udhai ni dava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Udhai ni dava: ઘરમાં વંદાઓ, મચ્છર, માખીઓ, ઉંદરડાઓ અને ગરોળી જેવા કેટલાય જીવો ઘરમાં છુપાયેલા રહે છે. જેમાંથી કેટલાક વિશે આપણને જાણ થતા જ તેને તાત્કાલિક દૂર કરવા માટે તેના ઉપાયો શોધવા લાગીયે છીએ. પરંતુ કેટલાક જીવો એવા હોય છે તે કેટલા વિકાસ પછી પણ ખબર નથી પડતી અને જ્યાં સુધી તેઓ તે વસ્તુને સંપૂર્ણપણે ખોખલી ના કરી નાખે ત્યાં સુધી જાણ નથી થતી.

આવા જીવોમાંથી એક છે ઉધઈ, જે ઘરના લાકડાના દરવાજા, બારીઓ અને ફર્નિચરમાં વારંવાર જોવા મળે છે. નાના દેખાતી આ ઉધઈ મજબૂત ફર્નિચરને પણ ખરાબ કરવાની તાકાત ધરાવે છે.

ઉધઈ ખાસ કરીને લાકડાની વસ્તુઓમાં જ જોવા મળે છે. પરંતુ ભેજને કારણે તે દિવાલોમાં પણ વસવાટ કરીને તેને અંદરથી ખોખલું કરી નાખે છે.

આમ તો તે વર્ષની કોઈપણ ઋતુમાં જોવા મળે છે પરંતુ તેનો વધારે પ્રકોપ વરસાદની ઋતુમાં જોવા મળે છે. તમે પણ જોયું હશે કે એક વાર ઉધઈ જ્યાં પણ પ્રવેશી જાય તો તે વસ્તુને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખે છે.

જો કે ઉધઈને દૂર કરવા માટે ઘણી ઉધઈ ની દવા બજારમાં મળે છે, પરંતુ કેમિકલ્સના હાજરીને લીધે દરેક લોકો તેનો ઉપયોગ કરવાનું ટાળે છે.

તેથી સૌથી સારો વિકલ્પ અને સરળતાથી ઉપલબ્ધ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવો. ઘણા ઘરગથ્થુ ઉપચારોથી ઉધઈને કાયમી માટે છુટકારો મેળવી શકાય છે. ચાલો લેખમાં ઘરેલુ ઉપાય વિશે વિગતવાર જાણીએ.

કારેલાનો રસ

એવું કહેવાય છે કે ઉધઈ કોઈપણ કડવી ગંધથી દૂર ભાગે છે. તેથી જ જ્યાં ઉધઈનો ઉપદ્રવ થયો હોય ત્યાં કારેલાના રસનો છંટકાવ કરવો. કારેલાના રસની કડવી ગંધ વાતાવરણમાં ફેલાતાં જ ઉધઈ મરવા લાગશે પણ તમારે આ ઉપાયને ઓછામાં ઓછા 5 દિવસ સુધી સતત કરતા રહેવું પડશે જેથી કરીને ઉધઈ ફરી ના આવે.

મીઠું

શું તમે ક્યારેય મીઠાનો ઉપયોગ કરીને ઉધઈને દૂર કરવાના ફાયદા વિશે સાંભળ્યું છે? કદાચ નહીં કારણ કે મીઠાના આ ફાયદા વિશે બહુ ઓછા લોકો જનતા હોય છે. મીઠામાં આવા અનેક ગુણ હોય છે જે ઉધઈને દૂર કરે છે. આ માટે ઉધઈની દિવાલો પર મીઠું છાંટી દો. જેમ જેમ તેના પર મીઠું ફેલાતું જશે તેમ તેમ ઉધઈ મરતી જશે.

લીમડાનું તેલ

લીમડાના તેલના ઘણા બધા ફાયદા છે. લીમડાનું તેલ ઘણા જીવ જંતુઓ, ઉધઈ અને બેડબગ માટે ઝેરી છે. આ કુદરતી નાશકનો ઉપયોગ કરવા માટે ઉધઈ અસરગ્રસ્ત વિસ્તારને લીમડાના તેલથી એવી રીતે ઢાંકી દો કે ઉધઈને તેને ખાવા માટે પ્રોત્સાહિત થઇ જાય. નહિંતર આ પ્રયોગ કામ નહિ કરે.

આ પણ વાંચો: ઘરના મોંઘા ફર્નિચરને ઉધઈથી બચાવવા માટેનો એકદમ અસરકારક ઘરેલુ ઉપાય, આટલું કરશો તો ક્યારેય નહિ આવે

બોરિક એસિડ

ઘણીવારકીટાણુઓના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે, બોરિક એસિડ અથવા બોરેક્સનો ઉપયોગ ઉધઈની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે કરી શકાય છે. બોરિક એસિડ જંતુઓ પર ખૂબ પ્રતિકૂળ પ્રતિક્રિયા ધરાવે છે.

જ્યારે જંતુ બોરિક એસિડના સંપર્કમાં આવતાની સાથે તેમની તંત્રિકા તંત્ર પ્રભાવિત થાય છે, જેના કારણે ઉધઈ ઝડપથી મરી જાય છે. જ્યાં સુધી તમને ઘરમાં કોઈ ઉધઈ ના દેખાય ત્યાં સુધી તમારે બોરેક્સ ફરીથી લગાવવાનું ચાલુ રાખવું પડશે.

વિનેગર

દીવાલ પર લાગેલી ઉધઈ માટે વિનેગર ઘરેલું ઉપાય તરીકે મદદ કરી શકે છે. વિનેગર કોઈપણ ફુડસ્ટોરમાંથી ખરીદી શકાય છે. ઉધઈને મારવા માટે ફક્ત પાણી અથવા લીંબુના રસમાં વિનેગરને મિક્સ કરીને છુપાયેલા તમામ સ્થળો પર તે મિશ્રણનો છંટકાવ કરો. ખાતરી કરવા માટે 2 દિવસ પછી ફરીથી આ ઉપાય કરો.

એકવાર ઉધઈ નાબૂદ થઈ ગયા પછી તે ક્યારેય પાછી નહીં આવે કારણ કે આ મિશ્રણમાં રહેલા કેમિકલ્સ દિવાલની અંદર જ રહી જાય છે. તમે પણ આ ઘરગથ્થુ ઉપાયોનો ઉપયોગ કરીને દીવાલમાં અને લાકડા પર લાગેલી ઉધઈથી છુટકારો મેળવી શકો છો. જો તમને આ udhai ni dava લેખ સારો લાગ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા