vaal nu shaak recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Vaal nu shaak gujarati recipe : આજની રેસિપી છે વાલનું શાક. ગુજરાતી લગ્ન પ્રસંગમાં બને એવું ખાટું-મીઠું આ વાલનું શાક ઘરે બનાવવું સરળ છે. તમે આ શાકને ગરમાગરમ રોટલી પુરી કે પરાઠા સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે. તો ચાલો જાણીયે વાલ નુ શાક બનાવવાની રેસીપી.

સામગ્રી : 1 બાઉલ વાલ, 2 ચમચી બીજ વગરની આમલી, 4 ચમચી ગોળ, 2 મોટી ચમચી તેલ, 1/4 ચમચી હિંગ, 1 ચમચી લસણની ચટણી, મિડિયમ સાઈઝના ટામેટાંની પ્યુરી, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી હળદર પાઉડર, અડધી ચમચી મીઠું, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1/ 4 ચમચી આમચૂર પાઉડર, 1/4 ગરમ મસાલો

જો અમને આ રેસિપી ગમે તો આગળ બીજાને પણ મોકલજો. વાલનું શાક બનાવવા માટે, સૌથી પહેલા વાલને 5 થી 6 કલાક માટે પલાળીને લેવાના છે. હવે વાલને બાફી લો. જે પાણીથી વાલ પલાળેલા હતા તે જ પાણીનો જ ઉપયોગ બાફવા માટે કરો.

હવે થોડું પાણી અને અડધી ચમચી મુઠી ઉમેરો. આ પછી 1 ચમચી તેલ પણ ઉમેરો, જેથી કરીને બિલકુલ ઉભરાય નહીં. હવે કુકર બંધ કરીને 3 વિસલ વાગવા દો. વાલ બફાય ત્યાં સુધી, એક બાઉલ લો, તેમાં 2 ચમચી બીજ વગરની આમલી અને 4 ચમચી ગોળ લો.

હવે તેમાં થોડું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ગોળ ઓગળી જાય અને આમલી સારી રીતે મિક્સ થઇ જાય એટલે તેને ગાળી લો. આ પેસ્ટ જાડી ના હોવી જોઈએ.  હવે વાલ બફાઈ જાય એટલે તેનું શાક બનાવીશું. તો એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. આ શાકમાં તેલ થોડું વધુ લેવાનું છે.

તેલ ગરમ થાય એટલે તેમાં 1/4 ચમચી હિંગ ઉમેરો. (હવે તમે ઈચ્છો તો અજમો પણ ઉમેરી શકો છો). પછી 1 ચમચી લસણની ચટણી ઉમેરીને સાંતળી લો. લસણની ચટણી તેલમાં ભળી જાય એટલે મિડિયમ સાઈઝના ટામેટાંની પ્યુરી ઉમેરો. હવે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી પ્યુરીને સાંતળી લો. 1 મિનિટ પછી તેલ છૂટું પડી જાય એટલે તેમાં

એક ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી હળદર પાઉડર, અડધી ચમચી મીઠું, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1/ 4 ચમચી આમચૂર પાઉડર અને 1/4 ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરો. તો શાક માટેની ગ્રેવી તૈયાર થઇ ગઈ છે. હવે બાફેલા વાલને ઉમેરી લો અને ગોળ અને આમલીની પેટ ઉમેરી ને મિક્સ કરી લો.

હવે જયારે 1 મિનિટ પછી સહેજ શાક ઘટ્ટ બને ત્યારે થોડી સમારેલી કોથમીર નાખીને ગેસ બંધ કરી દો. હવે જયારે 5 મિનિટ પછી શાક ઠંડુ થશે એટલે તે આપમેળે ઘટ્ટ થઇ જશે. હવે શાકને સર્વિંગ બાઉલમાં કાઢીને, ઉપરથી ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી લો.

તો એકદમ સરસ લગ્ન પ્રસંગમાં હોય એવું આપણું ખાટું-મીઠું વાલનું શાક તૈયાર છે. તમે પણ એકવાર આ રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને આ રેસિપી ગમી હોય તો, આવી જ રેસિપી વધુ વિશે જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

નોંધ : ઘણા લોકો ચણાનો લોટ પણ ઉમેરતા હોય છે, તો જો તમે ઈચ્છો તો તમે લસણની ચટણી ઉમેરતા હોય ત્યારે જ ચણાનો લોટ ઉમેરીને તેલ સાથે સાંતળી લેવાનો. અજમો પણ ઓપશનલ છે. જો તમને લસણની ચટણી પસંદ નથી, તો તે પણ ઓપ્શનલ છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા