વેક્યૂમ ક્લીનર પણ બગડી શકે છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે તમારે ઘરની સફાઈ માટે ક્યાં વેક્યુમનો ઉપયોગ ના કરવો જોઈએ.

તૂટેલા કાચ : જો તમારા ઘરમાં કાચ કે કોઈ ગ્લાસ તૂટી ગયો છે તો તેને વેક્યૂમ ક્લીનરથી સાફ કરવાની ભૂલ ના કરશો. કાચની ધારદાર કિનારીઓને કારણે કાચ વેક્યુમ ક્લિનરના અંદરના ભાગમાં સ્ક્રેચ કરશે અથવા તો કેટલાક ભાગને પંચર કરશે.

જો તમારું વેક્યુમ એક બૈંગડ વેક્યુમ છે તો તેની ખરાબ થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. પછીથી તેને ઠીક કરવા માટે તમારે ઘણા પૈસાનો ખર્ચ પણ ભોગવવો પડી શકે છે.

ટિપ્સ : તમે તૂટેલા કાચના ટુકડાને સાફ કરવા માટે સાવરણી લો અને કાચના મોટા ટુકડાને અલગ કરી લો. પછી જીણા કાચના ટુકડાને ભીના કાગળથી, બટાકાની સ્લાઈસથી અથવા બ્રેડના ટુકડાનો ઉપયોગ કરીને નાના ટુકડાઓ ઉઠાવી લો.

પ્રવાહી વસ્તુઓને સાફ ના કરશો : તમારે કોઈપણ પ્રકારની પ્રવાહી વસ્તુઓ જેમ કે પાણી અથવા જ્યુસ વગેરે ઢોળાઈ ગયું હોય તો તેને સાફ કરવા માટે વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ ના કરો. વાસ્તવમાં, જ્યારે તમે આવું કરશો તો વેક્યૂમ ક્લીનર પ્રવાહીને અંદર ખેંચે છે અને અંદરની ગંદકી ભીની થઈ જાય છે.

જેનાથી ટ્યુબને બંધ થઇ જાય છે અને ફિલ્ટર પણ બ્લોક થઇ જશે. જો તમે તેમ છતાં પણ લિકવિડને વેક્યુમ ક્લીનરથી સાફ કરો છો તો વેક્યૂમને ગંભીર નુકસાન થઈ શકે છે. ટિપ્સ : સારું રહેશે કે તમે પ્રવાહી વસ્તુને સાફ કરવા માટે કિચન રોલ, માઇક્રોફાઇબર કપડું, વોશક્લોથ અથવા મોપનો ઉપયોગ કરો.

કોસ્મેટિક અને મેકઅપ : આઈશેડો, બ્લશ, લિપસ્ટિક, લિપસ્ટિકના તૂટેલા ટુકડા પણ ક્યારેય વેક્યુમથી ના સાફ કરવું જોઈએ. તેનાથી સંભાવના વધી જાય છે કે વેક્યુમ બ્રશને નુકસાન પહોંચાડશે અને ત્યારબાદ કાર્પેટ અથવા સોફા પર ડાઘ પણ પડી શકે છે.

ટિપ્સ : કોસ્મેટિકને સાફ કરવા મા, સૌથી પહેલા તમે બને તેટલો મેકઅપ ઉઠાવી લો. પછી ડાઘને શક્ય તેટલું શોષવા માટે બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરો. પછી સફેદ વિનેગર અને ખાવાનો સોડાનો ઉપયોગ કરીને ડાઘ સાફ કરો.

વાળના ગુચ્છાને ના સાફ કરશો : વેક્યૂમ ક્લીનર વાળને સાફ કરવું ઘણું સરળ છે. વાળના ટૂંકા સેર અથવા પાલતુ વાળના વાળને વેક્યૂમથી સાફ કરી શકાય છે, પરંતુ લાંબા વાળના ગુચ્છાને વેક્યૂમ કરવું યોગ્ય નથી. તેનાથી મશીન બંધ થઇ જાય છે.

આ કિસ્સામાં, તમારે તેને સતત બહાર કાઢવાની જરૂર પડશે જેથી વેક્યૂમ ફરીથી કામ કરી શકે. આવી સ્થિતિમાં તમારો સમય બચાવવાને બદલે તમારો સમય વધુ બગાડશો અને તમે પણ ચોક્કસપણે નહીં ઇચ્છતા હોય.

ટિપ્સ : તમારો સમય બચાવવા અને વધુ મહેનત ના કરવી પડે તે માટે સાવરણીથી વાળ સાફ કરો. તો હવે તમારે પણ આ વસ્તુઓની સફાઈ માટે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ અને તમારા વેક્યુમ ક્લીનરને બગડતા બચાવવું જોઈએ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા